રાજ્યમાં ચાલુ વર્ષના માર્ચ મહિના સુધીમાં ઓનલાઇન પ્રિમિયમની સેવા શરૂ કરી દેવાની જાહેરાત

રાજ્યમાં ચાલુ વર્ષના માર્ચ મહિના સુધીમાં ઓનલાઇન પ્રિમિયમની સેવા શરૂ કરી દેવાની જાહેરાત

રાજ્યમાં ચાલુ વર્ષના માર્ચ મહિના સુધીમાં ઓનલાઇન પ્રિમિયમની સેવા શરૂ કરી દેવાની જાહેરાત ગીહાડ-ક્રેઇડાના એક સંયુક્ત કાર્યક્રમમાં રાજ્યસરકાર દ્વારા કરવામાં આવ હતી. હાલ રાજ્યમાં ઓનલાઇન પ્રિમિયમ વસૂલવાની સેવા માત્ર પાંચ જિલ્લામાં જ છે ઉલ્લેખનિય છે કે, જે રીતે ઓનલાઇન એન.એની સિસ્ટમ કાર્યરત છે તે રીતે ઓનલાઇન પ્રિમિયમની સેવા શરૂ થાય તો અનેક ખેડૂતો અને બ્લિડરોને […]

Hardik Bhatt

| Edited By: Parth_Solanki

Feb 05, 2019 | 5:45 PM

રાજ્યમાં ચાલુ વર્ષના માર્ચ મહિના સુધીમાં ઓનલાઇન પ્રિમિયમની સેવા શરૂ કરી દેવાની જાહેરાત ગીહાડ-ક્રેઇડાના એક સંયુક્ત કાર્યક્રમમાં રાજ્યસરકાર દ્વારા કરવામાં આવ હતી. હાલ રાજ્યમાં ઓનલાઇન પ્રિમિયમ વસૂલવાની સેવા માત્ર પાંચ જિલ્લામાં જ છે ઉલ્લેખનિય છે કે, જે રીતે ઓનલાઇન એન.એની સિસ્ટમ કાર્યરત છે તે રીતે ઓનલાઇન પ્રિમિયમની સેવા શરૂ થાય તો અનેક ખેડૂતો અને બ્લિડરોને ફાયદો થઇ શકે છે. આ ઉપરાંત એફોર્ડેબલ હાઉસિંગની સ્ટેમ્પ ડ્યૂટી 1 ટકો રાખવાના સૂચનો કરાયા હતા.

રાજ્ય સરકાર તરફે આજે મહત્વની જાણકારી આપતા જણાવામાં આવ્યું હતુ કે, હક પત્રકની નોંધના 2005માં 65 હજાર કેસ પેન્ડીંગ હતા તે હવે માત્ર 29 જ રહ્યાં છે. આ ઉપરાંત શરતભંગના કેસોમાં પણ સરકાર દ્વારા યોગ્ય પરિપત્ર દ્વારા સુધારો કરવામાં આવ્યો છે. 12 ડિસેમ્બર 2018ના રોજ ઓનલાઇન એન.એ.ની શરૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત ગ્રામ્ય કક્ષાએ પણ 1 એકર સુધીની જમીન એન.એ કરવાની સત્તા અધિક કલેક્ટર કક્ષાએ સોંપવામાં આવી છે. અત્યાર સુધીમાં પાંચ જિલ્લાઓમાં ઓનલાઇન પ્રિમિયમ ભરવાની સવલત શરૂ કરાઇ હતી. જેનો 376 લોકોએ લાભ લીધો છે. બોનાફાઇડ પર્ચેઝ ગણીને પણ નવી શરતની જમીનમાં ખરીદદારને લાભ આપવામાં આવે છે.

ખેતીની જમીન એન.એ. કરવાનું પ્રિમિય ઘટી ગયું છે. ટુંકા ગાળામાં 3 હજાર કેસોમાં પણ જંત્રી આધારીત પ્રિમિયમ વસૂલી લાભ આપવામાં આવે છે. જ્યારે 63 એએ હેઠળ પ્રમાણ પત્ર મેળવવાની સમયમર્યાદા 180 કરાઇ છે.

આ પ્રસંગે મહેસુલ મંત્રી કૌશીક પટેલે જણાવ્યું હતુ કે, રેવન્યુ વિભાગ ટેક્નોલોજીનો ભરપુર ઉપયોગ કરી રહ્યું છે. તમે રજુ કરેલા પ્રશ્નો અમારી પહોંચમાં છે. અને એમે તેમનો ઝડપથી નિકાલ કરવાનો પ્રયાસ કરીશું. ગુજરાતમાં હાલ 43 ટકા શહેરીકરણ છે જે 2021 સુધીમાં 47 ટકા થશે ત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની આવશ્યક્તા વધી જશે. દેશમાં ગૂડ ગવર્નન્સ અને કરપ્શનમુક્ત સરકારના કારણે દેશમાં સરકારીની ઇમેજ સુધરી છે. જમીન માપણી અકબરના ટોડરમલ બાદ એન્ડર્સને કરી હતી. ત્યાર બાદ ગુજરાત સરકાર આ દિશામાં મહત્વનું પગલુ ભરી રહી છે. 2010માં ગુજરાત સરકાર જમીન માપણી શરૂ કરી હતી. કૌશીક પટેલે ઉમેર્યું હતુ કે, સરકારની હેસીયતમાં હશે તે તમામ બાબતોમાં સરકાર હકારાત્મક અભીગમ રાખશે.

જ્યારે એડી. ચીફ સેક્રેટરી પંકજ કુમારે જણાવ્યું હતુ કે, છેલ્લા ઘણા સમયથી રેવન્ય વિભાગ દ્વારા ગુણવત્તાયુક્ત કામગીરી કરવામાં આવે છે. રિયલ એસ્ટેટમાં 2017નો રેવન્યુ સ્ટેર 1.20 બિલિયન હતો. જે 2022-23માં 1 ટ્રીલીયન થવાની શક્યતા છે તેમ તેમણે જણાવ્યું હતુ.

[yop_poll id=1127]

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati