છોટાઉદેપુરના ચલામલી ગામના વિદ્યાર્થીઓને શાળાએ જવા માટે જીવનું જોખમ ખેડવું પડે છે, જાણો વિદ્યાર્થીઓની શું છે સમસ્યા ?

|

Sep 28, 2021 | 12:28 PM

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ચલામલી ગામે આવેલી માતૃશ્રી અમરતબા ભગત હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ રોજ શિક્ષણ મેળવવા જીવનું જોખમ ખેડી રહ્યા છે. જે બસમાં બાળકો આવે છે તે ઘેટાં બકરાંની માફક આવે છે .

છોટાઉદેપુરના ચલામલી ગામના વિદ્યાર્થીઓને શાળાએ જવા માટે જીવનું જોખમ ખેડવું પડે છે, જાણો વિદ્યાર્થીઓની શું છે સમસ્યા ?
Students from Chalamli village in Chhotaudepur have to risk their lives to go to school

Follow us on

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ચલામલી ગામે આવેલી માતૃશ્રી અમરતબા ભગત હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ રોજ શિક્ષણ મેળવવા જીવનું જોખમ ખેડી રહ્યા છે. જે બસમાં બાળકો આવે છે તે ઘેટાં બકરાંની માફક આવે છે . કેમ કે આ બાળકોને આવવા-જવા માટે ફક્ત એક જ બસ છે.

આ સત્ય હકીકત સ્વીકારવી રહી, ચલામલી ખાતે આવેલી જે શાળા છે તેમાં 500ની આસપાસ બાળકો અભ્યાસ માટે આવે છે . બાળકો સ્કૂલ જીવનું જોખમ ખેડીને આવે છે. તે જોતાં સ્કૂલના આચાર્યને બાળકોને લઈ સતત ચિંતા હોવાનું જણાવી રહ્યા છે. આચાર્યએ આ બાબતે વારંવારની રજૂઆત કરી છે પણ ઉકેલ આવતો નથી. બસમાં જે રીતે બાળકો સવાર થાય છે તે જોતાં બાળકો સલામત ન હોવાનું આચાર્યનું કહેવું છે. બસના કંડક્ટરનું પણ કહેવું છે કે બસમાં 170 બાળકો મુસાફરી કરે છે.

તો સ્કૂલના ટ્રસ્ટી અને પ્રમુખે પણ એસ.ટી નિગમમાં વારંવાર રજૂઆત કરી છે. જ્યારે તેવો રજૂઆત કરે છે ત્યારે એસ.ટીના ડેપો મેનેજર અને ટી.સી તરફથી એવું કહેવામાં આવે છે કે આ રુટ પર કોઈ આવક થતી નથી. પણ આદીવાસી બાળકોનું હિત જોવામાં આવતું નથી. બાળકો અને બાળકીઓ જે રીતે ધક્કામૂકી કરીને ચડે છે. તેમાં કેટલીક બાળકીઓ બસમાં ચડી શકતી નથી. લેખિતમાં રજૂઆતો તો સંભાળતા નથી પણ ફોન પણ ઉપાડવાની તસ્દી લેતા નથી. ટ્રસ્ટીનું કહેવું છે કે કોઈ અધટીત બનાવ બને તો કોને કહેવું.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

180 જેટલા બાળકોમાંથી કેટલાક બાળકો બસમાં ચડી ના શકાતા તેમને પગપાળા ઘરે જવું પડે છે. તો કેટલાક વાલીઓએ પોતાના બાળકોને ખાનગી વાહનોમાં પણ મોકલવા પડે છે તે ગરીબ વાલીઓને પોષાય તેમ નથી. સ્કૂલના પ્રમુખનું કહેવું છે કે મફતમાં શિક્ષણ આપવું.અને વિધાર્થીનીઓને તો મફતમાં બસ પાસ પણ આપવામાં આવે છે. પણ પાસનો મતલબ શું ? રજૂઆતો કરી પણ એસ.ટી નિગમના પેટનું પાણી પણ હાલતું ના હોવાનું જણાવ્યું.

આ શાળામાં આવતા કેટલાય એવા બાળકો છે કે જેમને બસની સુવિધાનો લાભ મળતો નથી. જેમની પાસે બાઇક જેવું સાધન હોય તેઓ બાઇક પર ચારથી પાંચ બાળકોને બેસાડી ને લઈને જતાં પણ જોવાઈ રહ્યા છે. તે પણ એક રીતે જોખમ કહી શકાય. તો કેટલાક બાળકોના વાલીઓ પાસે બાઇક જેવુ સાધન પણ ના હોય ચાલતા જવાનો વારો આવે છે. આ બાળકો પાંચથી છ કિ.મી.પગપાળા ચાલીને ઘરે પહોંચે છે.

Next Article