Tender Today : નર્મદા જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા કન્સલ્ટન્સી સેવા પુરી પાડવા ઓનલાઇન ટેન્ડર જાહેર
Sabarkantha news : હીરપુરા બેરેજ માટે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના દેરોલ અને જોરાપુરા ગામની જમીનના સંપાદનની કામગીરી માટે કન્સલ્ટન્સી સેવા પુરી પાડવાની કામગીરીના બે કામો માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે.

નર્મદા જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા ઓનલાઇન ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ છે. સાબરમતી નદી ઉપર હીરપુરા બેરેજ માટે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના દેરોલ અને જોરાપુરા ગામની જમીનના સંપાદનની કામગીરી માટે કન્સલ્ટન્સી સેવા પુરી પાડવાની કામગીરીના બે કામો માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે.

નર્મદા જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા આ ટેન્ડરની અંદાજિત રકમ રુ. 18.75 લાખ છે. તો ટેન્ડર સ્વીકારવાની છેલ્લી તારીખ 20 માર્ચ 2023 સાંજે 6 કલાક સુધીની છે. કચેરીનું સરનામું કાર્યપાલક ઇનજેરની કચેરી, ધરોઇ નહેર વિભાગ નં-3, વિસનગર છે. ટેન્ડર વિશેની વિસ્તૃત માહિતી www.nprocure.com વેબસાઇટ પરથી મળી રહેશે.
