AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સૌરાષ્ટ્રના મોટાભાગના શહેરોમાં મેઘ મહેર,નદી-નાળા અને ચેકડેમો છલકાતા ખેડુતોમાં ખુશીમાં લહેર

તો હવામાન વિભાગની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના મોટાભાગના શહેરોમાં મેઘ મહેર જોવા મળી. ગઢડા સહિત ગ્રામ્ય પંથકમાં 6 થી 8 ઇંચ વરસાદ ખાબક્યો છે તો સ્થાનિક નદી-નાળા અને ચેકડેમ છલકાયા છે તો ઘેલા નદીમાં ધોડાપૂર જોવા મળ્યું. પોરબંદર સહિત કુતિયાણા પંથકમાં પણ 5 ઇંચ વરસાદ ખાબકતા ખેતરો બેટમાં ફેરવાયા તો આ તરફ ગીરસોમનાથના ગીરગઢડા પંથકમાં ધોધમાર […]

સૌરાષ્ટ્રના મોટાભાગના શહેરોમાં મેઘ મહેર,નદી-નાળા અને ચેકડેમો છલકાતા ખેડુતોમાં ખુશીમાં લહેર
http://tv9gujarati.in/sauratsra-na-mot…a-khushi-malaher/ ‎
| Updated on: Aug 07, 2020 | 11:08 AM
Share

તો હવામાન વિભાગની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના મોટાભાગના શહેરોમાં મેઘ મહેર જોવા મળી. ગઢડા સહિત ગ્રામ્ય પંથકમાં 6 થી 8 ઇંચ વરસાદ ખાબક્યો છે તો સ્થાનિક નદી-નાળા અને ચેકડેમ છલકાયા છે તો ઘેલા નદીમાં ધોડાપૂર જોવા મળ્યું. પોરબંદર સહિત કુતિયાણા પંથકમાં પણ 5 ઇંચ વરસાદ ખાબકતા ખેતરો બેટમાં ફેરવાયા તો આ તરફ ગીરસોમનાથના ગીરગઢડા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. તો ભારે વરસાદને પગલે જૂનાગઢ વિસાવદર વચ્ચેનો વાહનવ્યવહાર ખોરવાયો. મોડીરાત્રે ગીરનાર પર્વત પર ભારે વરસાદથી ઝરણાં જીવંત થયા હતા તો આ તરફ અમરેલીના બગસરા, રાજુલા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો. રાજુલામાં 1 કલાકમાં 4 ઇંચ અને જાફરાબાદમાં 1 કલાકમાં સાડા ત્રણ ઇંચ વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઇ તો આ તરફ ભાવનગરના મહુવામાં પણ સતત ચોથા દિવસે મેઘ મહેર જોવા મળી

g clip-path="url(#clip0_868_265)">