Success Story Surat : સુરતના કાર્તિકે UPSC ની પરીક્ષામાં ગુજરાતનો ડંકો વગાડ્યો

સુરતના એસ.આર.રાવ જે પાલિકાના મ્યુનિસિપલ કમિશનર હતા તેમને સુરતની ભોગોલીક પરિસ્થિતિ બદલી નાંખી હતી. અને સુરત ફરી સોનાની મૂરત બની ગઈ. તેમના આ પ્રયત્નો જોઈને કાર્તિકને પણ આઈએએસ બનવાની ઈચ્છા થઇ હતી.

Success Story Surat : સુરતના કાર્તિકે UPSC ની પરીક્ષામાં ગુજરાતનો ડંકો વગાડ્યો
Surat: Kartik of Surat played Gujarat's mane in UPSC exam
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 25, 2021 | 8:40 AM

સુરતના કાર્તિક જીવાણીએ યુપીએસસીના(UPSC) જાહેર થયેલા પરિણામમાં ગુજરાતમાં(Gujarat ) પહેલો ક્રમ(First ) મેળવ્યો છે.

આઇપીએસ કેડરની ટ્રેનિંગ મેળવવાની સાથે સાથે પરીક્ષાની તૈયારી કરીને કાર્તિકે સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. કાર્તિકને પહેલાથી જ આઈએએસ કેડરમાં જોડાવાની ઈચ્છા હતી. જે પૂર્ણ થઇ છે. કાર્તિક સુરતનો પહેલો આઈએએસ ઓફિસર બની શકે છે.

કાર્તિક જીવાણીએ 2019માં પહેલી વાર પરીક્ષા આપી હતી. જેમાં તેણે 94મો ક્રમ  મેળવ્યો હતો. 2020માં પરીક્ષા આપી ત્યારે તેણે 84મોં ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. આ બંને પરીક્ષામાં ફક્ત એક જ માર્ક્સ માટે તે આઈએએસ થતા રહી ગયો હતો. જોકે તેમ છતાં તેણે હિંમત હાર્યા વગર પ્રયત્ન ચાલુ રાખ્યા હતા. અને 2021માં જયારે ત્રીજી વાર પ્રયત્ન કર્યો ત્યારે તેણે સમગ્ર દેશમાં 8મો ક્રમ પ્રાપ્ત કરીને સુરત અને ગુજરાતનું નામ રોશન કર્યું છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

યુપીએસસની પરીક્ષામાં ફક્ત અન્ય રાજ્યોનો જ દબદબો હોય છે. તે મિથ્યા કાર્તિક જીવાણીએ ખોટી પાડી બતાવી છે. આ સફળતા રાતોરાત નથી આવી. આ માટે કાર્તિક સતત વાંચન કરતો હતો. સૌથી મહત્વની વાત છે કે આ માટે તેણે કોઈ ખાસ ટ્રેનિંગ પણ લીધી નથી.કાર્તિકે ધોરણ 12 સુધીનો અભ્યાસ સુરતમાં જ કર્યો છે. આગળનો અભ્યાસ તેણે મુંબઈથી કર્યો છે. દિલ્હીમાં પણ અભ્યાસ માટે કોઈ કોચિંગ ક્લાસ જોઈન નહોતા કર્યા. તેણે તે માટે ફક્ત ઓનલાઇન અભ્યાસ નો જ સહારો લીધો હતો.

કાર્તિક એસ,આર,રાવ ને આદર્શ માને છે કાર્તિકના પિતા વરાછામાં લેબોરેટરી ચલાવે છે. સુરતમાં પ્લેગ આવ્યો હતો. એ વખતે સુરતમાં પ્રસુતિ કરાવનાર ડોકટરો પણ હાજર નહોતા. ત્યારે તે વાત સાંભળીને સુરતના એસ.આર.રાવ જે પાલિકાના મ્યુનિસિપલ કમિશનર હતા તેમને સુરતની ભોગોલીક પરિસ્થિતિ બદલી નાંખી હતી. અને સુરત ફરી સોનાની મૂરત બની ગઈ. તેમના આ પ્રયત્નો જોઈને કાર્તિકને પણ આઈએએસ બનવાની ઈચ્છા થઇ હતી. હાલ કાર્તિક હૈદરાબાદમાં છે. અને વધુ અભ્યાસની તૈયારી કરી રહ્યો છે.

ગુજરાતનો પ્રથમ વિદ્યાર્થી  કાર્તિક જીવાણી ગુજરાતમાંથી દેશમાં ટોપ 10માં આવ્યો હોય એવો પ્રથમ વિદ્યાર્થી બન્યો છે. કાર્તિકે દેશમાં 8મુ સ્થાન મેળવ્યું છે. આ પહેલા ગુજરાતમાંથી દેશમાં ટોપ 10માં કોઈ આવ્યું નથી. છેલ્લે વર્ષ 2008માં સુરતના પૂર્વ કલેકટર ધવલ પટેલે દેશમાં 13મુ સ્થાન મેળવ્યું હતું. કાર્તિકે દેશમાં 8મુ સ્થાન મેળવીને રાજ્યમાં નવો ઇતિહાસ સર્જ્યો છે.

આ પણ વાંચો :

Surat : અમદાવાદની જેમ હવે સુરતમાં પણ હોટેલ રેસ્ટોરન્ટમાં વેક્સિનેશન સર્ટી ફરજીયાત થઇ શકે છે !

આ પણ વાંચો :

Surat : આટલા મોટા ડાયમંડ બુર્સમાં નાના વેપારીઓ, બ્રોકરો, કારખાનેદારો માટે પાર્કિંગની જગ્યા જ નથી ફાળવાઈ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">