Surat : વિવિધ પડતર મુદ્દે ગુજરાત ખેડૂત સમાજની મળી અગત્યની બેઠક, તંત્ર સામે લડી લેવા માટે રણનીતિ તૈયાર

નકલી બિયારણ (Seed )અંગે પણ આંબલિયાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે,નાયબ બિયારણ નિયામક વિભાગ હાલ એક્ટિવ થયો છે,માત્ર ચૂંટણી આવી ત્યારે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Surat : વિવિધ પડતર મુદ્દે ગુજરાત ખેડૂત સમાજની મળી અગત્યની બેઠક, તંત્ર સામે લડી લેવા માટે રણનીતિ તૈયાર
Meeting of Khedut Samaj (File Image )
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: May 31, 2022 | 5:40 PM

ખેડૂતો(Farmers ),આદિવાસીઓ અને કામદારો(Workers ) સહિત પર્યાવરણના પ્રશ્નો મુદ્દે ગુજરાત ખેડૂત સમાજ (Gujarat Khedut Samaj)દ્વારા આગામી સમયમાં આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. જે મુદ્દે સુરતના જહાંગીરાપુરા મુકામે મળેલ બેઠકમાં કામદારો,ખેડૂત, પર્યાવરણવિદ સહિત આદિવાસી સમાજના આગેવાન ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં ખેડૂત આગેવાન પાલ આંબલિયાએ ભાજપ સરકાર સામે આકરા પ્રહાર કર્યા હતા.આંબલિયાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે,ચૂંટણી નજીક આવી છે તેને લઈ સરકારનું નાયબ બિયારણ નિયામક વિભાગ એક્ટિવ થયું છે. નકલી બિયારણ સહિતની કંપનીઓ પર કૃષિ વિભાગના મંત્રીઓ પર પાછલા બારણે ચાર હાથ છે. પાછલા બારણે થતી હપ્તાખોરીનો ભોગ આજે ખેડૂતો બની રહ્યા છે.

સુરતના જહાંગીરપુરા મુકામે ગુજરાત ખેડૂત સમાજની બેઠક યોજાઈ હતી.જેમાં ગુજરાત ખેડૂત સમાજના આગેવાનો આ મહ્ત્વનપૂર્ણ બેઠકમાં હાજર રહ્યા હતા.ખેડૂતો, આદિવાસીઓ, અને કામદારો સહિત પર્યાવરણના મુદ્દે મહત્વની ચર્ચા કરવામાં આવી હતી.જ્યાં આગામી દિવસોમાં પડતર પ્રશ્નો અંગે સરકાર સમક્ષ રજુઆત કરવા અંગેની તૈયારી આગેવાનોએ બતાવી છે. સાથે જ સમય મર્યાદામાં પડતર પ્રશ્નો અંગે સરકાર સકારાત્મક નહીં રહે તો આંદોલન કરવાની ચીમકી આગેવાનો દ્વારા ઉચ્ચારવામાં આવી છે.

ગુજરાત ખેડૂત સમાજના સંયોજક ડાહ્યાભાઈએ જણાવ્યું હતું કે,જમીન માપણી માં સરકાર ખેડૂતો સાથે અન્યાય કરી રહી છે..જમીન માપણી ની કામગીરી બંધ કરવી જોઈએ.પાક વીમા યોજના ફરીથી શરૂ કરવી જોઈએ.આગામી દિવસોમાં બે સંમેલન યોજવાનું આયોજન કરાયું છે.જ્યાં વ્યાપક આંદોલન ઉભું કરવાની ચોક્કસ રણનીતિ તૈયાર કરવામાં આવશે. બેઠકમાં હાજર ખેડૂત આગેવાન પાલ આંબલિયાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે,સરકારની યોજનાઓનો અમલવારી થતો નથી. સરકારની નીતિ આયોજન વિનાની હોય છે.સરકાર માત્ર જાહેરાત માટે યોજના જાહેર કરે છે. તમામ નીતિઓ ઉજાગર કરી સરકાર સામે કઈ રીતે લડવું તેની રણનીતિ તૈયાર કરવામાં આવશે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

પડતર માંગણીઓને લઈ સરકાર સામે એક ચોક્કસ લડતની રણનીતિ તૈયાર કરવા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.નકલી બિયારણ અંગે પણ આંબલિયાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે,નાયબ બિયારણ નિયામક વિભાગ હાલ એક્ટિવ થયો છે,માત્ર ચૂંટણી આવી ત્યારે કાર્યવાહી કરવામાં આવી રહી છે.સરકારને પાછલા બારણે થી નકલી બિયારણ સહિતની કંપનીઓ પર કૃષિ વિભાગના મંત્રીઓના ચાર હાથ છે.સરકારે જેટલા પ્લોટ છે,ત્યાં દરોડા પાડવા જોઈએ. પાછલા બારણે થી હપ્તાખોરીના કારણે ભોગ ખેડૂતો બની રહ્યા છે.

બેઠકમાં આદિવાસી સમાજના આગેવાન અખિલ ચૌધરી પણ હાજર રહ્યા હતા.આદિવાસી મુદ્દાઓને લઈ અખિલ ચૌધરીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે,આદિવાસી પોતાના જળ,જંગલ સહિતના મુદ્દા માટે લડી રહ્યા છે,સરકાર છતાં આ મુદાઓને સાંભળતી નથી. સરકાર પાસે ન્યાય માટેની મજબૂત માંગણી આદિવાસી કરી રહ્યું છે.માત્ર જળ, જંગલ અને જમીનને નુકશાન કરે તેવી યોજનાઓ લાવવામાં આવે છે. માત્ર 82 હજાર દાવાઓ પેન્ડિંગ પડ્યા છે,જે હજી સુધી નિકાલ થયો નથી. મજબૂત અને પ્રચંડ આંદોલન આ મુદ્દે કરી શકાય તે માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

બેઠકમાં કામદારો ના વિવિધ પ્રશ્નો અંગે પણ ચર્ચા થઈ હતી.જેમાં કામદારો ના મહિલા આગેવાન ઊર્મિલા રાણા ઉપસ્થિત રહ્યા હતા.જ્યાં તેઓએ કામદારોના પડતર પ્રશ્નો અંગે પણ બેઠકમાં ચર્ચા કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે,અનેક કામદારો ના પડતર મુદ્દાઓ છે.સરકારમાં રજુવાતો છતાં આ મુદ્દે યોગ્ય નિરાકરણ આવતું નથી.જેના પગલે સંગઠિત થઈ કામદારોના પ્રશ્નો મુદ્દે પણ આંદોલનમાં ઝપલાવવામાં આવશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">