Surat: ફ્લાઈટો શરૂ થતાં જ સુરતી ઘારીની ‘ડિમાન્ડ’ વધી, વિદેશોથી ઓર્ડર આવવાના શરૂ

TV9 GUJARATI

|

Updated on: Oct 13, 2021 | 6:29 PM

જોકે સુરતમાં હજી મોટી માત્રામાં ઘારી બનવાની શરૂઆત દશેરા પછી થશે. અત્યારે મીઠાઈ વિક્રેતાઓ દ્વારા ફક્ત ઓર્ડર પર જ ઘારીઓ તૈયાર કરવામાં આવી રહી છે. હાલ બજારમાં કેસર પિસ્તા ઘારી, બદામ ઘારી અને માવા ઘારીની ઘણી ડિમાન્ડ છે. સુગરના દર્દીઓ માટે ખાસ બનાવવામાં આવતી સુગર ફ્રી ઘારીની પણ માંગ જોવા મળી રહી છે. 

Surat: ફ્લાઈટો શરૂ થતાં જ સુરતી ઘારીની 'ડિમાન્ડ' વધી, વિદેશોથી ઓર્ડર આવવાના શરૂ
ઘારી
Follow us

સુરતી ઘારી(Ghari)એ વિશ્વ પ્રખ્યાત (World Famous) છે અને ચંદી પડવાના દિવસે સુરતીઓ મોટા પ્રમાણમાં ઘારી આરોગતા હોય છે. તેમાં પણ વિદેશમાં વસતા સુરતીઓ ચંદીપડવાના 15થી 20 દિવસ પહેલા ઘારી મંગાવતા હોય છે. ગત વર્ષે કોરોનાના કારણે બહાર વસતા ગુજરાતીઓ ઘારી ખાઈ શક્યા ન હતા. પરંતુ આ વખતે કોરોના ઓછો થતાં જ મોટા પ્રમાણ વિદેશમાંથી ઘારીઓના ઓર્ડરો આવ્યા છે. જેના કારણે આ વખતે ઘારીની ડિલિવરી પણ ત્યાંના લોકોને થોડી મોડી મળી રહી છે.

સુરતીઓ ભલે દુનિયાના કોઈપણ ખૂણામાં રહે ચંદી પડવામાં ઘારી ખાવાનું ચૂકતા નથી અને તેથી જ ચંદી પડવા ના 15થી 20 દિવસ પહેલા બહાર વસતા સુરતીઓ ઘારી મંગાવવાની શરૂઆત કરી દેતા હોય છે. ગયા વર્ષે કોરોનાના કારણે ફલાઈટો બંધ હોવાથી અને પ્રતિબંધ હોવાથી ઘારી મંગાવી શક્યા ના હતા. પરંતુ આ વખતે મોટા પ્રમાણમાં બહારથી ઘારીના ઓર્ડરો આવ્યા છે.

સુરતના ઘારી વિક્રેતા કહે છે કે ગત વર્ષે કોરોનાના કારણે ઓર્ડરો આવ્યા ન હતા. પરંતુ આ વખતે બહાર વસતા સુરતીઓના બમણા ઓર્ડર આવી રહ્યા છે. જેના કારણે ડિલિવરીમાં પણ તકલીફો ઊભી થઈ રહી છે. બહાર વસતા ગુજરાતીઓને ઘારીઓના પાર્સલ પહોંચાડતી કંપનીઓ પાસે એટલા બધા પાર્સલ આવી રહ્યા છે કે તેઓ ને હવે ડીલીવરી કરવામાં પણ તકલીફ પડી રહી છે. ત્યાંના લોકોને ઘારી અઠવાડિયું મોડી મળી રહી છે. મોટાભાગે યુ.એસ, દુબઈ,કેનેડામાંથી ઓર્ડરો વધુ આવી રહ્યા છે.

સુરતમાં એક ગ્રાહકનું કહેવું હતું કે તેમના પરિવારમાં સંબંધીઓ લંડન રહે છે પણ જ્યારે પણ ચંદી પડવો નજીક આવે છે તેઓ ઘારીને અચૂક યાદ કરે છે. કોરોનાના કારણે ગયા વર્ષે તેઓ ઘારી ખાઈ શક્યા નહોતા પણ આ વખતે કેસો જ્યારે ઓછા થયા છે અને ફ્લાઈટો પણ શરૂ થઈ ગઈ છે. ત્યારે તેઓએ ખાસ આગ્રહ કરીને ઘારી અને ભુસુ મંગાવ્યું છે.

જોકે સુરતમાં હજી મોટી માત્રામાં ઘારી બનવાની શરૂઆત દશેરા પછી થશે. અત્યારે મીઠાઈ વિક્રેતાઓ દ્વારા ફક્ત ઓર્ડર પર જ ઘારીઓ તૈયાર કરવામાં આવી રહી છે. હાલ બજારમાં કેસર પિસ્તા ઘારી, બદામ ઘારી અને માવા ઘારીની ઘણી ડિમાન્ડ છે. સુગરના દર્દીઓ માટે ખાસ બનાવવામાં આવતી સુગર ફ્રી ઘારીની પણ માંગ જોવા મળી રહી છે.

આ પણ વાંચો :  સુરતમાં તહેવારો પૂર્વે માવા- મીઠાઈમાં ભેળસેળ તપાસવા આરોગ્ય વિભાગની ટીમ એકશનમાં

આ પણ વાંચો : Surat: ઓફિસમાં 10 થી 15 કર્મીઓ કરતા હતા કામ, ચોર ફિલ્મી ઢબે પાછલા દરવાજાથી 90 લાખ ઠામી ગયા

Latest News Updates

Related Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati