Sabarkantha: આ કારણથી સાબરકાંઠાના ખેડૂતોને કમોસમી નુકશાનનું વળતર મળી શકશે નહીં

|

May 27, 2021 | 8:30 PM

સાબરકાંઠા (Sabarkantha) જીલ્લામાં તાઉતે વાવાઝાડા (tauktae cyclone) દરમ્યાન કમોસમી વરસાદ વરસ્યો હતો. જિલ્લામાં ચાર તાલુકાઓમાં ત્રણથી ચાર ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.

Sabarkantha: આ કારણથી સાબરકાંઠાના ખેડૂતોને કમોસમી નુકશાનનું વળતર મળી શકશે નહીં
crop loss survey

Follow us on

સાબરકાંઠા (Sabarkantha) જીલ્લામાં તાઉતે વાવાઝાડા (tauktae cyclone) દરમ્યાન કમોસમી વરસાદ વરસ્યો હતો. જિલ્લામાં ચાર તાલુકાઓમાં ત્રણથી ચાર ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જોકે આમ છતાં પણ 33 ટકાથી ઓછુ નુકશાન હોવાને લઈને જિલ્લામાં ખેતીમાં નુકશાન વળતર (crop loss compensation) મળી શકશે નહીં. જિલ્લા ખેતીવાડી વિભાગે આ માટે રિપોર્ટ પણ તૈયાર કરી મોકલી આપ્યો છે.

 

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

સાબરકાંઠા જીલ્લામાં તાઉતે વાવાઝોડા બાદ કમોસમી વરસાદ વરસ્યો હતો. પ્રાંતિજ અને હિંમતનગર તાલુકામાં ચાર ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. વરસાદ વેળા લાગી રહ્યું હતુ કે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકશાન પહોંચ્યુ છે તો વરસાદ બાદના દ્રશ્યો પણ ખેડૂતોને માટે ચિંતા ઉપજાવનારા હતા.

 

ત્યારબાદ સર્વેની કામગીરી હાથ ધરાઈ હતી, જેમાં મોટેભાગે નુકશાનની અસર મર્યાદીત થઈ હોવાનું સામે આવ્યુ હોવાનું સર્વેની ટીમોએ અભિપ્રાય આપ્યો છે. જેને આધારે હવે જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા રાજ્ય સરકારને 33 ટકાથી ઓછા નુકશાન અંગેનો અહેવાલ મોકલી આપ્યો છે.

 

સાબરકાંઠા જિલ્લા ખેતીવાડી અધિકારી વીકે પટેલે કહ્યું હતુ કે આ અંગે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે નુકશાનીનું અંદાજ 33 ટકાની મર્યાદાથી વધુ નથી. આ અંગે અમે વિગતે અહેવાલ તૈયાર કરીને મોકલી આપેલ છે. આમ હવે 33 ટકા કરતા ઓછુ નુકશાન રિપોર્ટમાં સામે આવતા જિલ્લામાં ખેડૂતોને વળતર મળવાની સંભાવનાઓ રહી નથી. સરકારના નિયમાનુસાર વળતર મળવા પાત્ર નુકશાન 33 ટકા કે તેથી વધુ હોવુ જોઈએ.

 

ઉનાળુ વાવેતર વધ્યુ

જિલ્લામાં વાવેતરની વાત કરવામાં આવે તો ગત ઉનાળા કરતા આ વર્ષે ઉનાળુ વાવેતરનું પ્રમાણ વધારે છે. ગત વર્ષે 21,789 હેકટર જમીનમાં ઉનાળુ ખેતીની વાવણી થઈ હતી. જે આ વર્ષે 25,768 હેકટર વિસ્તારમાં વાવણી થઈ છે. આમ ગત વર્ષના પ્રમાણમાં 18 ટકા જેટલુ ઉનાળુ વાવેતર થયુ હતુ. ગત ચોમાસુ સારુ નિવડતા વાવેતરનું પ્રમાણ વધ્યુ હોવાનું ખેતીવાડી વિભાગનું અનુમાન છે.

 

આ પણ વાંચો: Kutch : ક્યાંક આફત તો ક્યાંક અવસર, સૌરાષ્ટ્રમાંથી ઓછી કેરી આવતા કચ્છની કેરીની ડિમાન્ડ વધી

Next Article