Surat: તંત્રએ લીધો રાહતનો શ્વાસ, 1 મહિના બાદ રેમડેસિવિર ઇન્જેક્શનની માંગમાં ધરખમ ઘટાડો

|

May 22, 2021 | 5:31 PM

Surat: એક મહિના પહેલા કોરોના સંક્રમિતના સંબંધીઓએ રાતદિવસ જાગીને સિવિલ હોસ્પિટલમાં રેમડેસિવીર ઈન્જેક્શન માટે લાઈનમાં ઊભા રહેવું પડતું હતું. પછી પણ જેટલી જરૂરિયાત હોય તેટલા ઈન્જેક્શન મળતા ન હતા.

Surat: તંત્રએ લીધો રાહતનો શ્વાસ, 1 મહિના બાદ રેમડેસિવિર ઇન્જેક્શનની માંગમાં ધરખમ ઘટાડો
સુરત

Follow us on

Surat: એક મહિના પહેલા સુરતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો. પોઝિટિવ દર્દી એ હદે વધી રહ્યા હતા કે મેડિકલ સુવિધાઓ પણ ઓછી પડી રહી હતી. ઈન્જેક્શનની ભારે અછત સર્જાઈ હતી. તે સમયે રોજના 1700 રેમડેસિવિર(Remdesivir) ઈન્જેક્શનની જરૂર પડતી હતી. પરંતુ અછત હોવાથી અને તે પર્યાપ્ત માત્રામાં મળતા ન હતા.

 

આજે સ્થિતિ એવી છે કે રોજ માત્ર 150થી 200 ઈન્જેક્શનની જરૂર પડે છે. એક મહિના પહેલા કોરોના સંક્રમિતના સંબંધીઓએ રાતદિવસ જાગીને સિવિલ હોસ્પિટલમાં રેમડેસિવિર ઈન્જેક્શન માટે લાઈનમાં ઊભા રહેવું પડતું હતું. પછી પણ જેટલી જરૂરિયાત હોય તેટલા ઈન્જેક્શન મળતા ન હતા. ઈન્જેક્શનની કાળાબજારી પણ થવા લાગી હતી. નકલી ઈન્જેક્શનની ફેક્ટરી પણ પકડાઈ હતી.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

 

 

આ સિવિલ હોસ્પિટલમાં 900 રેમડેસિવિર ઈન્જેક્શનનો સ્ટોક પડયો છે. કોરોનાની બીજી લહેરમાં પહેલીવાર એવું થયું છે કે રિજનલ સ્ટોરેજ સેન્ટરમાં 900 ઈન્જેક્શન સ્ટોર કરવામાં આવ્યા છે. જોકે વલસાડ અને નવસારીમાં હજી પણ રેમડેસિવીર ઈન્જેક્શનની માંગ છે.

 

 

તેના પહેલા આવી સ્થિતિ નથી આવી કે ઈન્જેક્શન સ્ટોરેજ કરવું પડે. જેટલા ઈન્જેક્શન આવતા હતા તેટલા આપી દેવામાં આવતા હતા. એક મહિના પહેલા સુરતની ખાનગી હોસ્પિટલમાં દાખલ દર્દીની જરૂરિયાતથી 50કે 60 ટકા ઈન્જેક્શન આપવામાં આવતા હતા. કારણ કે તે સમયે તેની માંગ ખૂબ જ રહેતી હતી.

 

 

સિવિલ હોસ્પિટલના ડોક્ટર અમિત ગામીના જણાવ્યા પ્રમાણે રેમડેસિવિર ઈન્જેક્શનની માંગ ઓછી થઈ રહી છે. એક મહિના પહેલા કોરોનાના દર્દીઓને રોજ લગભગ 1700 ઈન્જેક્શનની જરૂરિયાત રહેતી હતી, હવે રોજ 150થી 200 ઈન્જેક્શનની જરૂર પડી રહી છે. કોરોનાના કેસ ઓછા થતા હવે ખૂબ રાહત મળી છે.

 

આ પણ વાંચો: Mucormycosis Disease: સુરતમાં મ્યુકરમાઈકોસીસના કેસોએ વધારી ચિંતા, ઈન્જેક્શનનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવવાનો મોટો પડકાર

Next Article