સ્ટેટ મોનીટરીંગ સેલે દહેજમાં કેમિકલના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો, 5 ટેન્કર સાથે 1 કરોડ ઉપરાંતના મુદામાલને સીઝ કરી ૭ આરોપીઓની ધરપકડ

|

May 26, 2021 | 12:19 PM

ભરૂચના દહેજમાં સ્ટેટ મોનીટરીંગ સેલે કેમિકલના કાળા કારોબારનો પર્દાફાશ કરી ૫ ટેન્કર સાથે ૧ કરોડ ઉપરાંતના મુદામાલને સીઝ કરી ૭ આરોપીઓની ધરપકડ કરી છે.

સ્ટેટ મોનીટરીંગ સેલે દહેજમાં કેમિકલના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો,  5 ટેન્કર સાથે 1 કરોડ ઉપરાંતના મુદામાલને સીઝ કરી ૭ આરોપીઓની ધરપકડ
સ્ટેટ મોનીટરીંગ સેલે દહેજમાં કેમિકલના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે.

Follow us on

ભરૂચના દહેજમાં સ્ટેટ મોનીટરીંગ સેલે કેમિકલના કાળા કારોબારનો પર્દાફાશ કરી ૫ ટેન્કર સાથે ૧ કરોડ ઉપરાંતના મુદામાલને સીઝ કરી ૭ આરોપીઓની ધરપકડ કરી છે. કેમિકલચોરીના વેપલામાં જીઆઇડીસીમાંથી નીકળતા કેમિકલ ટેન્કરોમાંથી કેમિકલની ચોરી કરી ઉદ્યોગોને વેચવામાં આવતું હતું.

સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને દહેજમાં વેલસ્પન કંપની નજીક આવેલ માલવા પંજાબ હોટલ પાછળ કેમિકલ ચોરીનો વેપલો ચાલી રહ્યો હોવાની બાતમી મળતા ગઈકાલે મોડી રાતે રેડ કરવામાં આવી હતી. ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે ૫ ટેન્કરોમાંથી કેમિકલની ચોરી કરવામાં આવી રહી હતી. ટેન્કરના વાલ્વ ઉપર લાગેલા સીલ ઢીલા કરી ધીમીધારે ટપકતા કેમિકલને બેરલોમાં ભરવામાં આવતું હતું.

૧ કરોડથી વધુનો મુદ્દામાલ ઝડપાયો
સ્ટેટ મોનીટરીંગ સેલે ૫ કેમિકલ ટેન્કર અને પીકઅપ વેન સહીત ૧ કરોડ રૂપિયા ઉપરાંતનો મુદ્દામાલ સીઝ કર્યો છે. કેમિકલ કંપનીમાંથી રવાના થાય ત્યારે જેતે સ્થળના સ્થાને સીધું કેમકીલાં ચોરીના અડ્ડા ઉપર લઈ જઈ તેમાંથી ચોરી કરાતી હતી.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

કેબિનમાં વજનની વધ- ઘટથી ખેલાય છે ખેલ
ટેન્કર ચાલક અને ક્લીનર ટેન્કર લોડિંગ કરવા જાય ત્યારે ટેન્કરની કેબિનમાં તમામ વજનદાર ચીજ બહાર કાઢી નાખે છે.આ બાદ ટેન્કરમાંથી કેમિકલ ચોરી કરી તેટલા વજનના પાણીના કેરબા, વજનદાર ચીજ અથવા ભારે પથ્થર મૂકી દેવાય છે. કેમિકલ ટેન્કરના વજનની ગણતરીના અર્ધ લોડિંગ – અનલોડીંગ થાય છે જયારે તેમાં બાષ્પીભવનની છૂટ પણ અપાય છે. આ તફાવતનું કેમિકલ ચોરી કરાય છે.

ચોરીના કેમિકલ માટે ગોડાઉન બનાવાયું હતું
કેમીકલચોરોએ દહેજની સુવા ચોકડી નજીક વિશાળ ગોડાઉન બનાવ્યું હતું. પોલીસે આ ગોડાઉન ઉપર છાપો માર્યો ત્યારે ૧૫૦ બેરલ જેટલું કેમિકલ સ્ટોર કરાયું હોવાનો પર્દાફાશ થયો હતો. આ કેમિકલ ફાયર સેફટીની કોઈપામ ચોકસાઈ વિના રખાયું હતું જેમાં આગની ઘટના બને તો મુશ્કેલીનું સ્વરૂપ ધારણ કરે તેવો ભય હતો.

Published On - 12:13 pm, Wed, 26 May 21

Next Article