Bachpan Ka Pyar: ગીતમાં ધૂમ મચાવ્યા બાદ હવે સુરતમાં ‘બચપન કા પ્યાર’ની મીઠાઈ પણ થઈ સુપરહિટ

|

Aug 19, 2021 | 5:07 PM

બચપન કા પ્યારના સુપરહિટ સોન્ગ પછી હવે આ નામની મીઠાઈ પણ સુરતમાં ધૂમ મચાવી રહી છે.

Bachpan Ka Pyar: ગીતમાં ધૂમ મચાવ્યા બાદ હવે સુરતમાં બચપન કા પ્યારની મીઠાઈ પણ થઈ સુપરહિટ
Bachpan Ka Pyaar's dessert

Follow us on

ખાણીપીણી માટે જાણીતા સુરત (Surat)માં હંમેશા કંઈ નવું થતું જ રહેતું હોય છે. ખાસ કરીને કરન્ટ ટોપિકને લઈને પણ સુરતમાં કંઈક યુનિક વસ્તુઓ હંમેશા જોવા મળતી હોય છે. સર્જીકલ સ્ટ્રાઈકની વાત હોય કે જીએસટીના વિરોધની વાત હોય કે પછી હોય સરકારને સમર્થનની વાત. ટેક્સ્ટાઈલ માર્કેટમાં તેમના ફોટાની પ્રિન્ટની સાડીઓ પહેલી માર્કેટમાં આવી જાય અને રાજ્યોના અન્ય શહેરોમાં પાછી તેની ખરીદીની ધૂમ પણ જોવા મળતી હોય છે.

 

ત્યારે આ વખતે આ નવીનતા ટેક્સ્ટાઈલ કે ડાયમંડ માર્કેટમાં નહીં, પરંતુ મીઠાઈ માર્કેટમાં જોવા મળી છે. જી હા સુરતના મીઠાઈ માર્કેટમાં એક એવી મીઠાઈ આવી છે જેને જોઈને સૌ આકર્ષાઈ રહ્યા છે. સુરતના એક મીઠાઈ વિક્રેતાએ આ મીઠાઈને નામ આપ્યું છે બચપન કા પ્યાર (Bachpan Ka Pyaar’s dessert). જેમ તમે જાણો જ છો તેમ બચપન કા પ્યાર નામનું એક ગીત હાલ ખુબ જ લોકપ્રિય થઈ રહ્યું છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

 

 

10 વર્ષના બાળકે ગાયેલું આ ગીત રાતોરાત સૌના મોઢે ચડી ગયું છે. નાના હોય કે મોટા સૌ આ ગીત પર ઝૂમી રહ્યા છે. આ ગીતે આ બાળકને દેશનો સ્ટાર બનાવી દીધો છે. ત્યારે સુરતના મીઠાઈ વિક્રેતાએ પણ આ મીઠાઈ લોન્ચ કરી છે, જેને નામ આપ્યું છે બચપન કા પ્યાર. હવે તમે વિચારશો કે આ મીઠાઈને આ નામ આપવાનું કારણ શું હોય શકે છે ?

 

એક કારણ તો એ છે જ કે હાલ આ સોન્ગના શબ્દો ખુબ ચર્ચામાં છે. દરેક લોકો તેને પસંદ કરી રહ્યા છે. આ ઉપરાંત બીજું કારણ એ છે આ મીઠાઈનો ફ્લેવર. મીઠાઈ વિક્રેતાના જણાવ્યા પ્રમાણે બાળપણમાં સૌ બબલગમ ખાવાનું પસંદ કરતા હોય છે. બાળપણમાં જે ચીન્ગમ ખાવાની મજા હતી તે બીજા કશામાં નથી. જેથી તેમના દ્વારા માવાથી આ મીઠાઈ બનાવવામાં આવી છે અને તેમાં ચીંગમનો સ્વાદ ઉમેરવામાં આવ્યો છે. જેથી દરેકને બાળપણની યાદ તાજા થઈ જાય. આ મીઠાઈની કિંમત 580 રૂપિયા પ્રતિ કિલો રાખવામાં આવી છે.

 

હાલ જ્યારે મીઠાઈની દુકાનમાં બીજી રૂટિન મીઠાઈઓની વચ્ચે બચપન કા પ્યાર નામની આ મીઠાઈનું નામ વાંચવા મળે છે. ત્યારે સૌ કોઈ એકવાર આ મીઠાઈ ચાખવાનું જરુર પસંદ કરે છે અને પછી આ મીઠાઈને ખરીદવાનું.

 

આ પણ વાંચો: Iron Rich Foods: આયર્નથી ભરપુર આ ખોરાકને આહારમાં સામેલ કરો, શરીર માટે છે સૌથી વધુ જરૂરી

 

આ પણ વાંચો: દહીં ખાંડ સાથે ભેળવીને ખાવું જોઈએ કે મીઠા સાથે? ફાયદા અને નુક્સાન જાણીને તમે પણ બદલી દેશો રીત

Next Article