Surat : વેકસીનનો બીજો ડોઝ અપાવતા SMC હાંફી ગઇ, બીજો ડોઝ માટે 3.24 લાખ તેલના પાઉચ ફ્રી આપ્યા

|

Dec 21, 2021 | 5:25 PM

યુવા અનસ્ટોપેબલ સંસ્થા દ્વારા મહાનગરપાલિકાની વેક્સિનેશન ઝૂંબેશને વધુ ઝડપી બનાવવાના ભાગરૂપે આ અભિયાન હાથ ધરાયુ હતુ.

Surat : વેકસીનનો બીજો ડોઝ અપાવતા SMC હાંફી ગઇ, બીજો ડોઝ માટે 3.24 લાખ તેલના પાઉચ ફ્રી આપ્યા
SMC Gives Free Oil to Vaccinators

Follow us on

અગાઉ કોરોના વિરોધી રસીનો 100 ટકા લોકોને પ્રથમ ડોઝ આપનાર સુરત મહાનગરપાલિકા(Surat Municipal Corporation) હવે બીજો ડોઝ(second dose) અપાવવામાં છેલ્લે છેલ્લે હાંફી ગઇ છે. બીજો ડોઝ લેનારને એક લિટર તેલ (liter of oil)નું પાઉચ ફ્રીમાં આપવાની જાહેરાત કર્યા બાદ માંડ લોકો બીજો ડોઝ લેવા રસીકરણ કેન્દ્ર પર પહોંચી રહ્યા છે. સુરત(Surat) શહેરમાં વેક્સિન(Vaccine)નો બીજો ડોઝ લેનારા 3 લાખ 24 હજાર 572 લોકોને, એનજીઓની મદદથી મહાનગરપાલિકા દ્વારા એક લિટરના ખાદ્યતેલ (Edible oil)ના પાઉચ ફ્રીમાં અપાયા છે.

યુવા અનસ્ટોપેબલ સંસ્થા (Youth Unstoppable Organization) દ્વારા મહાનગરપાલિકાને ત્રણ તબક્કામાં સવા ત્રણ લાખ એક લિટર તેલના પાઉચ અપાયા હતા. મહાનગરપાલિકા દ્વારા સૌથી વધુ ઉધના ઝોનમાં તેલના પાઉચનું વિતરણ કરાયું હતું.

વેક્સિનેશન ઝૂંબેશને ઝડપી બનાવવા અભિયાન

યુવા અનસ્ટોપેબલ સંસ્થા દ્વારા મહાનગરપાલિકાની વેક્સિનેશન ઝૂંબેશને વધુ ઝડપી બનાવવાના ભાગરૂપે આ અભિયાન હાથ ધરાયુ હતુ. મહાનગરપાલિકા થકી બીજો ડોઝ લેનાર લોકોને પ્રોત્સાહન મળે તે હેતુથી મફત એક લિટર તેલના પાઉચ વિતરણ માટેની ઓફર આપી હતી.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

ત્રણ તબક્કામાં તેલના પાઉચ અપાયા

મહાનગરપાલિકાએ આ ઓફરને સ્વીકારી હતી. સંસ્થા દ્વારા ત્રણ તબક્કામાં મહાનગરપાલિકાને સવા ત્રણ લાખ જેટલાં પાઉચ આપવામાં આવ્યા હતા . જે પૈકી મહાનગરપાલિકા દ્વારા 3,24,572 લોકોને બે દિવસ પહેલા સુધી વિતરણ કરી દેવાયું હતું.

86.84 ટકા લોકો સંપૂર્ણ વેક્સિનેટેડ

સૌથી વધુ ઉધના ઝોન અને ત્યારબાદ લિંબાયત ઝોનમાં સૌથી વધુ પાઉચનું વિતરણ કરવામાં આવ્યું છે . શહેરમાં અત્યાર સુધી રસી આપવા માટે નિર્ધારિત કરેલા લક્ષ્યાંકની સામે, પ્રથમ ડોઝ માટે 113.59 ટકા લોકોએ વેક્સિન લીધી છે. એટલે કે નક્કી કરેલા લક્ષ્યાંક કરતા વધુ લોકોને રસીનો પ્રથમ ડોઝ આપી દેવાયો છે. જ્યારે 86.84 ટકા લોકો સંપૂર્ણ વેક્સિનેટેડ થઇ ચૂક્યા છે.

બીજા ડોઝ માટે લોકોમાં આળસ

જો કે સૌથી પહેલા વેકસીનના પહેલા ડોઝના 100 ટકા લક્ષ્યાંક મેળવનારી સુરત મહાનગરપાલિકા હવે છેલ્લે છેલ્લે હાંફી ગઈ છે. કારણ કે વેકસીનના બીજા ડોઝ માટે લોકો આળસ કરી રહ્યા છે. જેથી યુવાનોને વેકસીનનો પહેલો ડોઝ લેવા માટે કોર્પોરેશન દ્વારા 1 લાખ રૂપિયા ઈનામની જાહેરાત પણ કરવામાં આવી છે.

 

આ પણ વાંચોઃ Health Tips: આ 6 આયુર્વેદિક જડીબુટ્ટીઓ વાયરલ ઇન્ફેક્શનને રોકવામાં ખૂબ જ ગુણકારી, રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે પણ ફાયદાકારક

આ પણ વાંચોઃ UP Assembly Election: અખિલેશ યાદવે યોગી સરકાર પર કર્યા પ્રહાર, કહ્યું કાકા સાથે આવતા જ તપાસ શરૂ થઈ છે પરંતુ અમે નથી ડરવાના

Next Article