સાબરકાંઠાઃ સતત પાંચ દિવસથી વરસાદી માહોલ, ખેડબ્રહ્માં, પોશીના સહિતના વિસ્તારોમાં વરસાદ

|

Jul 05, 2024 | 10:07 AM

સાબરકાંઠા જિલ્લામાં સતત વરસાદી માહોલ જળવાઈ રહ્યો છે. ઉત્તરીય વિસ્તારમાં અંતિમ ચોવીસ કલાક દરમિયાન વરસાદ નોંધાતા આ ક્ષેત્રમાં પણ વરસાદી માહોલ જળવાયો હતો. ગાજવીજ સાથે અનેક વિસ્તારમાં વરસાદ નોંધાયો હતો. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ છેલ્લા 48 કલાક દરમિયાન નોંધાતા ખેડૂતોને રાહત થઈ હતી. જિલ્લામાં મોટાભાગના તાલુકાઓમાં અંતિમ 24 કલાક દરમિયાન વરસાદ નોંધાયો […]

સાબરકાંઠાઃ સતત પાંચ દિવસથી વરસાદી માહોલ, ખેડબ્રહ્માં, પોશીના સહિતના વિસ્તારોમાં વરસાદ
સતત વરસાદી માહોલ

Follow us on

સાબરકાંઠા જિલ્લામાં સતત વરસાદી માહોલ જળવાઈ રહ્યો છે. ઉત્તરીય વિસ્તારમાં અંતિમ ચોવીસ કલાક દરમિયાન વરસાદ નોંધાતા આ ક્ષેત્રમાં પણ વરસાદી માહોલ જળવાયો હતો. ગાજવીજ સાથે અનેક વિસ્તારમાં વરસાદ નોંધાયો હતો. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ છેલ્લા 48 કલાક દરમિયાન નોંધાતા ખેડૂતોને રાહત થઈ હતી.

જિલ્લામાં મોટાભાગના તાલુકાઓમાં અંતિમ 24 કલાક દરમિયાન વરસાદ નોંધાયો હતો. સાબરકાંઠામાં સૌથી વધારે વરસાદ આ દરમિયાન ખેડબ્રહ્મામાં નોંધાયો હતો. વિસ્તારમાં વરસાદને પગલે સ્થાનિકોમાં આંનદ છવાયો હતો. આ વિસ્તારમાં જાણે કે મેઘરાજાએ વિરામ લીધો હોય એમ અહેસાસ થઈ રહ્યો હતો. ત્યાં વરસાદ વરસવાને લઈ રાહત સર્જાઈ હતી.

સૌથી વધારે ખેડબ્રહ્મામાં વરસાદ નોંધાયો

સાબરકાંઠામાં અંતિમ 24 કલાક દરમિયાન સૌથી વધારે વરસાદ ઉત્તરીય વિસ્તારના તાલુકાઓમાં વરસ્યો હતો. ખાસ કરીને ખેડબ્રહ્મા અને તેની આસપાસના વિસ્તારમાં વરસાદ નોંધાયો હતો. ખેડબ્રહ્મા તાલુકામાં અંતિમ 24 કલાક દરમિયાન સવા ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો. એટલે કે 31 મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો હતો. જ્યારે વડાલીમાં પણ એક ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. વડાલીમાં 24 મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો હતો.

આજનું રાશિફળ તારીખ : 06-10-2024
IPL 2025માં MS ધોનીના રમવા પર સસ્પેન્સ યથાવત
માંસ કેમ ન ખાવું જોઈએ ? દેવરાહા બાબાએ જણાવ્યું મોટું કારણ, જુઓ Video
Indian Oil ભારતમાં, તો પછી વિશ્વની સૌથી મોટી Oil Company કઈ છે?
ઘરે તુલસી છે ! જાણી લો મંજરી કયા દિવસે ન તોડવી જોઈએ?
સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન આવી મોટી ગાડીઓમાં ફરતા હતા મહાત્મા ગાંધી, જુઓ Photos

આ ઉપરાંત વિજયનગર અને પોશીનામાં અડધો અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો. પ્રાંતિજ, ઈડર અને હિંમતનગરમાં પણ હળવો વરસાદ વરસ્યો હતો. ઈડરમાં 08 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. સતત વરસાદી માહોલ જિલ્લામાં જળવાઈ રહેવાને લઈ ખેડૂતોમાં આનંદ છવાયો છે અને વાવણીમાં વ્યસ્ત બન્યા છે.

અરવલ્લીમાં પણ વરસાદી માહોલ

દરમિયાનમાં ગત 24 કલાકમાં અરવલ્લી જિલ્લામાં પણ માલપુર અને ભિલોડા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. માલપુરમાં એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જ્યારે ભિલોડામાં 09 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત બાયજડ અને ધનસુરામાં પણ હળવો વરસાદ નોંધાયો હતો. વાત્રક, માઝમ અને મેશ્વોમાં ઉપરવાસમાં વરસાદને પગલે નવા પાણીની આવક નોંધાઈ હતી.

સાબરકાંઠામાં અંતિમ ચોવીસ કલાક દરમિયાન વરસેલ વરસાદ

  • ખેડબ્રહમાઃ 31 મીમી
  • વડાલીઃ 24 મીમી
  • વિજયનગરઃ 16 મીમી
  • પોશીનાઃ 10 મીમી
  • ઈડરઃ 08 મીમી
  • પ્રાંતિજઃ 02 મીમી
  • હિંમતનગરઃ 01 મીમી
  • તલોદઃ 00 મીમી

 

આ પણ વાંચો: અરવલ્લીઃ જિલ્લામાં સતત વરસાદી માહોલ રહેતા ખેડૂતોને રાહત, ક્યાં, કેટલો વરસાદ વરસ્યો? જાણો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article