Surat : પુસ્તકપ્રેમીઓ માટે સુરતના અડાજણ વિસ્તારમાં શરૂ થઇ “પુસ્તક પરબ”, સેવાભાવી યુવાનો

|

Nov 09, 2021 | 3:41 PM

સુરતનાં લોકો જેમ ખાણી પીણી માટે પ્રખ્યાત છે તેમજ વાંચનપ્રિય પણ છે .અને એટલા માટે જ સુરતની વાંચન પ્રિય જનતા માટે “પુસ્તક પરબ” ટૂંક સમયમાં જ એક જાણીતું અને લોકપ્રિય  નામ બની ગયું છે.

Surat : પુસ્તકપ્રેમીઓ માટે સુરતના અડાજણ વિસ્તારમાં શરૂ થઇ પુસ્તક પરબ, સેવાભાવી યુવાનો
Surat: "Book Festival" begins in Adajan area of Surat for book lovers

Follow us on

એવું કહેવાય છે કે પુસ્તક(Book ) એક સારા મિત્રની ગરજ સારે છે કારણ કે પુસ્તકોમાંથી આપણે અઢળક જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ છીએ. ત્યારે સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા જ્યોતીન્દ્ર દવે ઉદ્યાન ખાતે વાચકોની વાંચનની ભૂખ સંતોષવા માટે દર મહિનાનાં પહેલા રવિવારે પુસ્તક પરબ ખુલ્લી મુકવામાં આવે છે જેનો નિશુલ્ક લાભ ઉદ્યાનમાં મોર્નિંગ વોક કે ફરવા માટે આવતા લોકો લઇ રહ્યા છે.

સુરતનાં લોકો જેમ ખાણી પીણી માટે પ્રખ્યાત છે તેમજ વાંચનપ્રિય પણ છે અને એટલા માટે જ સુરતની વાંચન પ્રિય જનતા માટે “પુસ્તક પરબ” ટૂંક સમયમાં જ એક જાણીતું અને લોકપ્રિય  નામ બની ગયું છે. સુરતના અડાજણ વિસ્તારના જ્યોતીન્દ્ર દવે ઉદ્યાન ખાતે દર મહિનાના પહેલા રવિવારે સવારે 7 વાગ્યાથી 9 વાગ્યા દરમિયાન જાહેર જનતા માટે પુસ્તક પરબ ખુલ્લું મુકવામાં આવે છે.

ત્યારે સવારે ગાર્ડનમાં આવતા મુલાકાતીઓ અને સ્થાનિકો પોતાના મનગમતાં પુસ્તકો વાંચન માટે ઘરે લઇ જાય છે અને બીજા મહીને પ્રથમ રવિવારે તે પુસ્તકો પરત કરી જાય કે પછી બદલાવી જાય છે. સૌથી મહત્વની વાત તો એ છે કે આ કાર્ય તદ્દન નિશુલ્ક રીતે કરવામાં આવે છે, આ ભગીરથ કાર્યમાં કેટલાક સેવાભાવી યુવાનો સેવા આપી રહ્યા છે.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

આ પુસ્તક પરબનો લાભ લેવા કેટલાક ગૃહસ્થો અને સિનિયર સીટીઝનો તો નિયમિત આવતા જ હોય છે ત્યારે હવે ગાર્ડનમાં આવતો યુવા વર્ગ પણ પુસ્તકો પ્રત્યે આકર્ષાયો હોય તેમ દેખાઈ રહ્યું છે. આ અંગે પુસ્તક પરબ ના સભ્ય આશિષ ચૌધરીએ જણાવ્યું છે  કે” કોઈ પાસે વાંચી લીધેલા પુસ્તકો ઘરે પડ્યા હોય અને ફરી તેનો ઉપયોગ કરવાના ન હોય તો તે પુસ્તકો લોકો અમને ભેટ સ્વરૂપે આપી શકે છે. જેથી એ પુસ્તકોનો સુરતની જનતા મહત્તમ લાભ લઇ શકે.

આજના આધુનિક યુગમાં જયારે લોકો મોબાઈલની અને ઇન્ટરનેટની માયાજાળમાં રચ્યા પચ્યા રહે છે ત્યારે આ પુસ્તક પરબ એક એવું માધ્યમ બન્યું છે જે લોકોને ફરીથી પુસ્તકો તરફ દોરી શકે છે. આ પુસ્તક પરબમાં નવલકથા, વાર્તા, કવિતા, આધ્યાત્મિક, પ્રકૃતિ વિષયક તથા સામાજિક પુસ્તકો એમ તમામ પ્રકારના પુસ્તકો આપને વિના મુલ્યે વાંચવા મળશે. અહીંથી આપ પોતાને ગમતા 2 પુસ્તકો વિના મુલ્યે માત્ર નોંધણી કરાવીને વાંચવા લઇ જઈ શકે છે અને ફરીથી જયારે પણ પુસ્તક પરબની મુલાકાત લો ત્યારે પરત કરી શકે છે.

આ પણ વાંચો : સુરતમાં ફરી દુષ્કર્મની ઘટના : વરાછામાં બરોડા પ્રિસ્ટેજ પાસે 12 વર્ષની બાળકી સાથે આચરવામાં આવ્યું દુષ્કર્મ

આ પણ વાંચો : Surat: જ્યારે રેલ રાજ્ય મંત્રી દર્શના જરદોષે પૂછ્યું કે “છઠ પૂજા મેં ઘર જાયે કે બા નુ?

Next Article