ગુજરાતમાં હવામાનમાં અચાનક પલટો આવતા વાતાવરણમા ઠંડક પ્રસરી, કેરી પક્વતા ખેડૂતોની ચિંતા વધી

ગુજરાતમાં હવામાનમાં અચાનક પલટો આવતા વાતાવરણમા  ઠંડક પ્રસરી, કેરી પક્વતા ખેડૂતોની ચિંતા વધી
Gujarat Cloudy Weather (File Photo)

મહીસાગર સહિતના જિલ્લામાં મંગલવારે પણ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. જિલ્લામાં વાતાવરણમાં પલટો આવવા સાથે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓથી ઊડી હતી .જ્યારે તેજ ગતિથી પવન ફૂંકાતાં ખેતીના પાક નમી ગયા હતા.

TV9 GUJARATI

| Edited By: Chandrakant Kanoja

May 24, 2022 | 6:09 PM

ગુજરાતના(Gujarat)  ઉનાળાના અંતમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. જેમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં હવામાન(Weather)  પલટા આવતા ખેડૂતોની ચિંતા વધી છે. જેમાં પંચમહાલ, મહીસાગર,(Mahisagar)  દાહોદ અને ગીર સોમનાથ  જિલ્લામાં વાતાવરણમાં પલટો આવતાં કેરીની ખેતી કરતા ખેડૂતો ચિતિંત બન્યા છે. જેમાં રાજ્યમાં ચોમાસાના આગમન પૂર્વે ત્રણે જિલ્લાઓમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. છેલ્લા અઠવાડિયાથી 43 ડિગ્રીની આસપાસ તાપમાનનો પારો રહ્યો હતો. પરંતુ રવિવારે સાંજથી પવન ફૂંકાતાં ગરમીનો પારો 4 ડિગ્રી જેટલો ઘટ્યો છે.

જિલ્લામાં કેરીના પાકને નુકસાન થવાની ભીતિ

આ ઉપરાંત સોમવારે સવારથી વાદળીયું વાતાવરણ થતાં ગરમીનો પારો ગગડ્યો હતો. જયારે મંગળવારે પણ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. જિલ્લામાં વાતાવરણમાં પલટો આવવા સાથે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓથી ઊડી હતી .જ્યારે તેજ ગતિથી પવન ફૂંકાતાં ખેતીના પાક નમી ગયા હતા. જેમાં મંગળવારે વહેલી સવારે ભેજનું પ્રમાણ પણ યથાવત રહેતા ઠંડક જોવા મળી હતી. આ ઉપરાંત તીવ્ર ગતિએ પવન ફુંકાતા જિલ્લામાં કેરીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે. તેમજ આગામી દિવસોમાં હજુ પણ વાતાવરણમાં પલટો આવવાની શકયતા છે.

આ ઉપરાંત ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. જેમાં કેસર કેરીનું હબ ગણાતા ગીર સોમનાથના ખેડૂતોમાં પણ વાતાવરણ પલટાતા ચિતા વધી છે.

રાજસ્થાન પર સર્જાયેલી સિસ્ટમ હજી પણ સક્રિય

ઉલ્લેખનીય છે કે, કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ પડશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો અને હળવો વરસાદ પડી શકે છે.જયારે આગામી બે દિવસમાં દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ પડે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે..રાજસ્થાન પર સર્જાયેલી સિસ્ટમ હજી પણ સક્રિય છે..રાજ્યભરમાં વાતાવરણ સૂકું રહેશે.બે દિવસ બાદ ગુજરાતમાં ફરી ગરમી વધવાની શકયતા છે..જયાં તાપમાનમાં 2 ડિગ્રીનો વધારો થઈ શકે છે.

રાજસ્થાનમાં લો પ્રેશરના કારણે વાદળછાયું વાતાવરણ રહેશે..જો કે આ દરમિયાન 10 થી 20 કિલોમીટર પ્રતિ કલાકે પવન ફુંકાઇ શકે છે.તો બીજી તરફ હાલ રાજ્યમાં ગરમી યથાવત રહેશે.દક્ષિણ તરફથી ફુંકાતા પવનને કારણે તાપમાન યથાવત રહેશે.જો કે ત્રણ દિવસ બાદ તાપમાનમાં ઉતાર ચઢાવ આવી શકે છે..હવામાન વિભાગનું માનીયે તો ત્રણ દિવસ બાદ 2 ડિગ્રી જેટલો તાપમાનમાં ઘટાડો થઇ શકે છે.

આ દરમ્યાન મંગળવારે રાજ્યના તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો છે. જેમાં અમદાવાદમાં 41. 2. અમરેલીમાં 37.6 , વડોદરામાં 38.0, ભાવનગર 40. 2, ભુજમાં 36. 9, ડીસામાં 36.8, દ્વારકામાં 31. 4, ગાંધીનગરમાં 39. 8, જૂનાગઢમાં 37.6, કંડલામાં 38.0, પાટણમાં 36.8, પોરબંદરમાં 34.8, રાજકોટમાં 39.0, સાસણ ગીરમાં 33.6 ,સુરતમાં 34.0 અને વેરાવળમાં 33. 6 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati