AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SABARKANTHA : હિંમતનગરમાં વાયરલ તાવના કેસોમાં વધારો, દૈનિક ઓપીડી 1 હજારથી વધુની સંખ્યામાં

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 12, 2021 | 12:51 PM
Share

Viral fever cases in Sabarkantha : હાલ સાબરકાંઠા જિલ્લામાં બિમારીનો આંક 1,735 નોંધાયો છે. હાલની સિઝનમાં ઝાડા ઉલ્ટી, ટાઈફોઈડ, મેલેરિયા, શરદી-ખાંસીના દર્દીઓની સંખ્યા વિશેષ જોવા મળે છે.

SABARKANTHA : જિલ્લામાં રોગચાળાએ માંથુ ઉંચક્યુ છે..છેલ્લા એક સપ્તાહમાં વાયરલ ફીવરના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. જિલ્લામાં ખાનગી અને સરકારી દવાખાનાઓ દર્દીઓની ભીડથી ઉભરાવવા લાગ્યા છે. હિંમતનગરની સિવીલ હોસ્પીટલમાં ઓપીડી દૈનિક 1 હજારથી વધુ સંખ્યામાં પહોંચી છે. વાયરલ ફીવરનો ભોગ મેડીકલ કોલેજના વિદ્યાર્થીઓ પણ બન્યા છે. 23 જેટલા મેડિકલ સ્ટુડન્ટ ટાઈફોઈડમાં સપડાતા તેઓને દાખલ કરવા પડ્યા હતા.

હાલ જિલ્લામાં બિમારીનો આંક 1,735 નોંધાયો છે. હાલની સિઝનમાં ઝાડા ઉલ્ટી, ટાઈફોઈડ, મેલેરિયા, શરદી-ખાંસીના દર્દીઓની સંખ્યા વિશેષ જોવા મળે છે. જિલ્લામાં વાયરલ ફિવરના દર્દીઓની સંખ્યા સૌથી વધુ તલોદમાં 447 જેટલી નોંધાઇ છે. જ્યાંરે સૌથી ઓછા દર્દી વડાલીમાં 29 નોંધાયા છે. ઇડરમાં 375, હિંમતનગરમાં 317, પ્રાંતિજમાં 299, પોશીનામાં 160, ખેડબ્રહ્મામાં 93 અને વિજયનગરમાં વાઈરલ ફીવરના 15 કેસ નોંધાયા છે. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરો અને સીઝનલ બીમારીથી બચવા માટે આરોગ્યલક્ષી સાવચેતી જાળવવા માટે અપીલ કરી છે.

આ પણ વાંચો : SABARKANTHA : ઈડરિયો ગઢમાં ખનનની પરવાનગી સામે વ્યાપક વિરોધ, આજે ઈડર સ્વયંભૂ બંધ

Illegal mining at Idariyo Gadh : ઇડર ગઢના ગ્રેનાઈટના ખડકોમાં રાજકારણીઓનો ડોળો પહોંચતા ગઢની અસ્મિતા, મહત્વ, વિરાસત વગેરે શબ્દો હવામાં ઓગળી ગયા અને તંત્રએ ખનનના પરવાના પણ આપી દીધા.

આ પણ વાંચો : VADODARA : શહેરમાં મચ્છરજન્ય રોગ વધતા VMCનું આરોગ્ય તંત્ર કામે લાગ્યું, ડોર ટુ ડોર તપાસ હાથ ધરાઈ

વડોદરા મહાનગરપાલિકા (Vadodara Municipal Corporation) વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ઘરે ઘરે જઈ તપાસ કરવામાં આવી રહી છે.

g clip-path="url(#clip0_868_265)">