Surat : જોખમી 12 દેશમાંથી સુરતમાં ત્રણ દિવસમાં 41 મુસાફર આવ્યા, તમામને ક્વોરેન્ટાઇન કરાયા

|

Nov 30, 2021 | 1:07 PM

મ્યુનિસિપલ કમિશનર બંછાનીધી પાણીએ કહ્યું હતું કે શારજાહ થી આવતી ફ્લાઇટના પ્રવાસીઓમાંથી પણ રેન્ડમ 5 ટકા લોકોના ટેસ્ટિંગ કરવામાં આવશે.

Surat : જોખમી 12 દેશમાંથી સુરતમાં ત્રણ દિવસમાં 41 મુસાફર આવ્યા, તમામને ક્વોરેન્ટાઇન કરાયા
ફાઈલ ફોટો

Follow us on

 

 

 

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

સુરત(Surat ) શહેરમાં છેલ્લા ત્રણ દિવસમાં વિદેશથી 41 જેટલા મુસાફરો (Passengers )આવ્યા હતા. આ તમામને ક્વોરેન્ટાઇન (Quarantine )કરવામાં આવ્યા છે. દક્ષિણ આફ્રિકાથી મળેલા અને વિશ્વમાં હાહાકાર મચાવી રહેલા કોરોનાના ઓમીક્રોન વેરિયન્ટથી વિશ્વમાં ફફડાટ ફેલાયો છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સતર્કતા દાખવવાનું શરૂ થયું છે. અને નવી ગાઇડલાઇન પ્રમાણે આ વેરિયેન્ટ જ્યાંથી પ્રસર્યો છે. એ સાઉથ આફ્રિકા સહિતના 12 દેશોને અતિ જોખમી દેશોની યાદીમાં મુકવામાં આવ્યા છે.

વિદેશથી આવનારા તમામ યાત્રીઓને 7 દિવસ માટે ક્વોરેન્ટાઇન કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. જયારે 12 જોખમી દેશોથી આવેલા લોકોને 14 દિવસ સુધી ક્વોરેન્ટાઇન રહેવા કહેવામાં આવ્યું છે. જો કે 7 દિવસ બાદ તેઓનો ફરી ટેસ્ટ કરવામાં આવશે. અને એ નેગેટિવ આવે તો લક્ષણોને આધારે નિર્ણય કરવામાં આવશે.

શહેરમાં છેલ્લા ત્રણ દિવસમાં વિદેશના આ 12 જોખમી દેશોથી આવેલા 41 યાત્રીઓને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. સુરત મહાનગરપાલિકાના મુખ્ય આરોગ્ય અધિકારી ડો.પ્રદીપ ઉમરીગરે જણાવ્યું હતું કે આ જોખમી 12 દેશોમાંથી આવતા લોકોના આરટીપીસીઆર ટેસ્ટ પોઝિટિવ હશે તો 14 દિવસ સુધી તેમને ક્વોરેન્ટાઇન રાખવાની સાથે તેઓના સેમ્પલનું જિનોમ સિકવન્સીંગ કરવામાં આવશે.

હાલમાં જે નેગેટિવ રિપોર્ટ સાથે કોવરેન્ટાઇન છે, તેઓનો 7 દિવસ બાદ ફરી ટેસ્ટ કરવામાં આવશે. અને ત્યારબાદ લક્ષણોને આધારે નિર્ણય કરવામાં આવશે. મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર બંછાનીધી પાણીએ કહ્યું હતું કે શારજાહ થી આવતી ફ્લાઇટના પ્રવાસીઓમાંથી પણ રેન્ડમ 5 ટકા લોકોના ટેસ્ટિંગ કરવામાં આવશે.

શારજાહ 12 જિખમી દેશોની યાદીમાં ન હોવાથી તેમાં પણ રેન્ડમ ટેસ્ટિંગ હાથ ધરવામાં આવશે. સુરત શહેરમાં છેલ્લા ત્રણ દિવસમાં 12 જોખમી દેશોના કુલ 41 જેટલા યાત્રીઓ સુરત આવ્યા છે. જેઓને હાલ ક્વોરેન્ટાઇન કરી દેવામાં આવ્યા છે. સુરત જિલ્લા કલેકટર આયુષ ઓકે જણાવ્યું હતું કે સુરત જિલ્લામાં વિદેશથી આવેલા ચાર વ્યક્તિઓને આરોગ્ય વિભાગ દ્વારા આરટીપીસીઆર ટેસ્ટ કર્યા બાદ તેમના સેમ્પલ લઈને તપાસ અર્થે પુણેની લેબમાં મોકલી આપવામાં આવ્યા છે.

જેમાં ચોર્યાસી તાલુકાના એક્લેરા ગામની એક વ્યક્તિ અને કામરેજ તાલુકાના ખાનપુર ગામની ત્રણ વ્યક્તિનો સમાવેશ થાય છે. આ સમગ્ર ભારતમાંથી પુણે ખાતે આવતા સેમ્પલોનું ત્યાં પરીક્ષણ કરવામાં આવે છે. ચોર્યાસી તાલુકાના એકલરા ગામના વતની ત્રણ દિવસ પહેલા યુકેથી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. જયારે કામરેજ ના ત્રણ વ્યક્તિ પણ તેમાંથી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો : Gujarat: ઓમિક્રોનનું ટેન્શન, સરકાર શું લેશે એક્શન? 8 મહાનગરમાં રાત્રિ કરફ્યુ હટશે કે મુદત વધશે?

આ પણ વાંચો : Surat: 5 દિવસમાં આટલા કોરોનાના મૃતકોના પરિવારને આપવામાં આવી સહાય, કામગીરીમાં સુરત મોખરે

 

Next Article