Sabarkantha: કપાસની તપાસ, બોગસ બિયારણ બનાવવાની આશંકાએ 34 સેમ્પલ લેબોરેટરીમાં મોકલાયા

|

May 11, 2022 | 9:23 AM

વડાલી વિસ્તારમાં કપાસનુ બિયારણ (Cotton Seeds) ઉત્પાદન કરતા ચાર જીનીંગ પ્લાન્ટ પર ગાંધીનગર થી વિજીલન્સે દરોડો પાડ્યો હતો. જેમાં 18,785 કીલો બિયારણને સિઝ કર્યુ હતુ.

Sabarkantha: કપાસની તપાસ, બોગસ બિયારણ બનાવવાની આશંકાએ 34 સેમ્પલ લેબોરેટરીમાં મોકલાયા
Sabarkantha: વડાલીમાં કપાસના બોગસ બિયારણની આશંકા

Follow us on

સાબરકાંઠા (Sabarkantha) જિલ્લામાં હવે ચોમાસુ ખેતી માટે ની તૈયારીઓ ખેડૂતો કરવાની શરુઆત કરી રહ્યા છે. આ માટેના હાલ તો આયોજન ખેડૂતો કરી રહ્યા છે અને આગામી એક દોઢ માસ ચોમાસુ વિધીવત રીતે શરુ થાય તેની પણ રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન ખેડૂતોને હલકી ગુણવત્તાના કે બોગસ બિયારણ પધરાવી દેવાની પેરવી પણ કેટલાક લે ભાગુ વહેપારીઓ અને ઉત્પાદકો કરતા હોય છે. આ પ્રકારની આશંકાએ ખેતીવાડી વિભાગે સાબરકાંઠાના વડાલી (Vadali) માં દરોડો પાડીને કાર્યવાહી કરી છે. લગભગ 18,785 કિલો કપાસના બિયારણ (Cotton Seeds) નો જથ્થો પણ સિઝ કરી દીધો છે. જે જથ્થો શંકાસ્પદ હોઈને તપાસ શરુ કરી છે.

ખેડૂતો કાળી મજૂરી કરીને કપાસ સહિતના ખેત ઉત્પાદનોની માવજત કરીને તૈયાર કરતા હોય છે. ખેડૂતો આ માટે દીવસ રાત એક કરતા હોય છે કે સારી ગુણવત્તાનુ અને સારા પ્રમાણમાં ઉત્પાદન મેળવી શકાય. પરંતુ ખેડૂતોને કેટલાક લાલચુ વહેપારીઓ અને ઉત્પાદકો બોગસ બિયારણ પધરાવીને મજૂરી પર પાણી ફેરવી દેતા હોય છે. આ માટે વડાલી શહેરમાં આવેલી કપાસની 4 જીનીંગ અને પ્રોસેસિંગ પ્લાન્ટમાં રાજ્યના ખેતીવાડી વિભાગ દ્વારા કાર્યવાહી કરાઈ છે. વિજલ્સની ટીમો એ સ્થાનિક ખેતીવાડી વિભાગના અધિકારીઓને સાથે રાખીને અચાનક જ દરોડો પાડ્યો હતો. વિશ્વાસ જીનીંગ પ્લાન્ટ, આનંદ જીનીંગ પ્લાન્ટ અને એવરેસ્ટ જીનીંગ પ્લાન્ટમાં આ કાર્યવાહી કરાઈ હતી. જેમાં શંકાસ્પદ 16, 589 પેકેટ માં રહેલ 18,785 કિલો કપાસના બિયારણના જથ્થાને સિઝ કરી દીધો છે.

દરોડો પાડનારી ટીમોએ ચારેય પ્લાન્ટના ઉત્પાદીત કરવામાં આવેલ બીયારણના જથ્થાના 34 જેટલા જુદા જુદા સેમ્પલ લીધા હતા. જેના બીપી અને એચટી ટેસ્ટ કરવામાં આવશે, ત્યાર બાદ બીયારણ અંગેનો સ્પષ્ટ અભિપ્રાય પણ આવી જશે. આ માટે સેમ્પલને લેબોરેટરીમાં મોકલી આપવામાં આવશે. રીપોર્ટ આવવા બાદ જેતે પ્લાન્ટ ના સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ઇડર અને વડાલી વિસ્તારમાં કપાસના બોગસ બિયારણનો કાળો વહેપાર વર્ષોથી ચાલતો હોવાની રાવ વર્તાઈ રહી હતી. પરંતુ આ અંગે સ્થાનિક તંત્ર દ્વારા કોઈ જ નક્કર પગલા ભરવામાં આવતા નહોતા. જેથી ખેડૂતોમાં પણ રોષ વર્તાઈ રહ્યો હતો. પરંતુ હવે ઈડર અને વડાલી પૈકી વડાલી તાલુકામાં વિજીલન્સની કાર્યવાહીથી ફફડાટ વ્યાપ્યો છે.

જો ટેસ્ટ ફેઈલ તો, આકરી સજાની કાર્યવાહી!

બિયારણના સેમ્પ્લને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. આ દરમિયાન જો કોઈ સેમ્પલ ફેઈલ થયાનો રિપોર્ટ આવશે એટલે તે ઉત્પાદક સામે નિયમોની જોગવાઈ મુજબ આકરી કાર્યવાહી હાથ ધરાશે. આ માટે ફોજદારી કાર્યવાહી પણ થઈ શકે છે, તેમજ બોગસ બિયારણ ઉત્પાદન કરવાના નિયમો મુજબ આકરી સજા અપાવવા માટે પણ કાર્યવાહી કરવામાં આવશે. આમ વિજીલન્સની કાર્યવાહીની પદ્ધતીને જોતા આ સિવાયની પણ અનેક બોગસ ઉત્પાદકો અને વહેપારીઓમાં ફફડાટ વ્યાપ્યો છે.

 

 

 

 

Next Article