Surat : ચિંતા : છેલ્લા 7 દિવસમાં અઠવા અને રાંદેર ઝોનમાં પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો, 20 દિવસમાં માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનની સંખ્યા પાંચ ગણી વધી

|

Sep 25, 2021 | 9:31 AM

છેલ્લા એક અઠવાડિયામાં અઠવા અને રાંદેર ઝોનમાં પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે.

Surat : ચિંતા : છેલ્લા 7 દિવસમાં અઠવા અને રાંદેર ઝોનમાં પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો, 20 દિવસમાં માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનની સંખ્યા પાંચ ગણી વધી
Surat: Concern: The number of micro contentment zones in Surat has increased five times in 20 days

Follow us on

પર્યુષણ અને ત્યારબાદ ગણેશોત્સવ દરમ્યાન કોરોના ની(Corona ) ગાઇડલાઇનનો અમલ કર્યા વિના લોકોની એકત્રિત થયેલી ભીડને કારણે હવે કોરોનાના કેસોમાં તબક્કાવાર વધારો(increase ) થઇ રહ્યો છે.

ખાસ કરીને છેલ્લા એક અઠવાડિયામાં અઠવા અને રાંદેર ઝોનમાં પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. અને સંક્ર્મણ ન વધે તે માટે મહાનગરપાલિકા દ્વારા જ્યાં બે કેસ હોય તો તે સોસાયટીઓને પણ વિંગ કન્ટેન્ટમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવી રહી છે.

શહેરમાં માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનની સંખ્યા 12 હતી તે વધારીને આજે 58 થઇ ગઈ છે. છેલ્લા એક અઠવાડિયામાં શહેરમાં કોરોનાના કેસોની સંખ્યામાં વધારાનો ટ્રેન્ડ નજરે ચડી રહ્યો છે. અને ખાસ કરીને અઠવા અને રાંદેર ઝોનમાં કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. છેલ્લા 20 દિવસથી તબક્કાવાર શહેરમાં કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે અને તે માઈક્રો કન્ટેન્ટમેન્ટ એરિયાના આંકડા પરથી સ્પષ્ટ થાય છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

4 સપ્ટેમ્બરે આ કન્ટેન્ટમેન્ટ એરિયાની સંખ્યા 12 હતી તે આજે વધીને 58 થઇ ગઈ છે, જે ચિંતા ઉભી કરે છે. આ 58 માઈક્રો કન્ટેન્ટમેન્ટ એરિયા પૈકી 34 પોકેટ અઠવા અને રાંદેર ઝોનના છે. અઠવા  અને રાંદેર ઝોનના છેલ્લા એક અઠવાડિયામાં નોંધાયેલ નવા કેસો પૈકી મોટાભાગના કેસો સામે આવ્યા છે.

આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે જૈન સંવત્સરી અને ગણેશોત્સવ બાદ કોરોનાના કેસોમાં વધારો થયો છે. તે જ રીતે ગણેશ ઉત્સવમાં પણ લોકોની ભારે ભીડ એકત્ર થઇ હતી. છેલ્લા એક અઠવાડિયામાં અઠવાલાન્સ ખાતે આવેલા મેઘ મયુર એપાર્ટમેન્ટમાં કોવિડ ના 8 કેસો મળી આવ્યા છે. પરિણામે ગઈકાલે મહાનરપાલિકા દ્વારા એપાર્ટમેન્ટને માઈક્રો કનરેન્ટ્મેનર પોકેટ જાહેર કરીને સીલ કર્યું છે. બે પરિવારોમાં બબ્બે કેસો અને એપાર્ટમેન્ટના વોચમેન સહીત અન્ય ત્રણ રહીશો પોઝિટિવ આવતા મનપા દ્વારા સંક્ર્મણ અટકાવવાના ભાગરૂપે એપાર્ટમેન્ટને સીલ કરવામાં આવ્યું છે.

આમ, હવે મહાનગરપાલિકા દ્વારા સતર્કતાના ભાગરૂપે લોકોને પણ તકેદારી રાખવા સૂચના આપવામાં આવી રહી છે. છૂટછાટોમાં વધારો થતા લોકો પણ નચિંત બની રહ્યા છે. અને ગાઈડલાઇનનું પાલન નથી કરી રહ્યા. જોકે તેના કારણે કોરોનાના કેસો વધી શકે છે.

આ પણ વાંચો :

Success Story Surat : સુરતના કાર્તિકે UPSC ની પરીક્ષામાં ગુજરાતનો ડંકો વગાડ્યો

આ પણ વાંચો :

Surat : અમદાવાદની જેમ હવે સુરતમાં પણ હોટેલ રેસ્ટોરન્ટમાં વેક્સિનેશન સર્ટી ફરજીયાત થઇ શકે છે !

Next Article