AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : ભાજપનાં સ્નેહમિલન સામે ગુસ્સે ભરાયેલા કોંગ્રેસીઓ ગયા આવેદન પત્ર આપવા, પરત ફર્યા સલાહ અને નિયમોનું જ્ઞાન મેળવીને !

તેવામાં આજે આ જ બધા મુદ્દાઓને લઈને સુરત શહેર કોંગ્રેસના આગેવાનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં કોંગ્રેસના આગેવાનોને નિયમો બતાવીને તગેડી મુકવામાં આવ્યા હતા. કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા.

Surat : ભાજપનાં સ્નેહમિલન સામે ગુસ્સે ભરાયેલા કોંગ્રેસીઓ ગયા આવેદન પત્ર આપવા, પરત ફર્યા સલાહ અને નિયમોનું જ્ઞાન મેળવીને !
Congress Protest
| Updated on: Nov 25, 2021 | 6:22 PM
Share

 સુરત (Surat )શહેરમાં અઠવાલાઇન્સ ખાતે આવેલા વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે સ્નેહમિલન કાર્યક્રમ (Snehmilan ) યોજવામાં આવ્યો હતો જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ(CM Bhupendra Patel ), પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ(CrPaatil ), કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ(Darshna Jardosh ) સહીત તમામ મંત્રીમંડળના સભ્યો હાજર રહ્યા હતા. એક રીતે આ શક્તિ પ્રદર્શન પણ હતું. જેથી બસ ભરી ભરીને કાર્યકર્તાઓને આ સંમેલનમાં લાવવામાં આવ્યા હતા. 

જોકે એક તરફ સરકાર કોરોનાની ત્રીજી લહેરની ભીતિ રાખીને લગ્ન પ્રસંગ કે જાહેર સમારંભમાં ફક્ત 400 વ્યક્તિઓને જ મંજૂરી આપી છે. કોર્પોરેશન દ્વારા પણ જાહેર સ્થળો કે સરકારી કચેરીઓમાં વેક્સિનના સર્ટિફિકેટ વગર પ્રવેશ નહીં મળે તેવો નિયમ બનાવવામાં આવ્યો છે. ત્યારે બુધવારે યોજાયેલા સ્નેહમિલન સમારોહમાં કોર્પોરેશન હોય કે પોલીસ બંને તંત્રએ કોરોનાના નિયમોં બાબતે જાણે આંખ પર પાટા બાંધી દીધા હતા.

તેવામાં આજે આ જ બધા મુદ્દાઓને લઈને સુરત શહેર કોંગ્રેસના આગેવાનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં કોંગ્રેસના આગેવાનોને નિયમો બતાવીને તગેડી મુકવામાં આવ્યા હતા. કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે ફક્ત પાંચ જ વ્યક્તિને પ્રવેશ આપવા જણાવતા કોંગ્રેસના આગેવાનો વિફર્યા હતા.

આ અંગે વાત કરતા કોંગ્રેસ અગ્રણી ફિરોઝ મલેકે જણાવ્યું હતું કે ગઈકાલે ભાજપ દ્વારા હજારોની સંખ્યામાં કાર્યકરોને ભેગા કરવામાં આવ્યા હતા, ત્યારે કોઈ નિયમો બતાવવામાં આવ્યા ન હતા. પણ અમારા ફક્ત 100 વ્યક્તિઓ અહીં આવ્યા છે તેમને નિયમો બતાવવામાં આવી રહ્યા છે, જે ખોટું છે. ઉમરા પોલીસમથકની એક મહિલા પીએસઆઇએ પણ અમારા કાર્યકરો સાથે ખુબ ઉદ્ધત વર્તન કર્યું છે. આ મામલે અમે ફરિયાદ કરવાનું અને કોર્ટના દ્વાર ખખડાવવાનો વિચાર કર્યો છે.

આમ, એક ને ગોળ અને બીજાને ખોળ જેવી નીતિ અહીં જોવા મળી હતી. કોંગ્રેસના આગેવાનો અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણના દ્રશ્યો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયા હતા. જોકે બુધવારે જે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો ત્યારે પણ આ જ મામલે ઘણી ટીકાઓ પણ થઇ હતી. જોકે આગામી દિવસોમાં હવે કોંગ્રેસ દ્વારા આ મામલે જાહેરહિતની અરજી કરવાની ચીમકી પણ ઉચ્ચારવામા આવી છે.

આ પણ વાંચો : Surat : વાહ ! કરિયાવરમાં આ પરિવારે દીકરીને સોલાર પેનલ આપી નવો ચીલો ચીતર્યો

આ પણ વાંચો : Surat : મેટ્રો સ્ટેશનને પગલે લંબે હનુમાન ગરનાળું આજથી 1 વર્ષ માટે બંધ, લોકોની હાડમારીની શરૂઆત

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
g clip-path="url(#clip0_868_265)">