સૌની યોજના બની જામનગરના કાલાવડ તાલુકાના 30 ખેડૂતો માટે અભિશાપ રૂપ,ખેડુતોને વળતર ચુકવવા ઠાગાઠૈયા

|

Jul 30, 2020 | 9:37 AM

આમ તો સૌની યોજના ખેડૂતો માટે આશીર્વાદરૂપ છે પરંતુ જામનગરના કાલાવડ તાલુકાના 30 ખેડૂતો માટે આ યોજના અભિશાપરૂપ સાબિત થઈ છે. સરકારી તંત્ર અને કોન્ટ્રાક્ટરોની બેદકારીના કારણે ખેડૂતોને મોટી નુક્સાની સહન કરવાનો વારો આવ્યો છે. અહીં સૌની યોજનાની લીંક ચારની પાઇપલાઇન નાખવાનું કામ ગત શિયાળામાં શરૂ કરવામાં આવ્યું હતું તે સમયે ખેડૂતોને વળતર પેટે 36 […]

સૌની યોજના બની જામનગરના કાલાવડ તાલુકાના 30 ખેડૂતો માટે અભિશાપ રૂપ,ખેડુતોને વળતર ચુકવવા ઠાગાઠૈયા
http://tv9gujarati.in/sauni-yojna-bani…kvva-thagathaiya/

Follow us on

આમ તો સૌની યોજના ખેડૂતો માટે આશીર્વાદરૂપ છે પરંતુ જામનગરના કાલાવડ તાલુકાના 30 ખેડૂતો માટે આ યોજના અભિશાપરૂપ સાબિત થઈ છે. સરકારી તંત્ર અને કોન્ટ્રાક્ટરોની બેદકારીના કારણે ખેડૂતોને મોટી નુક્સાની સહન કરવાનો વારો આવ્યો છે. અહીં સૌની યોજનાની લીંક ચારની પાઇપલાઇન નાખવાનું કામ ગત શિયાળામાં શરૂ કરવામાં આવ્યું હતું તે સમયે ખેડૂતોને વળતર પેટે 36 હજાર રૂપિયા આપવાની બાહેંધરી અપાઈ હતી. પરંતુ સૌની યોજનાનું મોનિટરિંગ કરતો સિંચાઇ વિભાગ અને કોન્ટ્રાકટરોની મિલીભગત હોય કે બીજુ કંઈ પણ ખેડૂતોને માત્ર 12 હજાર રૂપિયા જ વળતર મળ્યું છે અને જે કામ 3 મહિનામાં પૂરું કરવાનું હતું તે કામ એક વર્ષ થયા તો પણ પૂરું નથી થયું જેના કારણે ખેડૂતો ચોમાસું પાક પણ લઈ શક્યા નથી.કાલાવડ તાલુકાના જાલણસર ગામના 30 ખેડૂતોને નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે. સુપરવિઝન માટે કોઈ માણસો પણ ન આવતા હોવાથી ખેડૂતોને એ પણ ખબર નથી કે કામ કઈ કંપનીને સોંપવામાં આવેલું છે. ખેડૂતોની સરકાર સમક્ષ માંગ છે કે તેમને સહાય કરવામાં આવે.

 

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

Next Article