રાજ્યના માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદીએ(Purnesh Modi ) પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે વરસાદ બગડેલા રસ્તાઓનું(Broken Roads ) 90 ટકા સમારકામ પૂરું થઈ ગયું છે. તેમણે ખરાબ માર્ગોના રીપેરીંગ માટે ઓનલાઇન ફરિયાદ માટે નંબર પણ જાહેર કર્યો હતો. નંબર બહાર પડતાની સાથે જ અસંખ્ય ફરિયાદો આવવા લાગી. સમગ્ર રાજ્યમાંથી સુરત શહેરમાં સુરત મહાનગરપાલિકાને 1436 ફરિયાદો મળી હતી.
આ ફરિયાદોમાંથી 1186 ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો હોવાનો દાવો મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો છે., જ્યારે હવે ફક્ત 250 ફરિયાદો હવે પેન્ડિંગ છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીના જણાવ્યા અનુસાર, વરસાદના કારણે શહેરમાં 70.35 કિલોમીટર સુધીના રસ્તાને નુકસાન થયું છે જેમાં ઘણા મુખ્ય માર્ગો અને આંતરિક માર્ગો આવી જાય છે. આ રસ્તાઓમાંથી 64.85 કિમીનું મરમ્મ્ત કામ પૂર્ણ થયું છે. આ 92 ટકા રસ્તાના રીપેરીંગ માટે કુલ 5.27 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા.
બાકી રહેલા 5.5 કિમીનું કામ પણ ઝડપથી ચાલી રહ્યું છે
વરસાદના કારણે ખરાબ અને બિસમાર થયેલા શહેરના 70.35 કિમી રસ્તાઓમાંથી 64.85 કિમીના રસ્તાના સમારકામની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. જયારે બાકીના 5.5 કિલોમીટરનું કામ પણ ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહ્યું છે. જોકે સમયાંતરે વરસી રહેલાવરસાદના કારણે પેચ વર્ક કરવામાં મુશ્કેલી આવી રહી છે.
સુરત મહાનગરપાલિકાના કાર્યપાલક ઈજનેર બી.આર. ભટ્ટના જણાવ્યા પ્રમાણે શહેરના તમામેં તમામ સાત ઝોનમાં 11 ડામર પ્લાન્ટ કાર્યરત રાખવામાં આવ્યા છે.તેનાથી શહેરના રસ્તાઓનું ઝડપી સમારકામ થાય તે માટે આ પ્લાન્ટ કાર્યરત રાખવામાં આવ્યા છે. ટૂંક સમયમાં શહેરના તમામ રસ્તાઓનું સમારકામ પૂર્ણ કરી દેવામાં આવશે. સેન્ટ્રલ ઝોનમાં હજી પણ ડ્રેનેજનું કામ ચાલી રહ્યું છે, જેના કારણે રસ્તાના રીપેરીંગ કામકાજમાં વિલંબ આવી રહ્યો છે.
આમ હવે ચોમાસાની વિદાય સાથે જ બિસમાર થઇ ગયેલા રસ્તાઓનું તાકીદે રીપેરીંગ કામકાજ હાથ ધરીને શહેરીજનોને ખાડામાંથી મુક્તિ અપાવવા માટે મહાનગરપાલીકાનું તંત્ર કામે લાગ્યું છે. જોકે આ આખા ચોમાસા દરમ્યાન પહેલા ક્યારેય નહીં આવી હોય તેટલી ફરિયાદો રસ્તા બાબતે કોર્પોરેશનને મળી હતી. જોકે શહેરીજનો એ અપેક્ષા રાખીને બેઠા છે કે દર વર્ષે રસ્તા બાબતે શહેરીજનોને નડતી સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવે અને હવે મજબૂત ટકાઉ અને ભ્રષ્ટાચાર મુક્ત રસ્તા જ બનાવવામાં આવે.
આ પણ વાંચો : સુરતના જમણ માટે હવે મનપા નવી નીતિ બનાવશે, મોબાઈલ ફૂડ કોર્ટ ચલાવનારા લોકો હવે કાયદાના દાયરામાં આવશે
આ પણ વાંચો : Surat: ફ્લાઈટો શરૂ થતાં જ સુરતી ઘારીની ‘ડિમાન્ડ’ વધી, વિદેશોથી ઓર્ડર આવવાના શરૂ