Surat : ડાયમંડ અને બ્રિજ સીટી સુરત હવે ‘વોક વે સીટી’ તરીકે પણ દેશમાં ઓળખ પામશે

|

Nov 07, 2021 | 6:14 PM

શહેરમાં મનપા દ્વારા સપોર્ટ સેન્ટરો તો બનાવાયા જ છે. પરંતુ શહેરીજનોને સાઈકલિંગ તેમજ ચાલવાની આદતો નથી, જેથી શહેરમાં વધુને વધુ વોક વે બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

Surat : ડાયમંડ અને બ્રિજ સીટી સુરત હવે વોક વે સીટી તરીકે પણ દેશમાં ઓળખ પામશે
Walk Way - File Photo

Follow us on

સુરત શહેરની ઘણા નામે ઓળખ ઉભી થઇ છે. સુરત શહેરને છેલ્લા ઘણા સમયથી ડાયમંડ સીટી (Diamond City) અને ટેક્સ્ટાઇલ સીટી (Textile City) તો નામ આપવામાં આવ્યું જ છે. સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોની સવલતો માટે શહેરમાં 120 કરતા પણ વધારે નાના મોટા બ્રિજ પણ તૈયાર કરવામાં આવ્યા છે. જેથી સુરત શહેરની ઓળખ બ્રિજ સીટી તરીકે પણ થાય છે.

તેની સાથે સાથે શહેર સ્માર્ટ સિટીની કામગીરીમાં, સ્વચ્છતાની કામગીરીમાં કે મેટ્રોની કામગીરીમાં પણ અવ્વ્લ હોવાથી હવે તેની આ નામો સાથે પણ ઓળખ ઉભી થઇ છે. પરંતુ સુરતીલાલાઓ હવે હેલ્થ બાબતે પણ વધારે જાગૃત થાય તે હેતુસર શહેરમાં હવે વોક વે ની ઉત્તમ સવલતો ઉભી કરી લોકો આ વોક વેનો મહત્તમ ઉપયોગ કરીને દરરોજ ચાલવાનું રાખે એવા આયોજનો મનપા દ્વારા કરવામાં આવી રહ્યું છે.

સુરત શહેરના મધ્યમાંથી તાપી નદી પસાર થાય છે. તેમજ મનપા દ્વારા હાલ રૂંઢ- ભાઠા બરાજ બનાવવાનું આયોજન પણ છે. જેથી સુરત શહેરમાં તાપી નદી કાયમી સ્વરૂપે છલોછલ જોવા મળશે. જેથી તાપી નદીના કિનારે શહેરીજનો ચાલી શકે તેમજ આ ઉત્તમ હરવા ફરવા માટેનું એક સ્થળ બની રહે તે માટે તાપી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ પણ ડેવલપ કરવામાં આવશે. જે અંતર્ગત તાપી નદી કિનારે વોક વે પણ બનાવામાં આવશે. તે જ રીતે શહેરના જે વધારે પહોળા રસ્તા આવેલા છે. તેના સર્વિસ રોડ પાસે પણ વોક વે બનાવી શકાય કે કેમ તેની પણ શક્યતા ચકાસવામાં આવશે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

વોક વે ની માહિતી જીપીએસ પર અપલોડ થશે : મેયર 
શહેરમાં મનપા દ્વારા સપોર્ટ સેન્ટરો તો બનાવાયા જ છે. પણ શહેરીજનોને સાઈકલિંગ તેમજ ચાલવાની આદતો નથી. જેથી શહેરમાં વધુને વધુ વોક વે બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી લોકો તેનો મહત્તમ ઉપયોગ કરી શકે અને કયા વિસ્તારમાં કયા લોકેશન પર વોક વે છે તેની માહિતી લોકોને સરળતાથી મળી રહે એ માટે જીપીએસ પર પણ તેની માહિતી અપલોડ કરાશે.

શહેરમાં હાલમાં વોક વે છે તેનું મેઇન્ટેનન્સ કરાશે 
શહેરના જુદા જુદા વિસ્તારમાં હાલ કુલ 18.21 કિમિ લંબાઈનો વોક વે બનાવવામાં આવ્યો છે. પણ ઘણા વોક વેનો ઉપયોગ જોઈએ તે રીતે થઈ નથી રહ્યો. જેથી મનપા દ્વારા આ બાબતે યોગ્ય સર્વે કરવામાં આવશે, અને મેઈનટેનન્સ બાબતે ધ્યાન રાખવામાં આવશે.

 

આ પણ વાંચો : Surat : દિવાળી પછી હવે છઠપૂજા માટે વતન જનારાઓને કારણે રેલવે સ્ટેશન પર જોવા મળી ભીડ

આ પણ વાંચો : Surat : રબર ગર્લ તરીકે ઓળખાતી આ દીવ્યાંગ બાળકીની અનોખી સિદ્ધિ, રાષ્ટ્રપતિના હસ્તે મળશે રાષ્ટ્રીય એવોર્ડ

Next Article