Surat : જિલ્લા કલેકટર કચેરીમાં 54 ટકા જગ્યા ખાલી, RTI મા થયો ખુલાસો

|

Aug 13, 2021 | 4:22 PM

એકબાજુ સુરત શહેર વિકાસની હરણફાળ ગતિ ભરી રહ્યું છે. ત્યારે સરકારી કચેરીઓમાં સ્ટાફની છે. સુરત જિલ્લા કલેકટર ઓફિસમાં 54 ટકા સ્ટાફની અછત હોવાનું સામે આવ્યું છે.

Surat : જિલ્લા કલેકટર કચેરીમાં 54 ટકા જગ્યા ખાલી, RTI મા થયો ખુલાસો
Surat: Disclosure in RTI: 54% staff shortage in District Collectorate

Follow us on

રાજ્યના આર્થિક પાટનગર ગણાતા સુરત શહેરના વિકાસમાં  સૌથી મોટો અવરોધ સતત વધી રહેલી કર્મચારીઓ અને અધિકારીઓની ઘટ સાબિત થઇ રહ્યો છે. સુરત મહાનગરપાલિકા હોય કે જિલ્લા કલેકટર કચેરી આ બંને મહત્વપૂર્ણ કચેરીઓમાં કર્મચારીઓ અને અધિકારીઓ ના અભાવની અસર વિકાસ કાર્યો પર જોવા મળી રહી છે.

સુરત જિલ્લા કલેકટર કચેરી (District Collector Office ) માટે આ ચિત્ર ખૂબ જ ચિંતાનો વિષય સાબિત થાય તેમ છે. જિલ્લા કલેકટર કચેરીમાં રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલ કુલ  915 જગ્યા પૈકી 501 જગ્યા ખાલી પડી છે. ૫૫ ટકા જેટલી જગ્યા ખાલી હોવાને કારણે તેની સીધી અસર કર્મચારી અને અધિકારીઓના કામના ભારણ પર જોવા મળી રહી છે.

આ સંદર્ભે હાલમાં સહકારી આગેવાન દર્શન નાયક દ્વારા કરવામાં આવેલ આરટીઆઇમાં ચોંકાવનારી માહિતી બહાર આવી છે. જેમાં જિલ્લા કલેકટર કચેરીમાં  વર્ગ-એક મા ૨૬ જગ્યાઓ પૈકી માત્ર ૧૬ જગ્યા પર અધિકારી ની ભરતી કરવામાં આવી છે. જ્યારે અન્ય દસ જગ્યા ખાલી પડી છે. ઇન્ચાર્જના  નામે એક જ અધિકારીને બે થી ત્રણ વિભાગનો હવાલો સોંપવામાં આવ્યો છે. ખાલી જગ્યા પૈકી માત્ર ૧૬ જગ્યા પર જ ભરતી કરવામાં આવી છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

આ સિવાય વર્ગ-2માં ૪૦ ટકા જેટલી જગ્યાઓ ખાલી છે. વર્ગ-2માં કર્મચારીઓની હાલત સૌથી કફોડી  છે. આ વર્ગમાં 60 ટકા થી વધુ જગ્યા ખાલી  કારણે કર્મચારીઓના માથે કામનું ભારણ વધ્યું છે. જયારે વર્ગ 3માં નાયબ મામલતદારની કુલ 303 જગ્યા મંજુર કરવામાં આવી છે. જેમાં 40 ટકા જગ્યા .ખાલી છે.

આ હિસાબે વર્ગ-૩માં ક્લાર્ક ટાઈપિસ્ટ થઇ તે કુલ 267 જગ્યા પૈકી માત્ર 118 જગ્યા પર ભરતી કરવામાં આવી છે. વર્ગ ત્રણ મહેસૂલી તલાટીની કુલ 189 જગ્યા પૈકી 62 પર ભરતી કરવામાં આવી છે. અને 67 ટકા જેટલી જગ્યા આજે પણ ખાલી છે. આ સિવાય વર્ગ-3માંડ્રાઈવરમાં 9ની સામે ફક્ત એક જગ્યા પર જ  ભરતી કરવામાં આવી છે.

જિલ્લા કલેકટર જેવી મહત્વપૂર્ણ સરકારી કચેરીમાં કુલ 54 ટકા જેટલી જગ્યા ખાલી પડી છે.જેના કારણે વિકાસ કાર્યો પર પ્રતિકૂળ અસર  થઇ રહી છે.

આ પણ વાંચો :

SURAT : ડુમ્મસના વિક્ટોરિયા ફાર્મમા કરંટ લાગતા બે યુવાનોના મોત

Published On - 4:14 pm, Fri, 13 August 21

Next Article