AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાધનપુરની પેટાચૂંટણીમાં અલ્પેશ ‘ઠાકોર’ની જીત માટે શંકર ‘ચૌધરી’ મેદાને….કહ્યું 2022માં આપને થશે ફાયદો

રાજકારણના નિવેદનોથી વધારે સંકેતોનું મહત્વ વધુ હોય છે અને આવા જ સંકેત રાધનપુરની એક સભામાં પૂર્વ કેબિનેટ પ્રધાન શંકર ચૌધરીએ કર્યા છે. રાધનપુર બેઠક જીતવા ભાજપ એડીચોટીનું જોર લગાવી રહી છે. ભાજપ દ્વારા વિવિધ સમાજના સંમેલનનો કરવામાં આવી રહ્યા છે. જેમા એક ચૌધરી સમાજનું સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં શંકર ચૌધરીએ પોતાના સમાજને અલ્પેશ ઠાકોરની […]

રાધનપુરની પેટાચૂંટણીમાં અલ્પેશ 'ઠાકોર'ની જીત માટે શંકર 'ચૌધરી' મેદાને....કહ્યું 2022માં આપને થશે ફાયદો
Kinjal Mishra
| Edited By: | Updated on: Oct 11, 2019 | 8:31 AM
Share

રાજકારણના નિવેદનોથી વધારે સંકેતોનું મહત્વ વધુ હોય છે અને આવા જ સંકેત રાધનપુરની એક સભામાં પૂર્વ કેબિનેટ પ્રધાન શંકર ચૌધરીએ કર્યા છે. રાધનપુર બેઠક જીતવા ભાજપ એડીચોટીનું જોર લગાવી રહી છે. ભાજપ દ્વારા વિવિધ સમાજના સંમેલનનો કરવામાં આવી રહ્યા છે. જેમા એક ચૌધરી સમાજનું સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં શંકર ચૌધરીએ પોતાના સમાજને અલ્પેશ ઠાકોરની પડખે ઉભો રહેવા કહ્યું, પરંતુ વાત અહીં પૂરી થતી નથી.

આ પણ વાંચોઃ જાણો ચીનના રાષ્ટ્રપતિની કારની ખાસિયતો, દુનિયાને પણ ખબર નથી જિનપિંગની કારના ઘણા રાજ

શંકર ચૌધરી એવું પણ કહ્યું કે આજે આપણે અલ્પેશ ઠાકોરને મદદ કરીશું તો 2022માં તે આપણને મદદ કરશે. ત્યારે શું શંકર ચૌધરી 2022માં રાધનપુરથી લડશે એવો એક સંકેત આપ્યો હોય તેવું માનવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ અલ્પેશ ઠાકોરે પણ જરૂર પડે આ બેઠક ખાલી કરવાની પણ તૈયારી બતાવી છે.

રાધનપુર બેઠકમાં ચૌધરી સમાજ એક થઈને અલ્પેશ ઠાકોરને જીતાડવા કામે લાગી જવા પણ શંકર ચૌધરીએ જણાવ્યું હતું. ઈશારા-ઈશારામાં એમ પણ કહી દીધું કે, અલ્પેશ ઠાકોર આપણા સહારે જ આ બેઠકની પસંદ કરી છે. જો કે, ભાજપે આ બેઠકમાં જીતવા માટે એડીચોટીનું જોર લગાવી દીધું છે.

ભૂતકાળમાં અલ્પેશ ઠાકોરની સામે ચૂંટણી લડેલા લવિંગજી ઠાકોર પણ આજે અલ્પેશ ઠાકોરને જીતાડવા મેદાને ઉતર્યા છે. તો ભાજપમાં કોઈ જ પ્રકારની આંતરિક જૂથવાદ કે ભેદભાવ નથી. તેવું પ્રદેશ હોદ્દેદારોનો મત છે. અલ્પેશ ઠાકોરની હાર એ શંકર ચૌધરીની હાર છે. એવા નિવેદન તો મંચ ઉપરથી કરવામાં આવ્યા છે. ત્યારે જોવાનું એ છે કે, આ ચૂંટણીની જંગમાં કોની જીત અને કોની હાર થાય છે.

g clip-path="url(#clip0_868_265)">