શાહપુરની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ ફરી વિવાદમાં, હોમવર્ક કરી ન લાવતા શિક્ષક ભૂલ્યા ભાન, વાલીએ નોંધાવી પોલીસ ફરિયાદ

|

Sep 25, 2019 | 9:05 AM

શાહપુરની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ અનેક બાબતોને લઈને વિવાદમાં રહી છે. તેમજ સ્કૂલના સંચાલક સહિત શિક્ષકો સામે અનેક વાર પોલીસ ફરિયાદ પણ થઈ છે. ત્યારે વધુ એક વાર તે જ સ્કૂલના એક શિક્ષકે સાતમા ધોરણમાં ભણતી બાળકીને હોમવર્ક નહિ લાવવા બાબતે માર મારતા સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ ફરી વિવાદમાં સપડાઈ છે. સાથે જ ઘટનાની જાણ થતાં બાળકીના […]

શાહપુરની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ ફરી વિવાદમાં, હોમવર્ક કરી ન લાવતા શિક્ષક ભૂલ્યા ભાન, વાલીએ નોંધાવી પોલીસ ફરિયાદ

Follow us on

શાહપુરની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ અનેક બાબતોને લઈને વિવાદમાં રહી છે. તેમજ સ્કૂલના સંચાલક સહિત શિક્ષકો સામે અનેક વાર પોલીસ ફરિયાદ પણ થઈ છે. ત્યારે વધુ એક વાર તે જ સ્કૂલના એક શિક્ષકે સાતમા ધોરણમાં ભણતી બાળકીને હોમવર્ક નહિ લાવવા બાબતે માર મારતા સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ ફરી વિવાદમાં સપડાઈ છે. સાથે જ ઘટનાની જાણ થતાં બાળકીના વાલીઓએ શાહપુર પોલીસ સ્ટેશન ખાતે લાફા મારનાર શિક્ષક સામે પોલીસ ફરિયાદ પણ કરી છે.

શાહપુર મિલ કમ્પાઉન્ડમાં રહેતી એક માતાએ પોલીસ ફરિયાદ કરતા સમગ્ર મામલો સામે આવ્યો છે. બાળકીની માતાએ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે કે તેની ત્રણ દીકરી સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં અભ્યાસ કરે છે. જેમાં બીજા નંબરની દીકરી કે જે સાતમા ધોરણમાં અભ્યાસ કરે છે. 21 તારીખે દીકરી સ્કૂલે ગઈ હતી તેમાં ગણિત અને વિજ્ઞાનના શિક્ષિકાએ આપેલું હોમવર્ક નહિ કરતા તેને સજા કરવામાં આવી.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જેમાં સજા માટે દીકરીને પ્રથમ માળે 7 સીમાં લઈ ગયા અને બાદમાં ગ્રાઉન્ડ ફ્લોર પર 6 સીમાં હોમવર્ક કરવા લઈ ગયેલા. જ્યાં એક ચેપટરનું હોમવર્ક કરી દીકરી કલાસ રૂમમાં ગઈ અને ત્યાં કલાસ મોનિટરે હોમવર્ક ચેક કરી શિક્ષિકાને જાણ કરી કે એક જ ચેપટરનું હોમવર્ક કરેલું છે બીજા ચેપટરનું બાકી છે. જેથી શિક્ષિકા સુનિતા મેકલીન તેમની દીકરીને વાઇસ પ્રિન્સિપાલ જોડે લઈ ગઈ અને ત્યાં તેને ડાબા ગાલ પર ત્રણ લાફા માર્યા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

એટલું જ નહીં પણ બાદમાં તેમની દીકરીને કલાસ રૂમમાં લઈ જઈને તેનો ફોટો પાડી અન્ય બાળકને દીકરીના પિતા ફરિયાદ કરશે તો તેને કઈ થયું નથી તેમ કહેવા જણાવેલું. જો કે જ્યારે ત્રણે બહેનો ઘરે ગઈ અને તેની માતાએ ગાલ પર લાલ ડાઘ અંગે પૂછતાં બાળકીએ સમગ્ર ઘટના જણાવી. જેની સાથે બાળકીની માતાએ શાહપુર પોલીસ સ્ટેશન ખાતે શિક્ષિકા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article