Statue of unity: અત્યાર સુધીમાં 75 લાખથી વધુ પ્રવાસીઓએ લીધી મુલાકાત, PM મોદીએ કહ્યું આપણી ઓળખને નવી ઉંચાઈ અપાવશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, કેવડિયામાં બનેલું સ્ટેચ્યુ ઓફ યુનિટી સમગ્ર દેશનું ગૌરવ છે. કોરોનાકાળ શરુ થવા પહેલા 45 લાખથી વધુ લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવ્યા છે. કોરોનાકાળ પછી અત્યાર સુધીમાં 75 લાખથી વધુ લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી છે
સ્ટેચ્યુ ઓફ યુનિટીમા પ્રવાસીઓની સંખ્યા 75 લાખને પાર પહોંચી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) એ કહ્યું આ ગર્વની વાત છે. તેમણે કહ્યું હતુ કે વધુ ને વધુ લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ ચૂક્યા છે. એડિશનલ ચીફ સેક્રેટરી રાજીવ ગુપ્તાએ નરેન્દ્ર મોદીનો આ વીડિયો ટ્વિટ કર્યો હતો.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, કેવડિયામાં બનેલું સ્ટેચ્યુ ઓફ યુનિટી સમગ્ર દેશનું ગૌરવ છે. કોરોનાકાળ શરુ થવા પહેલા ખૂબ ઓછા સમયમાં 45 લાખથી વધુ લોકોએ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવ્યા છે. કોરોનાકાળ પછી પણ અત્યાર સુધી 75 લાખથી વધુ લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવ્યા છે. આ આપણા આ નવનિર્મિત સ્થળનું સામર્થ્ય છે કે આવનાર સમયમાં પર્યટનની સાથે આપણી ઓળખને પણ નવી ઉંચાઈ આપશે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી દેશના અન્ય સ્મારકો માં સૌથી વધુ કમાણી કરતું પ્રવાસન ધામ બન્યું છે ત્યારે આ દિવાળી વેકેશનમાં પ્રવાસીઓ અહીં ઉમટી રહ્યા છે પરંતુ આ દિવાળી વેકેશન માં આ સ્ટેટ્યૂ ઓફ યુનિટી ની વિશેષતા એ છે કે પ્રવાસીઓ અત્યાર સુધી સરદાર વલ્લભભાઈની આ વિશાળ પ્રતિમા રસ્તાના માર્ગે અને આકાશ માર્ગે જોઈ શકતા હતા.પરંતુ હવે પ્રવાસીઓ આ સ્ટેચ્યુને જળ માર્ગે પણ નિહાળે છે. વિશાળ વ્યક્તિત્વ ધરાવતા સરદાર વલ્લભભાઈ પટેલના વિશાળ સ્ટૅચ્યુના લોકાર્પણ ને ત્રણ વર્ષ વીતી ગયા ત્યારે આ ત્રણ વર્ષ માં આ વિશાળ પ્રતિમાને જોવા લાખો લોકો આવી ગયા પરંતુ આ વર્ષે આ વિશાળ પ્રતિમાને નિહાળવાનો મોકો કંઈક અલગ જ છે. હવે માત્ર રસ્તા પરથી કે હવાઈ માર્ગેજ નહિ આ પ્રતિમા જળ માર્ગે પણ જોઈ શકાય છે પાણીના પ્રતિબીંબ માં થી ઉભરતી આ પ્રતિમા જોવાનો લ્હાવો આ વર્ષે પ્રવાસીઓ મેળવી રહ્યા છે તેનું મુખ્ય કારણ એ છે આ ક્રુઝ માં બેસી પ્રવાસીઓ અનેરો આનંદ મેળવી રહ્યા છે અને પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા આ જિલ્લાની સરાહના પણ કરી રહ્યા છે
નર્મદા (Narmada) ના કેવડિયા (Kevadiya) જંગલ સફારી પાર્ક (Jungle Safari Park)માં નવા પ્રાણીઓનો ઉમેરો કરવામાં આવ્યો છે. સફારી પાર્કના પરિવારમાં હવે જંગલી રીંછ, વરૂ, જંગલી શ્વાનનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ તમામ પ્રાણીઓને પ્રવાસીઓ ટૂંક સમયમાં નીહાળી શકશે. જંગલ સફારી 375 એકરમાં ફેલાયેલું છે. જેમાં 62 જાતના એક હજારથી વધુ પશુ પક્ષીઓ છે. સફારી પાર્કને 6 ઝોનમાં વિવિધ વિદેશી અને દેશી વન્ય પ્રાણીઓ, પક્ષીઓ, જળચળ પ્રાણીઓ, સરિસૃપો સહિત વિભાગોમાં બનાવવામાં આવ્યું છે. જેમાં 1000થી વધારે જાતિના પશુ પક્ષીઓ અને દેશ વિદેશના પ્રાણીઓ અને પક્ષીઓ છે. જિરાફ, જીબ્રા, સિંહ, વાઘ, મગર, વરુ, સહીત રંગબેરંગી પક્ષીઓનો સમાવેશ થાય છે. જંગલમાં વિહરતા વન્ય પશુ પક્ષીઓને જોવાનો લ્હાવો પ્રવાસી અહીંથી લે છે.
આ પણ વાંચોઃ ગુજરાત કોંગ્રેસનો મોટો આક્ષેપ, સરકારી હોસ્પિટલોમાં તબીબીઓની અછત
આ પણ વાંચોઃ GANDHINAGAR : ડીંગુચા ગામનું એક દંપતી ગાયબ, 10 દિવસ પહેલા ગયા હતા કેનેડા