દીવ-દમણ અને લક્ષદ્વીપના પ્રસાશક પ્રફુલ પટેલે હિંમતનગરમાં ખૂબ ઉડાવી પતંગ, પરીવાર અને મિત્રો સાથે મનાવ્યો પર્વ
પ્રશાસક પ્રફુલ પટેલ તમામ તહેવારોને ખૂબ જ ઉત્સાહથી ઉજવવાનો શોખ છે. તેઓ સક્રીય કારકિર્દી વચ્ચે તેઓ પરીવાર સાથે તહેવારોને ઉજવવા માટે પૂરતો સમય આપે છે. જેમાં મિત્રોને અચૂક જોડે છે.
દીવ દમણ, દાદરાનગર અને હવેલી તથા લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ પટેલે હિંમતનગરમાં ઉત્તરાયણની મજા માણી હતી. પ્રફુલ પટેલને પતંગ ચગાવવાનો ખૂબ જ શોખ છે, તેઓ પ્રતિ વર્ષ ઉત્તરાયણના પર્વને સાબરકાંઠા માં પોતાના નિવાસ સ્થાને મિત્રા સાથે મળીને ઉજવતા હોય છે. રાજકારણમાં સક્રિય થયા બાદ પણ તેઓએ ભારતીય સંસ્કૃતિના તહેવારોને ઉજવવાના પોતાના શોખને રોકી શક્યા નથી. વ્યસ્તતા વચ્ચે પણ તેઓ તહેવારોને માટે પૂરતો સમય ફાળવે છે. સવારથી જ તેઓએ ધાબા પર મિત્રો સાથે ઉત્તરાયણનો પર્વ મનાવતા જોવા મળતા હોય છે.
પ્રશાસક પ્રફુલ પટેલ સાથે હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલા, પૂર્વ ધારાસભ્ય અને વડગામ બેઠકના ભાજપના ઉમેદવાર મણીલાલ વાઘેલા સહિતના આગેવાનો પણ તેમની સાથે પતંગ ચગાવતા જોવા મળ્યા હતા. ખાસ કરીને તેમના વર્ષો જૂના સાથી મિત્રો એચઆર પટેલ, નલીન કોટડીયા અને નલીન પટેલ સહિત પ્રફુલ વ્યાસ પણ જોડાયા હતા.
હિંમતનગરમાં મનાવી ઉત્તરાયણ
સવાર થી જ પ્રફુલ પટેલ પોતાના પરીવાર સાથે પોતાના નિવાસ સ્થાને છત પર પતંગ ચગાવવી આસપાસમાં ધાબે ચડેલા લોકોને પર્વની ઉજવણી માટે ઉત્સાહ વધાર્યો હતો. હિંમતનગરમાં નિવાસ સ્થાન ધરાવતા પ્રફુલ પટેલ પ્રતિ વર્ષ પોતાના નિવાસ સ્થાને ઉત્તરાયણ, હોળી અને દિવાળી જેવા તહેવારોને મનાવે છે. તેઓને પતંગ ચગાવવાનો ખૂબ શોખ છે અને તેઓ તેને ઉત્તરાયણના દિવસે પૂરો કર્યા વિના રોકી શકતા નથી.
દરવખતી જેમ તેમના જૂના મિત્રોની સાથે મળીને પતંગ ચગાવ્યા હતા. શહેરમાં તેમની આસપાસની સોસાયટીના પતંગબાજો સાથે પેચ લડાવવાનો આનંદ લીધો હતો. તેમની આ સ્ફૂર્તી જોઈને આસપાસના ધાબાઓ પરથી તેમના આનંદને દોઈને ઉત્સાહિત થતા હોય છે. જેથી આસપાસના બાળકો અને યુવાનો પણ તેમને પતંગ ચગાવવા દરમિયાન જરુરથી લપેટ લપેટની બૂમો જ્યારે દોરી ખેચીં કોઈને પેચ લડાવે એટલે જરુર લગાવતા હોય છે.
દરેક તહેવારો ઉજવવા જોઈએ
તેઓએ આ દરમિયાન Tv9 સાથેની વાતચિતમાં જણાવ્યુ હતુ કે, ભારતીય સંસ્કૃતિના તમામ તહેવારો દરેકે ઉજવવા જોઈએ. હું દરેક તહેવારોને મનાવુ છે. પતંગ ચગાવવોનો શોખ પણ છે. મારા પરીવાર સાથે મળીને તહેવારોને હું ઉજવતો હોઉ છું. ઉત્તરાયણ પર્વની મારા તરફથી સૌને શુભેચ્છાઓ પાઠવુ છું. હિંમતનગર શહેરમાં મહાવીરનગર, ગાંધી રોડ, બગીચા વિસ્તાર, છાપરીયા વિસ્તાર, ગાયત્રી મંદીર રોડ, મહાકાળી મંદીર રોડ, સહકારી જીન વિસ્તારમાં લોકોએ સવારથી જ ખૂબ ઉત્સાહ પૂર્વક ઉત્તરાયણનુ પર્વ મનાવ્યુ હતુ.
પ્રફુલ પટેલ 2007માં હિંમતનગરના ધારાસભ્ય તરીકે ચુંટાયા હતા અને બાદમાં ગુજરાતના ગૃહ રાજ્ય પ્રધાન તરીકે તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીની કેબિનેટમાં રહ્યા હતા. 2016માં દીવ અને દમણના પ્રશાષક બન્યા અને 2017ની શરુઆતે દાદરાનગર અને હવેલીના પ્રશાસકનો હવાલો પણ તેમને મળ્યો હતો. અને ત્યારબાદ 2020 થી તેઓને વધુ એક સંઘ પ્રદેશ લક્ષદ્વીપના પ્રશાસકનો હવાલો સોંપવામાં આવ્યો છે. જે તમામ વિસ્તારની બંને યુટીના પ્રશાસક તરીકે પદ સંભાળી રહ્યા છે.