
ગુજરાતમાં ભર શિયાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાતા કમોસમી વરસાદે ખેડૂતોના પાક અને તેમની મહેનત પર પાણી ફેરવી દીધું છે. આ “માવઠાના માર”થી રાજ્યભરના ખેડૂતોને મોટું નુકસાન થયું છે, જેના કારણે તેઓ છેલ્લા કેટલાક સમયથી સરકાર પાસે સહાય માટે અરજી કરી રહ્યા હતા. હવે રાજ્ય સરકાર દ્વારા આ ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે. સરકારે ટૂંક સમયમાં રાહત પેકેજ જાહેર કરવાની જાહેરાત કરી છે.
રાજ્ય સરકાર કુદરતી આફતમાં ખેડૂતોની પડખે ઊભી છે અને તેમને ત્વરિત સહાય આપવા માટે કટિબદ્ધ છે. પાક નુકસાનીના સરવેની કામગીરી ખૂબ જ ઝડપથી હાથ ધરવામાં આવી છે. આગામી સપ્તાહમાં રાહત પેકેજ જાહેર થવાની પ્રબળ શક્યતા છે. બુધવારે મળેલી કેબિનેટ બેઠકમાં એક સપ્તાહની અંદર સર્વેની કામગીરી પૂર્ણ કરવા અંગે ચર્ચા થઈ હતી.
Gujarat CM @Bhupendrapbjp announces quick survey and relief package for farmers hit by unseasonal rain#GujaratRain #UnseasonalRain #GujaratGovernment #GujaratUnseasonalRain #GujaratWeather #Gujarat #TV9Gujarati pic.twitter.com/pfYJRdZiip
— Tv9 Gujarati (@tv9gujarati) November 2, 2025
મુખ્યમંત્રી સતત તમામ મંત્રીઓ અને અધિકારીઓ સાથે સંકલનમાં રહીને પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. એક અંદાજ મુજબ, 4-5 લાખ હેક્ટરથી પણ વધુ વિસ્તારમાં પાકને નુકસાન થયું છે. મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયાના માધ્યમથી ઝડપથી રાહત પેકેજ જાહેર કરવા પર ભાર મૂક્યો છે. આ વાતને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ વધાવી લીધી છે. તેમણે જણાવ્યું છે કે ધરતીપુત્રોને સર્વોચ્ચ પ્રાધાન્ય આપીને રાજ્ય સરકાર ત્વરિત રીતે પેકેજ જાહેર કરશે.
આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાક સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયા છે. ખેડૂતોને ભય હતો કે જો સરકાર મદદ નહીં કરે તો તેઓ ધિરાણના બોજ હેઠળ દબાઈ જશે. પરંતુ હવે સરકારે તેમને નજીકના દિવસોમાં સહાય પેકેજ ચૂકવવાની બાંહેધરી આપી છે, જેનાથી ખેડૂતો પોતાના પગ પર ફરીથી ઊભા રહી શકશે. ખેડૂતોની સહાય માટે મંત્રીઓ અને અધિકારીઓની કામગીરી પણ ઝડપી બની છે, જે સૂચવે છે કે સરકાર આ મામલે ગંભીરતાથી કામ કરી રહી છે. આ રાહત પેકેજ કમોસમી વરસાદથી પ્રભાવિત ખેડૂતોને મોટી રાહત આપશે અને તેમને આર્થિક સંકટમાંથી બહાર આવવામાં મદદ કરશે.
State Government to announce relief package soon#GujaratRain #UnseasonalRain #GujaratGovernment #GujaratUnseasonalRain #GujaratWeather #Gujarat #TV9Gujarati pic.twitter.com/5ObNlFphkP
— Tv9 Gujarati (@tv9gujarati) November 2, 2025
ગુજરાતમાં માવઠાનો માર સહન કરી રહેલા ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે. ટૂંક સમયમાં રાજ્ય સરકારે રાહત પેકેજની જાહેરાત કરી છે. રાજ્યમાં કમોસમી વરસાદના પગલે અનેક વિસ્તારોમાં ખેતીના પાકને નુકસાન થયું છે. જેના પગલે રાજ્ય સરકાર ઝપડથી રાહત-સહાય પેકેજની જાહેરાત કરશે. કુદરતી આફતમાં સરકાર ખેડૂતોની પડખે છે. પાક નુકસાનીના સરવેની કામગીરી ઝડપીથી હાથ ધરાઈ છે. ખેડૂતોની સહાય માટે મંત્રીઓ અને અધિકારીઓએ કામગીરી હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે શિયાળામાં ભર ચોમાસા જેવો માહોલ છે. કમોસમી વરસાદે ખેડૂતોના પાક અને મહેનત પર પાણી ફેરવ્યું છે. જેના કારણે ખેડૂતોનો પાક નષ્ટ થયો છે. મોટું નુકસાન થયું છે. રાજ્યના ખેડૂતો છેલ્લા કેટલાક સમયથી સરકાર પાસે અરજી કરી રહ્યા હતા. કે સરકાર તેમની મદદ માટે આગળ આવે અને નુકસાનીનું વળતર આપે. જેથી ખેડૂત તેના પગ પર ઉભો થઇ શકે. નહીંતર ખેડૂત ધિરાણના બોજ હેઠળ દબાઇ જશે. પરંતુ, હવે સરકારે બાંહેધરી આપી છે. કે રાજ્યના ખેડૂતો માટે નજીકના દિવસોમાં સહાય જાહેર કરશે.