અનિલ કપૂરે ‘બેટા’ના 30 વર્ષની ઉજવણી કરતા માધુરી દીક્ષિત સાથે શેર કર્યા ખાસ ફોટોઝ
અનિલ કપૂરે તેની ક્લાસિક ફિલ્મ 'બેટા' વિષે લખ્યું છે કે આ ફિલ્મનો ભાગ બનવું એ એક 'મહાન લાગણી' હતી. અભિનેતાએ તાજેતરમાં આ મહાન ફિલ્મના 30 વર્ષ પૂર્ણ થવા પર અમુક 'રેર ફોટોઝ' શેર કર્યા છે.

બોલિવૂડના જાણીતા અભિનેતા અનિલ કપૂર (Anil Kapoor) આજે પણ સિલ્વર સ્ક્રીન પર એટલા જ એક્ટિવ અને ફિટ જોવા મળે છે. તાજેતરમાં જ તેમની ‘આઇકોનિક’ ફિલ્મ ‘બેટા’ના (Beta) 30 વર્ષ પૂર્ણ થાય છે. અનિલ કપૂરે આ ખાસ પ્રસંગે લખ્યું છે કે, આ ફિલ્મનો ભાગ બનવું એ એક ‘મહાન લાગણી’ હતી. અનિલ કપૂરની શાનદાર અભિનય કારકિર્દી તેની પ્રતિભા વિશે ઘણું બધું બોલે છે. ગઇકાલે (03/04/2022) તેણે તેની એક આઇકોનિક મૂવી ‘બેટા’ના 30 વર્ષ પૂરા થવા પર તેના થ્રોબેક ફોટાઓનો સેટ Instagram પર શેર કર્યો છે. કેટલાક ફોટામાં, અભિનેતા ફિલ્મમાં તેની કો-સ્ટાર માધુરી દીક્ષિત (Madhuri Dixit) સાથે જોવા મળે છે.
View this post on Instagram
ફિલ્મ નિર્માતા અને કોરિયોગ્રાફર ફરાહ ખાને આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપી કે, “જો કે, મને વિશ્વાસ નથી આવતો કે હું ત્યાં હતી. મને ‘પહેલા નશા’ માટે નામાંકિત કરવામાં આવી હતી.”
અનિલ કપૂર તેની ભૂતકાળની મોટાભાગની ફિલ્મોની ઉજવણી ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા કરે છે. ગયા વર્ષે, તેણે યશ ચોપરાની ‘લમ્હે’ના 30 વર્ષ પૂરા કર્યા. તેણે ફિલ્મના કેટલાક ફોટા પોસ્ટ કર્યા અને લખ્યું કે, “યશ ચોપરાના શ્રેષ્ઠ લમ્હેના 30 વર્ષની ઉજવણી. તેથી ખુશી થઈ કે મેં વિશ્વાસની છલાંગ લગાવી અને આ આઇકોનિક ફિલ્મનો ભાગ બનવાનું નક્કી કર્યું હતું.”
View this post on Instagram
ગયા વર્ષે, અનિલ કપૂરની અન્ય આઇકોનિક ફિલ્મ, ‘નાયક’એ 20 વર્ષ પૂરા કર્યા હતા. અભિનેતાએ ફિલ્મનું એક પોસ્ટર પોસ્ટ કર્યું અને લખ્યું કે, “20 વર્ષ પહેલાં હું એક દિવસ માટે રીલ લાઇફનો સીએમ હતો અને બાકીનો ઇતિહાસ છે. ઘણા લોકોના મારા નાયક વિશે તેમના મંતવ્યો હતા પરંતુ હું જાણતો હતો કે મારે આ ફિલ્મ કરવાની છે અને તેના સંદેશામાં વિશ્વાસ કર્યો. હવે અમે અહીં ઉજવણી કરી રહ્યા છીએ.”
View this post on Instagram
જો કે, અનિલ કપૂરના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, આ લોકપ્રિય અભિનેતા નજીકના ભવિષ્યમાં ફિલ્મ ‘જુગ જુગ જીયો’માં નીતુ કપૂર, વરુણ ધવન અને કિયારા અડવાણી સાથે જોવા મળશે.
આ પણ વાંચો – ઉર્ફી જાવેદે કાશ્મીરા શાહની વાયરલ ટિપ્પણી પર આપી આવી પ્રતિક્રિયા
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો