Narmda: ST મોરચાની ચિંતન બેઠકનું કેન્દ્રીય મંત્રી બિશ્વેશ્વર ટુંડેની અધ્યક્ષતામાં સમાપન, સંગઠનમાં રાષ્ટ્રીય સ્તરે સુધારો કરવા પર ચર્ચા

|

May 11, 2022 | 3:12 PM

આદિવાસી સમાજમાં (Tribal society) થઈ રહેલા ધર્માંતરણ (Conversion) બાબતે કેન્દ્રીય મંત્રી બિશ્વેશ્વર ટુંડે એ જણાવ્યું હતું કે, આદિવાસી વિસ્તારોમાં પાણી, હોસ્પિટલ જેવી સમસ્યાઓ હોય છે. તે વિસ્તારમાં લાલચ આપીને તેમને ધર્માંતરણ કરાવવામાં આવી રહ્યું છે.

Narmda:  ST મોરચાની ચિંતન બેઠકનું કેન્દ્રીય મંત્રી બિશ્વેશ્વર ટુંડેની અધ્યક્ષતામાં સમાપન, સંગઠનમાં રાષ્ટ્રીય સ્તરે સુધારો કરવા પર ચર્ચા
Central Minister Bishweshwar Tunde

Follow us on

નર્મદા (Narmda) જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) એકતા નગર ખાતે દ્વિ દિવસીય ST મોરચાની ચિંતન બેઠકનું કેન્દ્રીય મંત્રી બિશ્વેશ્વર ટુંડેની અધ્યક્ષતામાં સમાપન કરવામાં આવ્યું. બે દિવસની આ ચિંતન શિબિરમાં નેશનલ લેવલ પર ST મોરચાના સંગઠનમાં કેવી રીતે સુધારો કરવામાં આવે, તે બાબતે વિશેષ ચર્ચાઓ કરવામાં આવી હતી. જેમાં કેન્દ્રીય મંત્રી બિશ્વેશ્વર ટુંડેએ (Bishweshwar Tunde) આદિવાસી સમાજને હવે અંગ્રેજી ભાષા પણ શીખવી પડશે તેવુ આહવાન કર્યુ હતુ.

નર્મદા જિલ્લામાં કેન્દ્રીય મંત્રી બિશ્વેશ્વર ટુંડેની અધ્યક્ષતામાં ST મોરચાની ચિંતન બેઠકનું સમાપન થયુ. ભારત સરકારમાં ટ્રાયબલ મિનિસ્ટ્રી જનજાતિ માટે કયા કયા કામ કરી રહી છે,તે બાબતે પણ એસ. ટી. મોરચાની ચિંતન બેઠકમાં ચર્ચાઓ કરવામાં આવી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે. ત્યારે આદિજાતિ મોરચા દ્વારા રાજય સરકાર અને ભારત સરકારની કેટલી જનજાતિ સમાજ કલ્યાણ યોજનાઓ લોકો સુધી પહોંચી છે અથવા તો પહોંચાડવામાં આવી રહી છે. તેનો પ્રચાર કરવા અંગે જવાબદારી સોંપવામાં આવી.

ધર્માંતરણ અટકાવવા કર્યુ આહવાન

આદિવાસી સમાજમાં થઈ રહેલા ધર્માંતરણ બાબતે કેન્દ્રીય મંત્રી બિશ્વેશ્વર ટુંડે એ જણાવ્યું હતું કે, આદિવાસી વિસ્તારોમાં પાણી, હોસ્પિટલ જેવી સમસ્યાઓ હોય છે. તે વિસ્તારમાં લાલચ આપીને તેમને ધર્માંતરણ કરાવવામાં આવી રહ્યું છે. ધર્માંતરણ બાબતે કેન્દ્રીયમંત્રીએ પણ કહ્યું કે જે લોકો ધર્માંતરણ કરે છે , તેવા લોકોને ST કેટેગરીમાંથી કાઢી મુકવા જોઈએ. જો આવું કરવામાં આવશે, તો આદિવાસી સમાજમાં થતું ધર્માંતરણ અટકી જશે અને આદિવાસી સમાજના લોકો પોતાના સમાજમાં જ રહેશે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

બિશ્વેશ્વર ટુંડે એ જણાવ્યું કે, હાલમાં ધર્માંતરણને રોકવા માટે જિલ્લાઓમાંથી માગ ઉઠી રહી છે. આદિવાસી સમાજની જે એકતા છે તેને તોડવા માટે ધર્માંતરણ કરાવવામાં આવી રહ્યું છે. આદિવાસી સમાજના લોકોને પણ હવે અંગ્રેજી ભાષા શીખવી પડશે. આદિવાસી સમાજે પણ લોકલ ભાષાથી ઉપરના લેવલની ભાષાનો પ્રયોગ કરવો પડશે.

મહત્વનું છે કે ગઇકાલે એટલે કે મંગળવારે ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહાસચિવ બી. એલ. સંતોષની અધ્યક્ષતામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીના (Statue of Unity) એકતા નગરમાં ભાજપ ST મોરચાની બેઠક શરુ થઇ હતી. ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં આદિવાસી મતો મેળવવાની રણનીતિ પર ભાજપના આગેવાનો અને ટોચના આદિવાસી નેતાઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી અને ભાજપને વધુ મજબુત બનાવવા માર્ગદર્શન આપવામાં આવ્યું.

Next Article