દિલ્હીના આંદોલનની સ્થાનિક ખેડૂતોને આડ અસર, તડબૂચ જેવો પાક હવે પશુઓને ખવરાવવો પડે છે

દિલ્હીના આંદોલનની સ્થાનિક ખેડૂતોને આડ અસર, તડબૂચ જેવો પાક હવે પશુઓને ખવરાવવો પડે છે

ખેડૂત આંદોલનને લઇને હવે સ્થાનિક ખેડૂતોને જ તેની માઠી અસર પડી રહી છે. પહેલા કોરોના અને તેને લઇને લોકડાઉને ખેડૂતેને પરેશાન કરી મુક્યા હતા. ખેડૂત આંદોલનને લઇને અરવલ્લીના ખેડૂતો ને નડી રહી છે. દિલ્હી મોકલાતા તડબુચ જેવા પાકની ખરીદી બંધ થઇ જતા પશુઓને ખવરાવાઇ રહ્યા છે. મહેનત કરીને તૈયાર કરેલ તડબૂચના પાકને હવે પશુઓને ખવરાવવા […]

Avnish Goswami

| Edited By: Bipin Prajapati

Dec 17, 2020 | 7:36 PM

ખેડૂત આંદોલનને લઇને હવે સ્થાનિક ખેડૂતોને જ તેની માઠી અસર પડી રહી છે. પહેલા કોરોના અને તેને લઇને લોકડાઉને ખેડૂતેને પરેશાન કરી મુક્યા હતા. ખેડૂત આંદોલનને લઇને અરવલ્લીના ખેડૂતો ને નડી રહી છે. દિલ્હી મોકલાતા તડબુચ જેવા પાકની ખરીદી બંધ થઇ જતા પશુઓને ખવરાવાઇ રહ્યા છે. મહેનત કરીને તૈયાર કરેલ તડબૂચના પાકને હવે પશુઓને ખવરાવવા સિવાય માર્ગ રહ્યો નથી.

અરવલ્લી જીલ્લાના ખેડૂતો સાહસિક અને આધૂનિક ખેતી કરવા માટે જાણીતા છે. પહેલા કોરોનાને લઇને લોકડાઉન સર્જાતા ખેડુતોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. હવે દિલ્હીનુ ખેડૂત આંદોલન પણ આડે આવી રહ્યુ છે. સ્થાનિક ખેડુતોનુ ઉત્પાદન દિલ્હી નહી પહોંચવાને લઇને ઉત્પાદન હવે બગડવા લાગ્યુ છે. અરવલ્લી જીલ્લાના ખેડૂતોએ ઉત્પાદિત કરેલ ઉત્તમ પ્રકારના તડબૂચના ભાવ ખેડૂત આંદોલનને લઇને તળીયે પહોંચી ગયા છે. ખેડૂત આંદોલનને લઇને દિલ્હીમાં થતી માંગ હવે બંધ થઇ ગઇ છે.

વહેપારીઓ ખરીદી કરવા પણ હાલમાં આવતા નથી કે મંગાવતા નથી. આમ  બંધ થઇ જવાને લઇને ખેડુતોના તડબૂચના સ્થાનિક બજારોમાં પોષણક્ષમ ભાવ મળતા નથી. પરીણામે ખેડૂતો માટે મુશ્કેલી સર્જાઇ છે, અને હાલમાં માંડ બે થી ત્રણ રુપિયા પ્રતિ કીલોએ તડબૂચના ભાવ મળી રહ્યા છે. આમ અપોષણક્ષમ ભાવોને લઇને હવે ખેડૂતો પણ તડબૂચને પશુઓને ખવરાવી દેવા માટે મજબુર બન્યા છે.

અરવલ્લીના સવેલા કંપાના ખેડૂત અગ્રણી અશ્વિન પટેલ કહે છે કે,  અમે તડબુચની આધુનિક ખેતી કરી હતી. ખેતરમાં ડ્રીપ ઇરીગેશન અને મલ્ચિંગ પણ પાથર્યા હતા. આમ સારી ખેતી કરવા નો ખર્ચ કર્યા બાદ ભાવ નહી મળવાને લઇને હાલમાં સ્થિતી કફોડી બની છે.

સ્થાનિક ખેડુતોને પહેલા આ જ તડબુચના ઉત્પાદનના એક માસ અગાઉ 15 થી 20 રુપીયા જેટલા ઉંચા ભાવ મળતા હતા. તડબૂચની ખેતી આધુનનિકતા સાથે મલ્ચિંગ આધારીત અને ડ્રીપ ઇીરેગેશન થી સ્થાનિક ખેડૂતો કરી રહ્યા છે. જે માટે પ્રતિ એકરે 45 થી 50 હજાર રુપિયાનો ખર્ચ કરવો પડતો હોય છે. જ્યારે બીયારણ પણ પ્રતિ કીલો 40 હજાર રુપીયાના ખર્ચે વાવેતર કર્યુ હતુ.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati