ધ ટેસ્ટ ઓફ ઈન્ડિયા અમૂલની સ્થાપનાનો છે આવો રોચક ઇતિહાસ

|

Oct 31, 2021 | 12:00 PM

વર્ષ 1945માં કોન્ટ્રાક્ટરો આણંદમાંથી દૂધ એકત્ર કરીને મુંબઇ મોકલતા હતા..જોકે દૂધના ભાવમાં કરેલ વધારાનો લાભ દૂધ ઉત્પાદકોને ન મળતા અસંતોષ સર્જાયો અને સરદાર પટેલે મોરારજી દેસાઇના પ્રમુખપદે 1946માં ખેડૂતોની સભા યોજી.

ધ ટેસ્ટ ઓફ ઈન્ડિયા અમૂલની સ્થાપનાનો છે આવો રોચક ઇતિહાસ
Such interesting history of founding of The Taste of India Amul (File Photo)

Follow us on

અમૂલ (Amul)એક એવું નામ જેનાથી દેશ-વિદેશના કરોડો લોકો વાકેફ છે. પરંતુ શું આપને ખ્યાલ છે કે અમૂલનો જન્મ કેવી રીતે થયો… આપને જાણીને આશ્ચર્ય થશે કે દેશની સૌથી મોટી સહકારી સંસ્થા(Cooperative Society)અમૂલ અને સરદાર પટેલ(Sardar Patel)વચ્ચે સીધો સંબંધ છે.

જેમાં વર્ષ 1945માં કોન્ટ્રાક્ટરો આણંદમાંથી દૂધ એકત્ર કરીને મુંબઇ મોકલતા હતા..જોકે દૂધના ભાવમાં કરેલ વધારાનો લાભ દૂધ ઉત્પાદકોને ન મળતા અસંતોષ સર્જાયો અને સરદાર પટેલે મોરારજી દેસાઇના પ્રમુખપદે 1946માં ખેડૂતોની સભા યોજી.જેમાં સહકારી દૂધ-ઉત્પાદક મંડળીઓ અને જિલ્લા સહકારી દૂધ-ઉત્પાદક સંઘ સંચાલિત ડેરી સ્થાપવા અંગે નિર્ણય કરાયો અને ખેડા જિલ્લા દૂધ-ઉત્પાદક સંઘની સ્થાપના સાથે તારીખ 14 ડિસેમ્બર 1946 ના રોજ “અમૂલ” નો જન્મ થયો.

હવે વાત કરીએ કેવી રીતે ગામડામાંથી દૂધ અમૂલ સુધી પહોંચે છે તો  અમૂલ રોજનું 10 હજાર 755 ગામડાઓમાંથી 60 લાખ લીટર દૂધ એકત્ર કરે છે.જેના માટે અમૂલ દ્વારા ત્રણ ટીયર મોડલનો ઉપયોગ કરાય છે.એટલે કે પહેલા ગામડામાંથી દૂધ એકત્ર કરાય છે…પછી આ જથ્થાને જિલ્લા કક્ષાએ એકત્ર કરાય છે અને યોગ્ય તાપમાન પર તેનો સંગ્રહ કરાય છે.અને ત્યારબાદ મુખ્ય એકમમાં દૂધને પ્રોસેસિંગ માટે મોકલી દેવાય છે. અમૂલે વચેટિયા પ્રથા દૂર કરીને સીધો દૂધ ઉત્પાદકોને ફાયદો થાય તે માટે આ સિસ્ટમ ગોઠવી છે.

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024

સહયોગથી કામ કરવું અને સૌની સાથે કામ કરવું.આ સૂત્ર આપ્યું હતું શ્વેતક્રાંતિના પ્રણેતા ડૉ.કુરિયને. ડૉ. કુરિયનની ક્રાંતિની વાત કરીએ તો એક નાના સહકારી માળખાને 1946માં ચકલાસી ગામની સામાન્ય સભામાં ડૉક્ટર વર્ગીસ કુરિયને પ્રસ્તાવ મુક્યો અને શરૂઆત થઇ શ્વેતક્રાંતિની વર્ગીસ કુરિયનના અથાક પ્રયાસોથી 1973માં અમૂલને મિલ્ક પ્રોડક્શન યુનિયન લિમિટેડનું સ્વરૂપ મળ્યું.

રાજકીય પરવાનગીને લગતા કામ ત્રિભુવનદાસ પટેલ સંભાળતા તથા અમૂલ પેટર્નના પ્રચાર અને ટેકનોલોજીને લગતા કામ ડૉક્ટર વર્ગીસ કુરિયન સંભાળતા.કુરિયને વિશ્વસ્તરીય વિકસેલ ડેરી ક્ષેત્રોને લગતી ટેકનોલોજીને ભારત લાવ્યા અને ભારતના પશુપાલકોને આર્થિક તથા ટેક્નોલોજીની મદદથી મજબૂત બનાવ્યો.

આ  પણ વાંચો : Uttarakhand: ચારધામ યાત્રા 2021માં ગયા વર્ષનો રેકોર્ડ તોડ્યો ! 4 લાખ ભક્તોએ દર્શન કર્યા

આ પણ વાંચો: સરદાર પટેલ જન્મજયંતિ: અમિત શાહે સરદારની પ્રતિમાની કરી પૂજા, હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા, જુઓ દ્રશ્યો  

Next Article