Surat : મહાનગરપાલિકાએ પ્રિમોન્સૂન બેઠક કરી, ચોમાસામાં ખોદકામ અને મેટ્રોથી હાલાકી માટે લોકોએ રહેવું પડશે તૈયાર

|

May 24, 2022 | 7:28 PM

સુરતમાં(Surat) જે દર વર્ષે તાપી પુરનું સાથે-સાથે ખાલીપણું પણ જોખમ રહેલું હોય છે ત્યાં આ વખતે ખાડી પુર નહિ આવે તેના માટે કોર્પોરેશનની પ્રિમોન્સુન કામગીરી માટે મળેલી બેઠકમાં તમામ ખાડીનું ડ્રેજિંગ પૂર્ણ કરી લેવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે

Surat : મહાનગરપાલિકાએ પ્રિમોન્સૂન બેઠક કરી, ચોમાસામાં ખોદકામ અને મેટ્રોથી હાલાકી માટે લોકોએ રહેવું પડશે તૈયાર
Surat Corporation Premonsoon Meeting

Follow us on

ગુજરાતમાં(Gujarat)  ચોમાસાને  આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે સુરત(Surat)  અગમચેતીના ભાગરૂપે સુરત મહાનગરપાલિકા દ્વારા પણ પ્રિમોન્સૂન પ્લાન(Pre Monsoon Plan)  તૈયાર કરવામાં આવે છે. પણ હકીકતમાં આ પ્લાન ફક્ત કાગળ પરનો વાઘ જ સાબિત થતો આવ્યો છે. સુરત મનપાએ દર વર્ષે ચોમાસા બાદ અને ચોમાસા દરમ્યાન થતી તકલીફો નિવારવા આ એક્શન પ્લાન બનાવે છે. હવે ગણતરીના દિવસોમાં ચોમાસુ વિધિવત બેસે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે..તેવામાં સુરત મહાનગરપાલિકા દ્વારા પણ પ્રિમોન્સૂન કામગીરી પૂર્ણ કરવામાં આવી હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે.

શું હોય છે મહાનગરપાલિકાનો એક્શન પ્લાન?

  •   મનપાએ દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રિમોન્સૂન કામગીરીના ભાગરૂપે આખો ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન તૈયાર કર્યો છે.
  •  શહેરમાંથી પસાર થતીખાડીઓની સફાઈનું કામકાજ
  •  ફ્લડ ગેટનું સમારકામ,કર્મચારીઓને આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા ટ્રેનિંગ
  •  રોગચાળાને પહોંચી વળવા આરોગ્યવિભાગની અલાયદી ટીમો તૈયાર કરાઇ.
  •  વરસાદ અને ઉકાઈ ડેમની સ્થિતિ પર નજર રાખવા કન્ટ્રોલ રૂમ 15 જૂનથી ઉભો કરશે.
  • ફાયરના સાધનો અને ફાયર જવાનોને ઇમરજન્સી રેસ્ક્યુ માટેની તાલીમ અપાઈ.
  • તમામ ખોદકામો સેફ સ્ટેજ પર લાવવાની સૂચના
  • ઝોનવાઇઝ ઓટોમેટિક વેધર ફોરકાસ્ટ સ્ટેશન ઉભા કરાયા.
  • સુરતના તમામ ઝોનમાં આવા ખર્ચાને પહોંચી વળવા 15 થી 20 લાખની રકમ ફાળવવામાં આવે છે.

ચોમાસાને કારણે કાદવ-કિચડ અને ગંદકી થવાની પૂરેપૂરી સંભાવના

નોંધનીય છે કે એક તરફ સુરતમાં ઠેકઠેકાણે ખોદકામ કરવામાં આવ્યા છે રોડ રસ્તા ડ્રેનેજ માં કામો ચાલી રહ્યા છે. એટલું જ નહીં મેટ્રો ની કામગીરી માટે પણ શહેરના અનેક વિસ્તારોમાં બેરીકેટ લગાવવામાં આવ્યા છે ત્યારે કોર્પોરેશન દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે 31 મે સુધી તમામ કામોને સ્ટેજ પર ડેડલાઈન પહેલા પૂર્ણ કરવામાં આવશે. શહેરમાં જે ખોદકામ કરવામાં આવ્યા છે તેમજ મેટ્રો ની કામગીરી માટે જે બેરીકેટ લગાવવામાં આવ્યા છે તેના કારણે ટ્રાફિક જામની સ્થિતિ ઠેરઠેર જોવા મળી છે,  મેટ્રોની કામગીરી માટે પણ ખોદકામ કરવામાં આવ્યા છે ત્યાં પણ ચોમાસાને કારણે કાદવ-કિચડ અને ગંદકી થવાની પૂરેપૂરી સંભાવના છે.જોકે કમિશનર દ્વારા તમામ કામો આટોપી લેવામાં આવશે તેઓ દાવો કરવામાં આવ્યો છે.

બેઠકમાં તમામ ખાડીનું ડ્રેજિંગ પૂર્ણ કરી લેવામાં આવી હોવાનો દાવો

સુરતમાં જે દર વર્ષે તાપી પુરનું સાથે-સાથે ખાલીપણું પણ જોખમ રહેલું હોય છે ત્યાં આ વખતે ખાડી પુર નહિ આવે તેના માટે કોર્પોરેશનની પ્રિમોન્સુન કામગીરી માટે મળેલી બેઠકમાં તમામ ખાડીનું ડ્રેજિંગ પૂર્ણ કરી લેવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પરંતુ વિપક્ષ દ્વારા આ દાવાને પોકળ કહેવામાં આવી રહ્યું છે. વિપક્ષ ના કહેવા પ્રમાણે આ વર્ષે પણ ખાડીઓનું યોગ્ય રીતે ડ્રેજિંગ ન થયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં આ વખતે પણ ખાડી કાંઠે રહેતા લોકોને ખાડી પૂરનો સામનો કરવા તૈયાર રહેવું પડશે તેવું તેઓએ ઉમેર્યું હતું.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

Published On - 7:22 pm, Tue, 24 May 22

Next Article