પોશીનામાં પોલીસ પર ફાયરીંગ કરી હુમલો કરવાનો મામલો, 100 લોકો સામે પોલીસે હત્યાના પ્રયાસની ફરીયાદ નોંધી

|

Jun 02, 2022 | 10:47 AM

બંદૂક સંતાડી રાખી હોવાની બાતમી મળવાને લઈને પોશીના પોલીસે (Poshina Police) દરોડો પાડ્યો હતો. આરોપીએ બુમાબુમ કરી લગ્નપ્રસંગનો જમણવાર માણી રહેલ ટોળાને બોલાવી પોલીસ પર હુમલો કર્યો હતો.

પોશીનામાં પોલીસ પર ફાયરીંગ કરી હુમલો કરવાનો મામલો, 100 લોકો સામે પોલીસે હત્યાના પ્રયાસની ફરીયાદ નોંધી
Poshina પોલીસ પર ફાયરીંગ કર્યુ હતુ.

Follow us on

સાબરકાંઠા (Sabarkantha) જિલ્લાના પોશીના તાલુકાના ગૌરી ફળો ગામે હથિયાર હોવાની બાતમીનો દરોડો પાડવા ગયેલી પોલીસ પર સ્થાનિક લોકોએ હુમલો કર્યો હતો. બુધવાર એટલે કે 1 જૂને આ ઘટના ઘટી હતી. જે દરમિયાન એક પોલીસ કર્મચારીને ગોળી વાગતા ઈજા પહોંચી હતી. સાત જેટલા કર્મચારીઓેને ઈજા પહોંચતા સ્થાનિક અને હિંમતનગરની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. જ્યારે બે પોલીસ કર્મીને અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે પોશીના પોલીસે (Poshina Police) 100 લોકોના ટોળા સામે હત્યા કરવાને ઈરાદે જીવલેણે હુમલો કરવાને લઈ ફરીયાદ નોંધવામાં આવી છે. હુમલો કરનાર ટોળુ લગ્ન પ્રસંગનો જમણવાર માણી રહ્યા હતા અને તેઓ આરોપીની મદદે દોડી આવ્યા હતા.

સાબરકાંઠા પોલીસ દ્વારા દારુ જુગાર અને ગેરકાયદેસર હથીયાર સહિતના મામલે લાલ આંખ કરતી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ દરમિયાન આવી જ રીતે પોશીના પોલીસને બાતમી મળી હતી કે, ગૌરીફળોમાં જોષીભાઈ ગમારના ઘરે દરોડો પાડ્યો હતો. પોલીસની બાતમી મુજબ ફુલ્લીદાર એક નાળી બંદુક હતી અને જેને લઈ ઘરે તપાસ કરી હતી. આ દરમિયાન આરોપીના ઘરે સંતાડેલી હાલતમાં બંદુક મળી આવતા કાર્યવાહી શરુ કરી હતી. આ વેળા જ આરોપી જોષીભાઈ તેમજ પરીવારની બે મહિલાઓએ બુમા બુમ કરી મુકી હતી અને ત્રણેય જણાએ મળીને નજીકમાં ચાલી રહેલા લગ્ન પ્રસંગના જમણવારમાંથી લોકોને બોલાવ્યા હતા. જે લોકો દોડી આવ્યા બાદ એક સંપ થઈને પોલીસના કર્મચારીઓને કામગીરી કરતા અટકાવી ને જાનથી મારી નાંખવાના ઇરાદે હુમલો કરી દીધો હતો.

આરોપીઓએ આજે તો પોલીસને જીવતી જવા દેવાની નથી પતાવી દેવાના છે, જેવુ કહીને એક સાગમટે પોલીસની ટીમ પર તુટી પડ્યા હતા. પોલીસના જવાનોએ શરુઆતમાં હિંમતપૂર્વક મામલાને અટકાવવા પ્રયાસ કર્યો હતો. પરંતુ ખોટી ઉશ્કેરણીઓ કરવાને લઈ તેમની પર તુટી પડ્યા હતા. આ દરમિયાન પચો પણ પોલીસ સાથે હોઈ પોલીસે હુમલા ની સ્થિતી પારખી જઈને પંચોને સલામત સ્થળે ખસેડી લેવા પડ્યા હતા. આ માટે કેટલાક પોલીસ કર્મચારીઓ પંચોને સલામત સ્થળે ખસેડવા દરમિયાન પોલીસની ટીમની સંખ્યા ઘટેલી જોઈને તકનો ફાયદો ઉઠાવી તૂટી પડ્યા હતા. જેમાં પકડાયેલી બંદૂક પણ આરોપીઓએ પોલીસ કર્મી પાસેથી ઝૂંટવી લીધી હતી. એ જ બંદૂક વડે ફાયરીંગ કરીને તેમને ઈજા પહોંચાડી હતી.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

આરોપીઓ સામે આર્મ્સ એક્ટ સહિત ગંભીર કલમો લગાવાઈ

અન્ય ટોળાએ પોલીસ પર પથ્થર મારો કર્યો હતો અને અન્ય લાકડી અને ધોકા સહિતના બોથડ પદાર્થ જેવા હથીયારો વડે પણ હુમલો કર્યો હતો. આ દરમિયાન અન્ય પોલીસ કર્મીઓ પણ આવતા તેમની પર પણ હુમલો કરતા કુલ 7 જેટલા પોલીસ કર્મીઓને ઈજા પહોંચી હતી. જેને લઈ પોશીના પોલીસે 7 જેટલા આરોપીઓની નામજોગ અને અને તેમની સાથે 100 લોકોના ટોળા સામે ફરીયાદ નોંધી છે. પોલીસે આર્મ્સ એક્ટ સહિત હત્યાનો પ્રયાસ સહિતની ગંભીર કલમો લગાવીને તપાસ હાથ ધરી છે. ઘટનાને લઈને એસપી વિશાલકુમાર વાઘેલા અને ડીવાયએસપી કેએચ સૂર્યવંશીનો કાફલો પહોંચ્યો હતો.

 

 

 

Published On - 10:46 am, Thu, 2 June 22

Next Article