Sabarkantha: હિંમતનગરમાં બીજા દિવસે ફરી ઘર્ષણ, હસનનગર વિસ્તારમાંથી પેટ્રોલ ભરેલી બોટલો ફેંકાઈ, પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

Sabarkantha: હિંમતનગરમાં બીજા દિવસે ફરી ઘર્ષણ, હસનનગર વિસ્તારમાંથી પેટ્રોલ ભરેલી બોટલો ફેંકાઈ, પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 12, 2022 | 6:58 AM

ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો પહોચી ગયો હતો અને પોલીસ (Police) એ સ્થિતિ પર કાબૂ મેળવવા ટિયર ગેસના સેલ છોડ્યા હતા. અંધારાનો લાભ લઈ અસામાજિક તત્વો ફરી હિંસા ભડકાવવાના પ્રયાસ કર્યો હતો.

સાબરકાંઠા (Sabarkantha) ના હિંમતનગરમાં ફરી તંગદિલીનો માહોલ જોવા મળ્યો છે. હિંમતનગર (Himmatnagar) ના વણઝારા વાસમાં રાત્રિ દરમિયાન ઘર્ષણની ઘટના બની છે. વણઝારા વાસમાં હસનનગર વિસ્તારમાંથી પેટ્રોલ બૉમ્બ ફેંકાયા હોવાની આશંકા છે. જેના પગલે ટોળાઓ સામસામે આવી જતાં સ્થિતિ તંગ બની હતી. સામ સામે પથ્થરમારો કર્યા બાદ પેટ્રોલ ભરેલી બોટલો ફેંકાઈ છે. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો પહોચી ગયો હતો અને પોલીસ (Police) એ સ્થિતિ પર કાબૂ મેળવવા ટિયર ગેસ (Tear gas) ના સેલ છોડ્યા હતા. અંધારાનો લાભ લઈ અસામાજિક તત્વો ફરી હિંસા ભડકાવવાના પ્રયાસ કર્યો હતો.

હિંમતનગરમાં રામ નવમીની શોભાયાત્રા પર હુમલાના બીજા દિવસે આખો દિવસ અજંપાભરી શાંતિ જોવા મળી રહી છે. સાબરકાંઠાના હિંમતનગરમાં રામનવમીના નિમિત્તે નીકળેલી શોભાયાત્રા પર આસામાજીક તત્વોએ પથ્થરમારો કર્યો હતો. હિંમતનગરમાં RAF, SRPની 2 ટીમ અને પોલીસનો મોટો કાફલો ખડકી દેવામાં આવ્યો હતી. રેપિડ એક્શન ફોર્સ, SRPના જવાનોએ અસરગ્રસ્ત વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. તો હિંમતનગરના 6 જેટલા વિસ્તારમાં 13 એપ્રિલ સુધી કલમ 144 લાગુ કરવામાં આવી હતી.

સાબરકાંઠાના છાપરિયા વિસ્તારમાં રામનવમી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામજી મંદિરથી શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ દરમિયાન કેટલાક અસામાજિક તત્વોએ શોભાયાત્રામાં સામેલ વાહનો પર પથ્થરમારો કર્યો હતો. શોભાયાત્રા પર પથ્થરમારો થતા ભક્તોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને બે જૂથના લોકો સામસામે આવી ગયા હતા. બંને જૂથ આમને-સામને આવીને પથ્થરમારો કરતા સમગ્ર વિસ્તારમાં તંગદિલી છવાઈ ગઈ હતી. તોફાની ટોળાએ વાહનોમાં પણ તોડફોડ કરી હતી. ઉશ્કેરાયેલા ટોળાએ વાહનોની તોડફોડ કર હતી, સાથે જ દુકાનો અને વાહનોમાં આગચંપી કરી હતી. આ અથડામણમાં પોલીસ અધિકારી સહિત અનેક લોકો ઘાયલ થયા હતા.

આ પણ વાંચોઃ IPL 2022 : હૈદરાબાદના ફિલ્ડરે વીજળી જેવી ઝડપ બતાવી, એક હાથે પકડ્યો શુભમન ગિલનો કેચ, જુઓ વીડિયો

આ પણ વાંચોઃ  અમદાવાદ : 130થી વધુ લોકોને સસ્તી વસ્તુ ઓનલાઇન મંગાવી આપવાના બહાને છેતરપિંડી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published on: Apr 12, 2022 06:41 AM
g clip-path="url(#clip0_868_265)">