Sabarkantha: ઈડરના 11 વર્ષના કિશોરની સારવાર માટે યુવાનોએ 17 લાખ રુપિયા એકઠા કરી નવજીવન બક્ષ્યુ

|

Aug 22, 2021 | 12:15 AM

આર્થિક રીતે નબળા પરિવારોને માટે બે ટંક પેટીયુ રળવુ મુશ્કેલ હોય છે, ત્યાં બિમારી આવા પરિવારોને લાચાર બનાવી દેતી હોય છે. પરંતુ માનવતા તેમની મજબૂરીને દુર કરી બિમારી સામે લડવાની હિંમત પુરતી હોય છે.

Sabarkantha: ઈડરના 11 વર્ષના કિશોરની સારવાર માટે યુવાનોએ 17 લાખ રુપિયા એકઠા કરી નવજીવન બક્ષ્યુ

Follow us on

સાબરકાંઠા (Sabarkantha) જિલ્લાના ઈડર તાલુકાના દિયોલી ગામના 11 વર્ષના કિશોરને GBS નામની બિમારી થઈ હતી. જેને લઈને તેની સારવાર માટે 17 લાખ રુપિયાનો ખર્ચ થવાનું હોવાનું જણાતા જ આર્થિક રીતે નબળા પરિવારના માથે દુઃખનો પહાડ તુટી પડ્યો હતો. જેને લઈ સ્થાનિક યુવાનોએ ફંડ એકઠુ કરીને કિશોરની સારવાર કરાવી હતી. જે રકમથી તેને સારવાર બાદ કિશોર હવે સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યો હતો. જેને લઈને ગામમાં પણ રક્ષાબંધનના પહેલા ખુશીનો માહોલ છવાયો હતો.

 

દિયોલી ગામના શ્રમીક પરિવારને પોતાના પુત્ર નિલમણી (Nilmani)ને GBS નામની બિમારી હોવાનું જણાતા પરિવાર ભાંગી પડ્યો હતો. પુત્રને બચાવવા માટે પરિવારે શક્ય પ્રયાસ શરુ કર્યો હતો. આ માટે પોતાના પુત્રને અમદાવાદ (Ahmedabad)ની RICN હોસ્પિટલમાં તેને સારવાર માટે લઈ જવાતા ત્યાં તેનો ખર્ચ 17 લાખ રુપિયા દર્શાવ્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

 

શ્રમિક પરિવાર માટે આ રકમ ખર્ચવી એ કલ્પના બહારની સ્થિતી હતી. આવી સ્થિતીમાં સારવારને રોકી દેવી એ તેમની મજબૂરી બની ચુકી હતી. આવા સમયે સ્થાનિક યુવાનોએ તેને સારવાર માટેના ખર્ચની જવાબદારી ઉપાડી લીધી હતી. સ્થાનિક યુવાન ભૃગવેન્દસિંહ કુંપાવત અને વીરપ્રતાપ ફાઉન્ડેશનના યુવાનોએ રકમને એકઠી કરવા માટે ફંડ એકઠુ કરવાની શરુઆત કરી હતી. આ યુવાનોએ આ અગાઉ પણ આ જ પ્રકારે મદદ કરી ચુક્યા છે. તેમજ કોરોનાની બીજી લહેરમાં પણ મદદરુપ થયા હતા.

78 દિવસની સારવાર બાદ કિશોર ઘરે પરત ફર્યો

બિમાર યુવક નિલમણીને 17 લાખ રુપિયા એકઠા કરી તેની સારવાર કરવામાં આવી હતી. 78 દિવસની સારવાર બાદ કિશોર તેના ઘરે પરત ફર્યો હતો. નિલમણીને 90 ટકા જેટલી રાહત તેની બિમારીમાં થઈ છે. જેને લઈને પરિવારજનોમાં પણ પુત્રને નવુ જીવન મળ્યાનો આનંદ છવાયો હતો. સ્થાનિક ગ્રામજનો અને સારવાર માટે મદદરુપ થનારા યુવકોને પણ બાળકને નવજીવન બક્ષવામાં મદદરુપ થયાનો સંતોષ થયો હતો. આમ માનવતાનું ઉત્તમ ઉદાહરણ ભૃગવેન્દ્ર સિંહ સહિતના યુવાનોએ પુરુ પાડ્યુ હતુ.

 

 

આ પણ વાંચોઃ IPL 2021: આ એક નિયમ જે The Hundredમાં રોમાંચ વધારી રહ્યો છે, જે IPLમાં લાગુ કરવા કહેવાયુ

આ પણ વાંચોઃ Afghanistan: ક્રિકેટ બોર્ડની કચેરીમાં તાલિબાનીઓ ઘુસી જઈ કબ્જો કર્યાની વાતને લઈ CEO એ કર્યો ચોંકાવનારો ખુલાસો

Next Article