Good News : સુરતના ડુમસ બીચ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટને મંજૂરી, હવે ઝડપથી કામ આગળ વધશે

|

Jul 16, 2021 | 9:14 AM

સુરત શહેરને મળેલા લાંબા દરિયા કિનારાને પણ સારી રીતે ડેવલપ કરી શકાય તેમજ હરવા-ફરવાના સ્થળ તરીકે વિકસાવી શકાય તે માટે સુરત મહાનગર પાલિકાએ ડુમસ બીચ ડેવલપમેન્ટ પ્રોજેક્ટને મંજુરી મળી છે.

Good News : સુરતના ડુમસ બીચ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટને મંજૂરી, હવે ઝડપથી કામ આગળ વધશે
Surat Dumas Beach Development Project Approved

Follow us on

સુરતમાં(surat)માં ફરવાલાયક સ્થળોની સંખ્યા ઘણી ઓછી છે. તેથી હવે સરકાર અને સુરત મહાનગરપાલિકા દ્વારા પર્યટકો તેમજ શહેરીજનો વિકેન્ડમાં પિકનિકનો આનંદ મળી શકે તેવા સ્થળો વિકસાવવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. જેમાં હવે સુરત શહેરને મળેલા લાંબા દરિયા કિનારાને પણ સારી રીતે ડેવલપ કરી શકાય તેમજ હરવા-ફરવાના સ્થળ તરીકે વિકસાવી શકાય તે માટે સુરત મહાનગર પાલિકાએ ડુમસ બીચ ડેવલપમેન્ટ(Dumas beach development)પ્રોજેક્ટને મંજુરી આપી  છે.

ડુમસના દરિયા કિનારે જંગલ ખાતાની 28.75 હેક્ટર અને સરકારી 78 હેક્ટર જમીન મળી 106 હેકટર જમીન પર ઈકો ટુરિઝમ પાર્ક સહિત આનંદ પ્રમોદ માટે અનેકવિધ આયોજનો સાથે આ પ્રોજેક્ટની રૂપરેખા માટે જ 10.64 કરોડના ખર્ચ કરવાનું નક્કી થયું છે.

આ સમગ્ર પ્રોજેક્ટ ડેવલપમેન્ટ માટેનો ખર્ચ રૂપિયા અંદાજે 500 કરોડ થઇ શકે છે. પ્રોજેક્ટ કન્સલ્ટન્ટથી માંડીને ડીટેલ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવાનું ચાલુ છે. તેમજ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપથી આ પ્રોજેક્ટ સાકાર થશે તેવું નક્કી થઈ ચૂક્યું છે. ત્યારે હવે આ પ્રોજેક્ટ માટે જમીન જરૂરી છે . જોકે આ જમીન સરકારી જ છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

તેથી જો રાજ્ય સરકારના કોઈ વિભાગ આ પ્રોજેક્ટ માં ભાગીદારી કરે તો મનપાને જમીન ખરીદીનો ખર્ચ બચાવી શકાય તેમ હોવાથી રાજ્ય સરકારના પ્રવાસન વિભાગે આ પ્રોજેક્ટમાં ભાગીદાર બનાવવા મહાનગરપાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ અગાઉ પણ રજૂઆત કરી હતી. જેને મુખ્યમંત્રીએ સંમતિ આપી હતી.

પરંતુ કોરોનાને કારણે આ કામ ખોરંભે પડયું હતું. પણ હવે તેમાં આગળ વધવા માટે મનપાએ રાજ્ય સરકારને રિમાઇન્ડ લેટર લખીને પ્રવાસન વિભાગ, ફોરેસ્ટ વિભાગ અને સુરત મનપા સંયુક્ત રીતે આ પ્રોજેકટ હાથ ધરે તેવું આયોજન કરવા રજૂઆત કરી છે. જેમાં ફોરેસ્ટ વિભાગની જમીન પર ફોરેસ્ટ વિભાગ આયોજન કરશે અને બાકીની જમીન પર મનપા અને પ્રવાસન વિભાગના સંયુક્ત રીતે પીપીપી ધોરણે આયોજન કરે તેવું સૂચન કરાયું છે.

આ પણ વાંચો :PM Modi સાયન્સ સીટી ખાતે રોબોટિક ગેલરીનું લોકાર્પણ કરશે, સ્વાગત કરતો હ્યુમેનોઇડ રોબોટ આકર્ષણનું કેન્દ્ર

આ પણ વાંચો : PM Modi : ગાંધીનગર કેપિટલ રેલ્વે સ્ટેશનનું લોકાર્પણ કરશે,આધુનિક ફાઇવ સ્ટાર હોટલને પણ ખુલ્લી મૂકશે

Published On - 9:10 am, Fri, 16 July 21

Next Article