સુરતના અડજણમાં છત્રીથી મ્હો છુપાવીને ભેજાબાજે ATMમાંથી માત્ર પાંચ મિનીટમાં 24 લાખની કરી ચોરી

|

Sep 19, 2020 | 5:51 PM

સુરતના અડજણ વિસ્તારમાં કોઈ ભેજાબાજે રેઈનકોટ પહેરીને, છત્રીથી મ્હો સંતાડીને, એસબીઆઈના એટીએમમાંથી માત્ર ગણતરીની મિનીટમાં રૂ. 24 લાખથી વધુની ચોરી કરી ફરાર થઈ જવાની ઘટના બની છે. પોલીસનુ પ્રાથમિક અનુમાન છે કે, કોઈ જાણભેદુએ ચોરી કરી છે. અડાજણ પર આવેલા ચાર રસ્તા પાસે ટાઈટેનિયમ સ્કવેર બિલ્ડીગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા SBI બેંકના ATM આવેલા છે.જ્યાં […]

સુરતના અડજણમાં છત્રીથી મ્હો છુપાવીને ભેજાબાજે ATMમાંથી માત્ર પાંચ મિનીટમાં 24 લાખની કરી ચોરી

Follow us on

સુરતના અડજણ વિસ્તારમાં કોઈ ભેજાબાજે રેઈનકોટ પહેરીને, છત્રીથી મ્હો સંતાડીને, એસબીઆઈના એટીએમમાંથી માત્ર ગણતરીની મિનીટમાં રૂ. 24 લાખથી વધુની ચોરી કરી ફરાર થઈ જવાની ઘટના બની છે. પોલીસનુ પ્રાથમિક અનુમાન છે કે, કોઈ જાણભેદુએ ચોરી કરી છે.

અડાજણ પર આવેલા ચાર રસ્તા પાસે ટાઈટેનિયમ સ્કવેર બિલ્ડીગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા SBI બેંકના ATM આવેલા છે.જ્યાં મશીનમાંથી તસ્કરે ચોરી કરી છે. મધરાત્રે વરસતા વરસાદમાં થયેલી ચોરીમાં તસ્કર રેઈનકોટ પહેરીને માથે છત્રી રાખીને ATM રૂમમાં પ્રવેશ કરીને, એટીએમમાં રહેલા 28,09,600માંથી  24,20,500ની ચોરી કરીને નાસી ગયો છે.. આ અંગે બેંકના મેનેજર દ્વારા અડાજણ પોલીસ ને ફરિયાદ કરવામાં આવી છે. જેના આધારે અડાજણ પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે…

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

ગત 21 તારીખે રજા હોવા છતાં બેન્ક કર્મચારી બેંક જઈને ATMમાં રૂપિયા નાખવા માટે ગયા હતાં. બાદમાં 25મીએ સહકર્મી દ્વારા જાણ કરાઈ હતી કે અમુક ATMમાંથી રૂપિયા નીકળતા નથી. પાંચેક મશીનમાંથી રૂપિયા ન નીકળતા હોવાનું ઓનલાઈન જાણવા મળ્યું હતું. બાદમાં તપાસ કરતાં અડાજણ હજીરા રોડ પરની બેંકના ATMની તપાસ દરમિયાન 24 લાખથી વધુની મતા હિસાબમાં ઓછી દેખાતી હતી. તસ્કરે આ અંદર પ્રવેશી 5 મિનીટમાં ચોરી કરી હતી. પોતે સાથે લાવેલા કાળા થેલામાં આ રૂપિયા લઈને નાસી ગયો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. અડાજણ પોલીસે એટીએમ ચોરી પ્રકરણમાં તપાસ હાથ ધરી છે.

 

 

આ પણ વાંચોઃપોરબંદરના થોયલા ગામના દર્દીને, ઘસમસતા પૂરમાં જીવના જોખમે એમ્બ્યુલન્સ સુધી પહોચાડતા ગ્રામ્યજનો, અધુરા પૂલે 10 ગામની સમસ્યા વધારી

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Published On - 11:46 am, Wed, 26 August 20

Next Article