
કોલકાતા દુષ્કર્મ કેસના પડઘા ગુજરાતમાં પડ્યા છે.વડોદરાની સયાજી હોસ્પિટલમાં રેસિડેન્ટ તબીબો હડતાળ પર ઉતર્યા છે. રેસિડેન્ટ તબીબો OPDની કામગીરીમાં જોડાયા નથી. એટલુ જ નહીં OPDની સામે જ મોટી સંખ્યામાં રેસિડન્ટ તબીબોનું વિરોધ પ્રદર્શન કર્યું છે. બંગાળમાં મહિલા તબીબ પર દુષ્કર્મ વીથ મર્ડર કેસમાં પીડીતાને ન્યાય અપાવવા વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. હોસ્પિટલ અને હોસ્ટેલમાં પ્રવેશ માટે પાસ સિસ્ટમ કરવાની માગ કરવામાં આવી છે. તેમજ CCTV,સુરક્ષા વધારવા,અને લાઇટિંગની વ્યવસ્થા ઉભી કરવાની પણ માગ કરવામાં આવી છે.
તબીબોની હળતાળની અસર દર્દીઓ પર જોવા મળી છે. હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી છે. SSG હોસ્પિટલમાં દર્દીઓને ભારે હાલાકી થઈ રહી છે. રેસિડેન્ટ ડોકટરની હળતાળને લઈ OPD માં આવતા દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા છે. જેના પગલે હાલોલ, પંચમહાલ, કાલોલથી આવેલા દર્દીઓને ધક્કો ખાવો પડ્યો છે. હોસ્પિટલમાં આવેલા દર્દીઓને સારવાર લીધા વગર જ પરત ફરવુ પડ્યુ છે.
Sayaji hospital resident docs stage protest against #Kolkatta rape murder case , #Vadodara . #Gujarat #Tv9News pic.twitter.com/OWt4TVn1wI
— Tv9 Gujarati (@tv9gujarati) August 16, 2024
ત્યારે સયાજી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રંજન ઐયરનું નિવેદન પણ સામે આવ્યુ છે. તેમને આપેલા નિવેદન અનુસાર જુનિયર અને ઈન્ટર્ન રેસિડેન્ટ તબીબ અચોક્કસ મુદ્દતની હળતાળ પર ઉતર્યા છે. આ સાથે જણાવ્યુ કે તબીબીની હળતાળથી દર્દીઓને અસર થશે. તબીબ હડતાળથી હૉસ્પિટલના વોર્ડમાં દર્દીઓની સારવારમાં મુશ્કેલી થઈ રહી છે. હળતાળના પગલે દર્દીઓના સારવાર માટે અન્ય વ્યવસ્થાઓ કરવામાં આવી છે. તમામ મેડિકલ પ્રોફેસરની રજા રદ કરી OPDમાં ફરજમાં મૂકવામાં આવ્યા છે.
બીજી તરફ સયાજી હોસ્પિટલના RMOનું નિવેદન સામે આવ્યું છે. હોસ્પિટલ દ્વારા પૂરતા પગલાં લેવામાં આવ્યા છે. જરૂર પડે તો સરકારમાં રજૂઆત કરી વધુ તબીબોની માગ કરીશું. હાલમાં મેડિકલ કોલેજના પ્રોફેસર, આસિસ્ટન્ટ પ્રોફેસર સહિતને સેવામાં જોડવામાં આવ્યા છે. રેસિડેન્ટ તબીબોની હળતાલથી દર્દીઓને અસર ન થાય તેની કાળજી રાખવામાં આવી રહી છે.