Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Rain: સાબરકાંઠા અને અરવલ્લીમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો? જાણો, સ્થાનિક નદીઓમાં આવ્યા નવા નીર

Rainfall Report: સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં મોટાભાગના તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. ભિલોડા તાલુકામાં સૌથી વધારે પોણા બે ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે પોશીનામાં સવા ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો.

Gujarat Rain: સાબરકાંઠા અને અરવલ્લીમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો? જાણો, સ્થાનિક નદીઓમાં આવ્યા નવા નીર
Today Rainfall Report
Follow Us:
| Updated on: Jul 23, 2023 | 9:54 AM

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં છેલ્લા 24 કલાકથી વરસાદી માહોલ સર્જાયો છે. જિલ્લામાં મોટાભાગના તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. ભિલોડા તાલુકામાં સૌથી વધારે પોણા બે ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે પોશીનામાં સવા ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો. બંને જિલ્લામાં છેલ્લા બે ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે. જિલ્લામાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદને લઈ ખેડૂતોને વાવણીના સમયે રાહત સર્જાઈ છે.

વરસાદને લઈ છેલ્લા બે ત્રણ દિવસથી સ્થાનિક નદીઓમાં પણ નવા નીર નોંધાયા છે. જ્યારે સ્થાનિક ડેમ અને જળાશયોમાં પણ નવા પાણીની આવક નોંધાઈ છે. જેને લઈ જળાશયોમાં જળસંગ્રહનો પણ વધારો થયો છે. જિલ્લામાં વરસાદી માહોલ સર્જાવાને લઈ ખેડૂતોને મોટી રાહત સર્જાઈ છે. જિલ્લામાં વાવણી કરી રહેલા ખેડૂતોને માટે સિંચાઈની મોટી રાહત સર્જાઈ છે.

સાબરકાંઠામાં ક્યાં કેટલો નોંધાયો વરસાદ?

જિલ્લામાં સૌથી વધારે વરસાદ પોશીના વિસ્તારમાં નોંધાયો છે. પોશીના વિસ્તારમાં સવા ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો. પોશીના અને તેની ઉપરવાસ તેમજ સરહદી વિસ્તારમાં વરસાદ વરસતા રાહત સર્જાઈ હતી. આ વિસ્તારમાં વરસાદ વરસવાને લઈ પનારી અને સેઈ નદીમાં પાણીનો નવો પ્રવાહ વહ્યો હતો. આ બંને નદીઓને લઈ સાબરમતી નદીમાં પણ નવા પાણીની આવક નોંધાઈ હતી. જેને લઈ શનિવારે સાંજે ધરોઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થયો હતો.

કાવ્યાની ટીમના 23 વર્ષના ખેલાડીએ IPLમાં પોતાની પહેલી અડધી સદી ફટકારી
શેરડીના રસમાં કયા વિટામિન ભરપૂર હોય છે?
મુકેશ અંબાણીની Jio યુઝર્સને ભેટ, 365 દિવસના પ્લાનમાં મળશે 912.5 GB ડેટા ફ્રી !
Navratri: નવરાત્રી દરમિયાન ભૂલથી પણ આ વસ્તુઓ ન ખરીદો, તમારા જીવનમાં ગરીબી છવાઈ જશે!
તુલસીના છોડમાં કીડીઓનું નીકળવું કઈ વાતનો આપે છે સંકેત?
ચૈત્ર નવરાત્રી આજથી શરૂ ! આ 5 રાશિઓનું ભાગ્ય ચમકી ઉઠશે

પ્રાંતિજ અને તલોદ વિસ્તારમાં પણ સવા-સવા ઈંચ વરસાદ નોંધાયો હતો. વિસ્તારમાં ડાંગર અને ફુલાવરની ખેતીની વાવણીની શરુઆત થઈ છે. આ દરમિયાન વરસાદ વરસવાને લઈ ડાંગરના પાકની વાવણી કરતા ખેડૂતોને મોટી રાહત સર્જાઈ છે. આ વિસ્તારમાં સલાલ, સોનાસણ, અમીનપુર, પોગલુ, મોયદ, સાંપડ અને પિલુદ્રા પંથકમાં મોટા પ્રમાણમાં ડાંગરની ખેતી થતી હોય છે. હાલમાં પૂરજોશમાં ખેડૂતો ડાંગરની વાવણી કરી રહ્યા છે. જિલ્લામાં ખેડબ્રહ્રમાં તાલુકામાં એક ઈંચ, ઈડરમાં પોણો ઈંચ, વિજયનગરમાં પોણો ઈંચ અને હિંમતનગરમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે.

છેલ્લા ચોવીસ કલાક દરમિયાન નોંધાયેલ વરસાદ (સવારે 6.00 કલાક સુધી)

  • પોશીના 32 મીમી
  • પ્રાંતિજ 30 મીમી
  • તલોદ 29 મીમી
  • ખેડબ્રહ્મા 25 મીમી
  • ઇડર 21 મીમી
  • વિજયનગર 18 મીમી
  • હિંમતનગર 14 મીમી
  • વડાલી 05 મીમી

અરવલ્લીમાં ક્યાં કેટલો વરસ્યો વરસાદ?

ભિલોડા તાલુકામાં પોણા બે ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. આસપાસના વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામવાને લઈ સ્થાનિક નદીઓમાં પાણીની આવક થઈ હતી. ખાસ કરીને હાથમતી નદીમાં નવા નીર આવતા રાહત સર્જાઈ હતી. બાયડમાં સવા ઈંચ અને મેઘરજમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો. સાઠંબા અને આસપાસના વિસ્તારમાં પણ રાત્રી દરમિયાન ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરાઈ જવા પામ્યા હતા. મોડાસામાં પોણો ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો. ધનસુરામાં પણ પોણો ઈંચ વરસાદ નોંધાયો હતો.

આ પણ વાંચોઃ Dharoi Dam: વોર્નિંગ સ્ટેજમાં પહોંચેલ ધરોઈ ડેમની સપાટી રુલ લેવલથી માત્ર સવા બે ફૂટ દૂર, માઝમ, વારાંશીમાં નોંધાઈ આવક

છેલ્લા ચોવીસ કલાક દરમિયાન નોંધાયેલ વરસાદ (સવારે 6.00 કલાક સુધી)

  • ભિલોડા 44 મીમી
  • મેઘરજ 39 મીમી
  • બાયડ 33 મીમી
  • મોડાસા 21 મીમી
  • ધનસુરા 18 મીમી
  • માલપુર 12 મીમી

આ પણ વાંચોઃ Sabarkantha:હિંમતનગર નજીકથી 270 કિલો માદક પદાર્થ LCB ટીમે ઝડપ્યો, કાર સાથે કિશોર ઝડપાયો

 સાબરકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">