surat : કોરોના સંક્રમિત માતાએ પ્રિમેચ્યોર બાળકને જન્મ આપતા મહિલાનું મોત, બાળકને ઓપરેશન કરવાની આવી નોબત

|

May 19, 2021 | 3:39 PM

surat : કોરોનાની મહામારી દરમ્યાન યુવાનોથી લઈને વૃદ્ધ સુધી તેની અસર જોવા મળી છે. ખાસ કરીને ગર્ભવતી મહિલાઓને પણ આ મહામારી દરમ્યાન સાવચેતી રાખવાની ખૂબ જરૂર પડતી હોય છે.

surat : કોરોના સંક્રમિત માતાએ પ્રિમેચ્યોર બાળકને જન્મ આપતા મહિલાનું મોત, બાળકને ઓપરેશન કરવાની આવી નોબત
સુરત

Follow us on

surat : કોરોનાની મહામારી દરમ્યાન યુવાનોથી લઈને વૃદ્ધ સુધી તેની અસર જોવા મળી છે. ખાસ કરીને ગર્ભવતી મહિલાઓને પણ આ મહામારી દરમ્યાન સાવચેતી રાખવાની ખૂબ જરૂર પડતી હોય છે. કારણ કે કોરોનાની સારવાર માટે અપાતી દવાઓની અસર ગર્ભમાં ઉછરી રહેલા બાળક પર પણ પડી શકે છે. જેનો એક જવલ્લે જ જોવા મળતો કિસ્સો સુરતમાં સામે આવ્યો છે.

સુરતમાં લાજપોર વિસ્તારમાં રહેતી એક ગર્ભવતી મહિલાને થોડા સમય પહેલા કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પણ મહિલાનું ઓક્સિજન લેવલ ઓછું થતા તેની હાલત દિવસે ને દિવસે ગંભીર થતી ચાલી હતી. ખાનગી હોસ્પિટલમાં મહિલાની સારવાર ચાલી રહી હતી. ડોકટરોની પ્રાથમિકતા મહિલાનો જીવ બચાવવા માટેનો હતી. જોકે મહિલાની હાલત વધુ કથળતા તેને વેન્ટીલેટર પર મુકવી પડી હતી. કોરોનાથી બચવા માટેના સ્ટીરિયોડ અને હાઈ ડોઝ દવાઓ ચાલુ હતી.

તે દરમ્યાન માતાએ 31 અઠવાડિયામાં જ પ્રિમેચ્યોર બાળકને જન્મ આપ્યો હતો. જન્મ આપ્યાના 3 દિવસ બાદ જ માતાનું મોત થયું હતું. પણ ભાગ્યે જ જોવા મળતા કોમ્પ્લિકેશન આ બાળકમાં જોવા મળ્યા હતા.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

માતાનું ઓક્સિજન લેવલ ઓછું થઈ જવાના કારણે બાળકમાં પણ ઓક્સિજન ઓછું પહોંચ્યું હતું અને તેમાં લોહીનું પ્રમાણ પણ ઓછું હતું. જેની અસર બાળકના આંતરડા પર પડી હતી. આંતરડામાં કાણું પડી જવાના કારણે બાળક દૂધ પચાવી નહોતું શકતું અને લોહીની ઉલટીઓ થતી હતી.

ડોક્ટરોના કહેવા પ્રમાણે કોરોનામાં માતાનું ઓક્સિજન લેવલ ઓછું હોવાના કારણે તેમજ દવાઓના ડોઝના કારણે ગર્ભમાં રહેલા બાળકને આ અસર થઈ છે. જે મેડિકલી રેર કેસ છે. જોકે 1 મહિનાના આ બાળકની સર્જરી કરીને તેને જીવન આપવામાં ડોકટરોને સફળતા મળી છે. સાથે જ પરિવારના વિશ્વાસે પણ ડોકટરોની હિંમત વધારી હતી.

Next Article