Sabarkantha: જીલ્લામાં હવે સિઝનલ્સ બીમારીની લહેર, વાતાવરણના પગલે બીમારીઓ વધતા દવાખાનામાં દર્દીઓની ભીડ

|

Aug 13, 2021 | 12:25 AM

સાબરકાંઠા (Sabarkantha) જીલ્લામાં સરકારી અને ખાનગી દવાખાનાઓ હવે દર્દીઓ થી ઉભરાવા લાગ્યા છે. વાયરલ ફિવરના દર્દીઓની સંખ્યા પ્રમાણમાં વધારે સામે આવી રહી છે. સાથે કોરોના લક્ષણો ધરાવતા ફીવરના દર્દીઓને અલગ તારવવાની શરુઆત કરાઇ.

Sabarkantha: જીલ્લામાં હવે સિઝનલ્સ બીમારીની લહેર, વાતાવરણના પગલે બીમારીઓ વધતા દવાખાનામાં દર્દીઓની ભીડ
GMERS Himmatnagar

Follow us on

સાબરકાંઠા (Sabarkantha) જીલ્લામાં ખાનગી અને સરકારી દવાખાના (Government Hospital) ઓ, હાલમાં દર્દીઓની ભીડ થી ઉભરાવવા લાગ્યા છે. દર્દીઓના ભીડના દ્રશ્યો હાલમાં ખાનગી અને સરકારી દવાખાનમાં જોવા મળવાએ સામાન્ય બની ચુક્યુ છે. દર્દીઓની સંખ્યા ગત સપ્તાહના પ્રમાણમાં વધુ વધી ચુકી છે. હાલમાં દર્દીઓની સંખ્યા પ્રતિદિવસે 1000 ના આંકે પહોંચી છે. એટલે કે માત્ર સીવીલ હોસ્પીટલમાં જ પ્રતિદિવસના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. તો ઇન્ડોર દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે.

હિંમતનગર (Himmatnagar) માં આવેલી મુખ્ય સીવીલ હોસ્પીટલની જ વાત કરવામા આવે તો પ્રતિદિવસે એક સપ્તાહ પહેલા 500 થી 600 દર્દીઓ નો ધસારો રહેતો હતો. જે હાલમાં વધીને 900 થી 1 હજાર જેટલા નોંધાઇ રહ્યા છે. જ્યારે ઇન્ડોર પેશન્ટ 200 ની આસપાસ હતા જે 339 ની સંખ્યાં એ પહોંચ્યા છે.

GMERS સિવીલ હોસ્પીટલ ના RMO ડો એનએમ શાહે કહ્યુ હતુ, હાલમાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. જે દર્દીઓ ગત સપ્તાહે 500-600 હતા એ હાલમાં 900 થી 1 હજાર થયા છે. જ્યારે ઇન્ડોર દર્દીઓ પણ વધ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

સાબરકાંઠા જીલ્લામાં સિઝનલ બિમારીને લઇને આંકડા જોવામાં આવે તો જીલ્લામાં આ આંકડો 1735 નોધાયો હતો. જે અગાઉના સપ્તાહ દરમ્યાન 1277 જેટલો હતો. જીલ્લાના સરકારી દવાખાનાઓમાં પણ વાયરલ ફીવર (Viral Fever) ને લઇને દર્દીઓની સંખ્યાં ઓપીડીમાં વધારે વધી રહી છે. જે મુજબ આ આંક વધારે નોંધાયો છે. હાલની સિઝનમાં ડયરીયા દર્દીઓની સંખ્ય જોવા મળતી હોય છે, જે હાલમાં 287 દર્દી સંખ્યા જેટલી એક સપ્તાહ દરમ્યાન નોંધાઇ છે.

વાયરલ ફિવર દર્દીઓની સંખ્યા સૌથી વધુ તલોદમાં 447 જેટલી નોંધાઇ છે. જ્યાંરે સૌથી ઓછા દર્દી વડાલીમાં 29 નોંધાયા છે. ઇડરમાં 375, હિંમતનગર માં 317, પ્રાંતિજમાં 299, પોશીનામાં 160, ખેડબ્રહ્મામાં 93, વિજયનગરમાં 15 કેસ નોંધાયા છે. આ માટે જીલ્લા આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરો અને સીઝનલ બીમારીથી બચવા માટે આરોગ્ય લક્ષી સાવચેતી જાળવવા માટે અપીલ કરી છે.

આરોગ્ય અધિકારીએ કહ્યુ, અગાઉના સપ્તાહ કરતા પ્રમાણ વધ્યુ

સાબરકાંઠા જીલ્લા આરોગ્ય અધિકારી ડો રાજેશ પટેલે કહ્યુ હતુ, હાલમાં સિઝનલ પરીસ્થિતીને આધારીત દર્દીઓની સંખ્યામાં થોડો ક વધારો જોવા મળ્યો છે. જેમાં ડાયરીયા અને વાયરલ ફીવરના દર્દીઓમાં અગાઉના સપ્તાહના પ્રમાણમાં થોડાક વધુ છે. લોકોએ પણ હાલની સિઝન પ્રમાણે દરકાર રાખવી જરુરી છે.

જીલ્લામાં વધતા જતા વાયરલ ફીવરના દર્દીઓને લઇને કોરોના અંગે પણ ચકાસણી શંકાસ્પદ લક્ષણો દરમ્યાન કરવામાં આવી રહ્યા છે. જેમાં 2 દર્દીએ માંડ એકાદ પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. હાલમાં કોરોનાની સ્થિતી અંગે પણ વાયરલ ફીવરના દર્દીઓમાં પણ લક્ષણો આધારે શંકાસ્પદ દર્દીઓને અલગ તારવવામાં આવી રહ્યા છે. જેથી કોરોના દર્દીઓને સત્વરે જાણી શકાય અને સારવાર કરી શકાય

 

આ પણ વાંચોઃ IND vs ENG: કોહલીમાં ખામીઓ શોધનારાઓને રવિન્દ્ર જાડેજાએ આપ્યો સણસણતો જવાબ, કેપ્ટનની ક્ષમતાને લઇ કહ્યુ આમ

આ પણ વાંચોઃ IPL 2021: ટીમ ધોની શુક્રવારે પહોંચશે UAE, ટૂર્નામેન્ટ માટે ધોની સહિતના ખેલાડીઓ શરુ કરશે તૈયારીઓ

Published On - 11:43 pm, Thu, 12 August 21

Next Article