ગુજરાતનું આ એક એવુ ગામ જ્યાં લગ્ન તો યુવકના હોય છે પણ કન્યા તમામ વિધિ પોતાની નણંદ સાથે પૂરી કરે છે

ગુજરાતમાં વિવિધ પ્રકારના લોકો વસે છે ત્યારે ધણી બધી સાંસ્કૃતિક વિવિધતા પણ જોવા મળે છે. ગુજરાતમાં આવેલા ત્રણ આદિવાસી ગામમાં રહેતા આદિવાસી લોકોમાં અનોખો રિવાજ છે. આ આદિવાસી પરિવારોના લગ્ન પ્રસંગમાં એક રિવાજ પ્રમાણે વરરાજા વગર જ આખો લગ્ન પ્રસંગ પુર્ણ કરવામાં આવે છે. આદિવાસી સમાજના રિવાજો આજે પણ ૩૦૦થી વધારે વર્ષ જુના છે.જે રિવાજ […]

ગુજરાતનું આ એક એવુ ગામ જ્યાં લગ્ન તો યુવકના હોય છે પણ કન્યા તમામ વિધિ પોતાની નણંદ સાથે પૂરી કરે છે
Follow Us:
| Updated on: May 26, 2019 | 11:01 AM

ગુજરાતમાં વિવિધ પ્રકારના લોકો વસે છે ત્યારે ધણી બધી સાંસ્કૃતિક વિવિધતા પણ જોવા મળે છે. ગુજરાતમાં આવેલા ત્રણ આદિવાસી ગામમાં રહેતા આદિવાસી લોકોમાં અનોખો રિવાજ છે. આ આદિવાસી પરિવારોના લગ્ન પ્રસંગમાં એક રિવાજ પ્રમાણે વરરાજા વગર જ આખો લગ્ન પ્રસંગ પુર્ણ કરવામાં આવે છે. આદિવાસી સમાજના રિવાજો આજે પણ ૩૦૦થી વધારે વર્ષ જુના છે.જે રિવાજ પાછળ તેમની જુદી જ માન્યતા છે.

આ પણ વાંચો: વિવેક ઓબરોયની ફિલ્મ PM Narendra Modiએ 2 દિવસમાં Box Office પર કરી આટલી કમાણી

રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય

છોટાઉદેપુર જિલ્લામાં આવેલા આ ત્રણ ગામના નામ છે સુરખેડા, સનાડા અને અંબાલા છે. અહીંયા લગ્ન વખતે ઘરની અપરણીત બહેન કે કોઈ યુવતી વરરાજાની જગ્યાએ લગ્નના દરેક રિવાજ નીભાવે છે. વરરાજા પોતાના માતા સાથે ઘરે જ રહે છે અને તેની બહેન જાન જોડીને લગ્ન કરવા માટે જાય છે. વરરાજાની બહેન દુલ્હનનાં ઘરે જઈને તેની સાથે લગ્ન કરીને દુલ્હનને ઘરે લઈને આવે છે.

સુરખેડા ગામના વડીલોનું કહેવું છે કે ” જે પણ રિવાજો એક વરરાજા અને દુલ્હન સાથે કરવાના હોય છે તે તમામ રિવાજો તેની બહેન કરે છે. તે પોતાના ભાઈની જગ્યા પર દુલ્હન સાથે મંગળ ફેરા પણ ફરે છે. એવુ માનવામાં આવે છે કે જો અમે આ રિવાજનુ પાલન નહીં કરીએ તો અશુભ ઘટના થશે અને નુકશાન થશે”

લગ્ન દરમિયાન વરરાજાને સાફો અને શેરવાની સાથે તૈયાર કરવામાં આવે છે. પરંપરા અનુસાર હાથમાં તલવાર પણ રાખવામાં આવે છે પરંતુ તે જાનમાં સાથે નથી જઈ શકતો અને ઘરે રહેવાનું હોઈ છે. અહીંયાના પંડિતો કહે છે કે આ આદિવાસી સંસ્કૃતિની પરંપરા અને રિવાજોની અનોખી ઝાંખી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">