Surat : સુરતના હીરા વેપારીઓનું મોટું સપનું ડાયમંડ બુર્સ હવે સાકાર થવા તરફ, ઉદ્ઘાટન માટે પીએમ નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને આમંત્રણની હિલચાલ
સુરત માટે અતિ મહત્વ કાંક્ષી એવા ડ્રિમ સીટી પ્રોજેક્ટનું કામ હાલ પુરજોશમાં ચાલી રહ્યું છે. તે બાદ અહીં વિદેશી ઉધોગપતિઓની અવરજવર શરૂ થઇ જશે.
સુરતના હીરા વેપારીઓનું મોટું સપનું ડાયમંડ બુર્સ હવે સાકાર થવા જઈ રહ્યું છે. આગામી દિવાળી ના તહેવાર પછી ડાયમંડ બુર્સ ખુલ્લું મુકાય તેવી સંભાવના છે. ડાયમંડ બુર્સના ઉદ્ઘાટન માટે પીએમ નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને આમંત્રણ આપવામાં આવે તેવી હિલચાલ શરૂ કરવામાં આવી છે.
જોકે તે પહેલા છેલ્લા 20 વર્ષથી અહીં ડમ્પિંગ સાઈટ બનેલા ખજોદના કચરાના ડુંગરને હટાવવા માટે પણ તૈયારીઓ કરવામાં આવી છે. અને આ માટે સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિ પાસે મંજૂરી માંગવામાં આવી છે. રાજ્ય સરકારે વર્ષ 2014માં આ જગ્યા ખજોદ અર્બન ડેવલપમેન્ટ ને ડ્રિમ સિટીની સ્થાપના માટે આપવામાં આવી હતી.
અહીં ડ્રિમ સીટી અંતર્ગત વિશ્વ કક્ષાનું ડાયમંડ બુર્સ બની રહ્યું છે. આવનારા ત્રણ મહિનામાં ડાયમંડ બુર્સની અંદર બની રહેલી ઓફિસોને ધીરે ધીરે શરૂ કરવાની પણ યોજના છે. ઉદ્ઘાટનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ઉપરાંત અન્ય વિશ્વ સ્તરના નેતાઓને બોલાવવામાં આવે તેવી સંભાવના છે.
ગત તારીખ 11 જુલાઈ ના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણી જયારે સુરત આવ્યા હતા ત્યારે ડાયમંડ બુર્સની મુલાકાત દરમ્યાન તેઓએ ખજોદ ખાતે દેખાતા કચરાના ડુંગરને છ મહિનામાં હટાવવાની સૂચના આપી હતી. ડિસ્પોઝલ સેઇલ પર 10 થી 12 લાખ મેટ્રિક તન કચરાને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ અંતર્ગત બાયોમાઇનિંગ કરવાની પ્રક્રિયા કરીને બાકી બચેલા કચરાને ક્લોઝર કરી દેવાની કાર્યવાહી કરવા પર હાલ વધારે ભારણ આપવામાં આવી રહ્યુ છે.
સુરત મનપાની સ્થાયી સમિતિ પાસે આ કામની મંજૂરી માંગવામાં આવી છે. મંજૂરી મળતા કચરાના આ ડુંગરને દૂર કરવાની પ્રક્રિયા જલ્દી શરૂ કરવામાં આવશે. ત્રણ મહિનાની અંદર ખજોદ ડમ્પિંગ સાઈટને બાયોમાઇનિંગ કરીને કોલાઝ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. નોંધનીય છે કે અહીં ડિસ્પોઝલ સાઈટની જગ્યા પર 10 થી 12 લાખ મેટ્રિક ટન કચરો જમા થયો છે. જેને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના નિયમો મુજબ બાયોમાઇનિંગ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે.
જે પૂર્ણ થયા બાદ આ કચરાની સાઈટની ચારે બાજુ વૃક્ષારોપણ કરીને ગ્રીન બેલ્ટ ડેવલપ કરવામાં આવશે. જે બાદ ડાયમંડ બુર્સની સાથે આ જગ્યા પર આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.
આ પણ વાંચો :