AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sabarkantha: જીવનસાથી શોધવા જતા છેતરપિંડીનો ભોગ બની બેંક મેનેજર યુવતી, ઠગ યુવક સામે નોંધાઈ ફરિયાદ

હિંમતનગર શહેરમાં આવેલી એક બેંકની મેનેજર યુવતી લગ્ન માટે સારા યુવકને શોધવા જતા 2.33 લાખ રુપિયાની છેતરપિંડીનો ભોગ બની છે. મૂળ બાયડ વિસ્તારની યુવતી હાલમાં હિંમતનગર શહેરના કાંકણોલ રોડ પરની સોસાયટીમાં રહે છે. બેંક મેનેજર યુવતીએ લગ્ન કરવા માટે ઓનલાઈન વેબસાઈટ પર જીવનસાથી શોધવા માટે પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન એક યુવકે તેનો સંપર્ક કર્યો હતો.

Sabarkantha: જીવનસાથી શોધવા જતા છેતરપિંડીનો ભોગ બની બેંક મેનેજર યુવતી, ઠગ યુવક સામે નોંધાઈ ફરિયાદ
બેંક મેનેજર યુવતી સાથે છેતરપિંડી
| Updated on: Oct 03, 2023 | 7:19 PM
Share

હિંમતનગર શહેરમાં આવેલી એક બેંકની મેનેજર યુવતી લગ્ન માટે સારા યુવકને શોધવા જતા 2.33 લાખ રુપિયાની છેતરપિંડીનો ભોગ બની છે. અરવલ્લી જિલ્લાની યુવતી હાલમાં હિંમતનગર શહેરમાં એક સોસાયટીમાં રહે છે. બેંક મેનેજર યુવતીએ લગ્ન કરવા માટે ઓનલાઈન વેબસાઈટ પર જીવનસાથી શોધવા માટે પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન એક યુવકે તેનો સંપર્ક કર્યો હતો. જે યુવક સાથે વાતચિતો શરુ થઈ હતી. જે દરમિયાન એકબીજા બહાને બેંક મેનેજર યુવતી પાસેથી ઓનલાઈન પૈસા મેળવીને છેતરપિંડી આચરી હતી.

આ પણ વાંચોઃ  Sabarkantha: ટામેટાનુ ઉત્પાદન કરનારા ખેડૂતોની સ્થિતિ કપરી બની, 1 લાખ રુપિયા ખર્ચ સામે 2 રુપિયા કિલો વેચાઈ રહ્યા છે

બેંક મેનેજર યુવતી આ પહેલા અમદાવાદમાં નોકરી કરતી હતી. જે વખતે તેણે પોતાના મેરેજ માટે થઈને પર્સનલ વિગતો અને ફોટો જીવનસાથી વેબસાઈટ પર અપલોડ કર્યો હતો. જ્યાં તેણે પોતાનો મોબાઈલ નંબર પર અપલોડ કર્યો હતો. જે એકાઉન્ટ પર અલગ અલગ યુવકોએ રિક્વેસ્ટ મોકલી હતી. જેમની સાથે લગ્નના સંદર્ભમાં વાતચીતો શરુ કરી હતી. જેમાં એક યુવક આદીત્ય મોહપાત્રાની સાથે વાતચીત આગળ વધી હતી.

જનરલ મેનેજરની ઓળખ આપી યુવતીને ફસાવી

એક યુવકે પોતે બેંગ્લુરુમાં વોલમાર્ટ કંપનીમાં જનરલ મેનેજર તરીકે ફરજ બજાવતો હોવાની વાત જણાવી હતી. જેમાં વાતચીત દરમિયાન બંનેએ પોતાના મોબાઈલ નંબરની આપ-લે કરી હતી. જેના બાદ બંનેએ વોટ્સએપ દ્વારા વાતચીતનો દૌર શરુ કર્યો હતો. આ ઉપરાંત અન્ય એક નંબર પર કોલ કરીને પણ વાતો કરવાની શરુઆત કરી હતી. યુવતે પિતાને વાઈન મેન્યુફેક્ચરીંગનો ધંધો હોવાનુ અને પોતાને કેટલીક હોટલો હોવાની વાત કરી હતી.

20 જુલાઈએ વાતની શરુઆત થઈ હતી અને 31 જુલાઈએ જ યુવક મોહપાત્રાએ પૈસાની માંગણી બહાના બતાવી શરુ કરી હતી, શરુઆતમાં 2500, 1800, 800 રુપિયા જેટલી રકમ માંગી હતી. ત્યારબાદ ઈન્કમટેક્ષમાં રકમ ભરવાની હોઈ 11,000 રકમ માંગી હતી. તેમજ પોતાને એક્સીડેન્ટ થયુ હોઈ ઈમરજન્સીનુ બહાનુ બતાવીને 3 ઓગષ્ટે વધુ રકમ માંગી હતી.

મોબાઈલ અને ઉધારી ચૂકવવા પૈસા માંગ્યા

માત્ર દશ દિવસમાં બેંક મેનેજર યુવતીને એવીતો માયા મોહપાત્રામાં લાગી ગઈ કે તે એક બાદ એક પૈસા ચુકવવા લાગી જ હતી. અકસ્માતના બહાને પણ માંગેલા પૈસા પણ તેણે ટુકડે ટુકડે ચુકવ્યા હતા. ત્યારબાદ મોબાઈલ તૂટી ગયો હોઈ નવો લેવા માટે થઈને પણ 83,640 રુપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરી આપ્યા હતા. રહી જતુ હોય એમ ક્રેડિટ કાર્ડનો નંબર અને OTP પણ આપીને 21,420 રુપિયા ચૂકવ્યા હતા. મિત્રની ઉધારી ચૂકવવાના બહાને પણ પૈસા માંગ્યા હતા. આમ મળીને કુલ 2,33, 270 રુપિયા જુદા જુદા બહાને મેળવી લીધા હતા.

આખરે યુવતીને પોતાની સાથે છેતરપિંડી થઈ રહ્યુ હોવાનુ લાગતા જ પૈસાને લઈ ઉઘરાણી શરુ કરી હતી. જેમાં વારંવાર બહાના બતાવતો હોવાને લઈ આખરે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન હિંમતનગરમાં ફરિયાદ નોંધાવી હતી. પીઆઈ જેકે રાઠોડે ઘટના અંગે તપાસ શરુ કરી છે.

સાબરકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
g clip-path="url(#clip0_868_265)">