સ્પાઈસજેટની મોટી જાહેરાત, અમદાવાદ, મુંબઈ સહિત આ આઠ શહેરોમાંથી અયોધ્યાની મળશે ફ્લાઈટ્સ, જાણો ક્યારથી થશે શરૂ
જો તમે અયોધ્યા રામ મંદિરની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર છે. સ્પાઈસજેટે અમદાવાદ, મુંબઈ સહિત આ શહેરોમાંથી અયોધ્યા માટે ફ્લાઈટ ચલાવવાની જાહેરાત કરી છે જેથી કરીને તમે અહીં સરળતાથી જઈ શકો. અગાઉ, એરલાઈન્સે ચેન્નાઈ, મુંબઈ અને બેંગલુરુથી સીધી ફ્લાઈટ સેવાઓની જાહેરાત કરી હતી.

ઘણી એરલાઈન્સે દેશના અલગ-અલગ શહેરોમાંથી અયોધ્યા માટે ફ્લાઈટની જાહેરાત પણ કરી છે. હવે આ યાદીમાં સ્પાઈસ જેટનું નામ પણ જોડાઈ ગયું છે. શુક્રવારે સારા સમાચાર આપતા, કંપનીએ કુલ આઠ રૂટ પર ફ્લાઇટ સેવાઓ શરૂ કરવાની જાહેરાત કરી છે. દિલ્હી, અમદાવાદ, જયપુર, પટના, દરભંગાથી અયોધ્યા વચ્ચે ફ્લાઈટ્સ ઓપરેટ થશે. અગાઉ, એરલાઈન્સે ચેન્નાઈ, મુંબઈ અને બેંગલુરુથી સીધી ફ્લાઈટ સેવાઓની જાહેરાત કરી હતી. તમામ ફ્લાઈટ્સ 1 ફેબ્રુઆરી 2024ના રોજ ઓપરેટ થશે.
સ્પાઇસજેટ 22 જાન્યુઆરીના રોજ વિશેષ ફ્લાઇટ ચલાવી રહી છે
22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને ધ્યાનમાં રાખીને સ્પાઈસ જેટે 21 જાન્યુઆરીએ દિલ્હી અને અયોધ્યા વચ્ચે વિશેષ ફ્લાઈટ ચલાવવાની જાહેરાત કરી દીધી હતી. 21 જાન્યુઆરીએ રામ મંદિરના કાર્યક્રમમાં ભાગ લેવા જઈ રહેલા ભક્તો માટે સ્પાઈસ જેટની વિશેષ ફ્લાઈટ દિલ્હી અને અયોધ્યા વચ્ચે ઉડાન ભરશે.
આ એરલાઈન્સે પણ ફ્લાઈટ શરૂ કરવાની જાહેરાત કરી છે
દેશની સૌથી મોટી એરલાઈન્સ ઈન્ડિગો અને એર ઈન્ડિયા એક્સપ્રેસે પણ અલગ-અલગ શહેરોમાંથી અયોધ્યા માટે ફ્લાઈટ સેવા શરૂ કરવાની જાહેરાત કરી છે. ઈન્ડિગોએ દિલ્હી, અમદાવાદ અને મુંબઈથી અયોધ્યા માટે ફ્લાઈટ ચલાવવાની જાહેરાત કરી છે. એર ઈન્ડિયા એક્સપ્રેસે પણ દિલ્હી, મુંબઈ અને અમદાવાદથી અયોધ્યા વચ્ચે ફ્લાઈટ શરૂ કરવાની જાહેરાત કરી છે.
અકાસા એર પણ અયોધ્યા માટે ફ્લાઇટ શરૂ કરી રહી છે
અકાસા એરએ પણ અયોધ્યા માટે ફ્લાઈટ ચલાવવાની જાહેરાત કરી છે. એરલાઈન્સ પુણેથી અયોધ્યા વાયા દિલ્હી વચ્ચે ફ્લાઈટનું સંચાલન શરૂ કરવા જઈ રહી છે. પૂણે અને અયોધ્યા વચ્ચેની આ ફ્લાઈટ 15 ફેબ્રુઆરી 2024થી શરૂ થશે. એક ખાનગી પોર્ટલના અહેવાલ મુજબ, ફ્લાઈટ પૂણેથી સવારે 8.50 વાગ્યે ઉપડશે અને 12.55 વાગ્યે અયોધ્યા પહોંચશે.
મહત્વનું છે કે રામ મંદિરના ઉદ્ઘાટન બાદ લોકો અયોધ્યા જશે અને ભગવાન રામના દર્શન કરશે. તેને ઘ્યાને રાખીને અયોધ્યા માટે વિવિધ કંપનીઓએ ફ્લાઈટ શરૂ કરી દીધી હતી,
આ પણ વાંચો: અયોધ્યામાં રામ મંદિર માટે લીધી ભીષ્મ પ્રતિજ્ઞા, 31 વર્ષથી આ રામભક્તએ નથી ખાધો એક પણ અન્નનો દાણો
