સ્માર્ટ સિટી અમદાવાદ ચોમાસાના ચાર મહિના બની જાય છે ચંદ્રનગરી, ઠેર-ઠેર માટીના ઢગલા અને ખાડામાં વરસાદી પાણી ભરાતા લોકો પરેશાન, વિપક્ષે પુછ્યું કે સમયમર્યાદામાં કામ પૂર્ણ ન કરનાર કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કેમ નથી કરાતા?

|

Sep 20, 2020 | 9:15 PM

સ્માર્ટ સિટી અમદાવાદ ચોમાસાના ચાર મહિના પૂરતું જાણે કદરૂપુ બની જાય છે. અમદાવાદના મોટાભાગના રસ્તા પર ખાડા, ગાબડા અને ભૂવા પડે છે. એસ.જી. હાઈ-વે પરના રાજપથ ક્લબથી સિંધુ ભુવન સુધીના રોડ પર પાણીની લાઈન નાંખવાનું કામ જાન્યુઆરી મહિનામાં શરૂ કરાયું. પરંતુ સમયમર્યાદા વિતવા છતાં ઠેર-ઠેર માટીના ઢગલા અને ખાડામાં વરસાદી પાણી ભરાતા લોકો પરેશાન થઈ […]

સ્માર્ટ સિટી અમદાવાદ ચોમાસાના ચાર મહિના બની જાય છે ચંદ્રનગરી, ઠેર-ઠેર માટીના ઢગલા અને ખાડામાં વરસાદી પાણી ભરાતા લોકો પરેશાન, વિપક્ષે પુછ્યું કે સમયમર્યાદામાં કામ પૂર્ણ ન કરનાર કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કેમ નથી કરાતા?
http://tv9gujarati.in/smart-city-ahmed…e-e-uthvya-saval/

Follow us on

સ્માર્ટ સિટી અમદાવાદ ચોમાસાના ચાર મહિના પૂરતું જાણે કદરૂપુ બની જાય છે. અમદાવાદના મોટાભાગના રસ્તા પર ખાડા, ગાબડા અને ભૂવા પડે છે. એસ.જી. હાઈ-વે પરના રાજપથ ક્લબથી સિંધુ ભુવન સુધીના રોડ પર પાણીની લાઈન નાંખવાનું કામ જાન્યુઆરી મહિનામાં શરૂ કરાયું. પરંતુ સમયમર્યાદા વિતવા છતાં ઠેર-ઠેર માટીના ઢગલા અને ખાડામાં વરસાદી પાણી ભરાતા લોકો પરેશાન થઈ રહ્યાં છે. કાદવ-કીચડના કારણે અકસ્માત પણ થાય છે. લાખો રૂપિયાના ખર્ચ બાદ પણ કામ અધૂરૂ રહેતા સ્થાનિકો પરેશાન થઈ રહ્યાં છે.

રાજપથ ક્લબથી રિંગ રોડ સુધી એક તરફનો રસ્તો બંધ થતા ટ્રાફિક વ્યવહારને પણ અસર થઈ છે.  AMCના અધિકારી અને કોન્ટ્રાક્ટરોની મિલિભગતને કારણે સ્થાનિકો પરેશાન થઈ રહ્યાં છે. વિપક્ષી નેતા દિનેશ શર્માએ સવાલ કર્યો કે સમયમર્યાદામાં કામ પૂર્ણ ન કરનાર કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કેમ નથી કરાતા આવા બેજવાબદાર કોન્ટ્રાક્ટરોને કેમ વારંવાર કામ આપવામાં આવે છે.

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 9:58 am, Sat, 22 August 20

Next Article