AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monsoon 2022: રાત્રી દરમિયાન વરસાદને લઈ સાબરમતી, હાથમતી, માઝૂમ અને મેશ્વો નદીના જળાશય-ડેમમાં નવા પાણીની આવક નોંધાઈ

સાબરકાંઠા અને જિલ્લામાં મંગળવારે રાત્રી દરમિયાન કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ (Heavy Rainfall) વરસ્યો હતો. ધનસુરામાં સવા પાંચ ઈંચ અને ખેડબ્રહ્મા વિસ્તારમાં સાડા ચાર ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

Monsoon 2022: રાત્રી દરમિયાન વરસાદને લઈ સાબરમતી, હાથમતી, માઝૂમ અને મેશ્વો નદીના જળાશય-ડેમમાં નવા પાણીની આવક નોંધાઈ
| Updated on: Jul 13, 2022 | 8:44 AM
Share

મંગળવારે સાંજે ગાજવીજ સાથે ઉત્તર ગુજરાતમાં વરસાદ (Heavy Rainfall) નોંધાયો હતો. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પણ અનેક સ્થળોએ ભારે વરસાદ મોડી સાંજ બાદ નોંધાયો હતો. સાબરકાંઠા (Sabarkantha) જિલ્લાના ખેડબ્રહ્મામાં મોડી સાંજ બાદ સાડા ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે પોશીનામા સવા બે ઈંચ અને હિંમતનગર તથા ઈડરમાં બે-બે ઈંચ વરસાદ ખાબક્યો હતો. અરવલ્લી જિલ્લાના ધનસુરામાં મોડી સાંજ બાદ સવા પાંચ ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે મેઘરજમાં પોણાં ત્રણ ઈંચ અને ભીલોડામાં સવા બે ઈંચ વરસાદ નોંધાયો હતો. ગ્રામ્ય વિસ્તારો અને ઉપરવાસ રાજસ્થાનના સરહદી વિસ્તોરમાં ભારે વરસાદને લઈ સ્થાનિક જળાશયોમાં પણ પાણીની આવકો (Water inflows into reservoirs) નોંધાઈ હતી. ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ જળાશયમાં ખેડબ્રહ્મા-પોશીના સહિત મહેસાણા, બનાસકાંઠા અને ઉપરવાસ રાજસ્થાનમાં આવેલા કેચમેન્ટ એરિયામાં વરસાદ વરસતા પાણીની નવી આવક નોંધાઈ હતી.

ધરોઈ ડેમમાં મધ્ય રાત્રી બાદ સતત આવક વધી

સ્થાનિક વિસ્તારમાં તેમજ ઉપરવાસ વિસ્તારમાં વરસાદ વરસવાને લઈ સ્થાનિક નદીઓમાં નવા નીર આવ્યા હતા. સાબરમતી નદીમાં મોડી રાત્રી દરમિયાન શરુ થયેલ નવા નીરની આવક વહેલી સવારે 13 હજાર ક્યુસેક કરતા પણ વધારે નોંધાઈ હતી. ગત રાત્રીના 1 વાગ્યાના અરસા દરમિયાન 5 હજાર ક્યુસેક આવક નોંધાઈ હતી. જે રાત્રીના 2થી સવારે 6 કલાક સુધી 10 હજાર ક્યુસેકની આવક સુધી વધી હતી. સવારે 6 કલાક બાદ પાણીની આવક વધુ વધતા 13 હજાર ક્યુસેક સુધી પહોંચી હતી. આમ સવાર સુધીમાં ધરોઈ જળાશયમાં પાણીની આવક વધી હતી. આ માટે પોશીના, ખેડબ્રહ્મા સહિત બનાસકાંઠા અને મહેસાણા ઉપરાંત રાજસ્થાનમાં આવેલા ધરોઈ ડેમના કેચમેન્ટ એરિયામાં સારો વરસાદ નોંધાયો હોવાને લઈ આવકમાં વધારો થયો હતો.

હાથમતી, ગુહાઈ અને માઝૂમમાં પણ આવક નોંધાઈ

ભીલોડા અને મેઘરજ સહિતના ઉપરવાસના વિસ્તારોમાં સારો વરસાદ મંગળવાર રાત્રી દરમિયાન નોંધાયો હતો. આ ઉપરાંત રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં પણ સારો વરસાદ વરસવાને લઈ નદીઓમાં નવા નીર આવવા શરુ થયા હતા. મધ્યરાત્રીના અરસામાં મેશ્વો, માઝૂમ,વૈડી અને હાથમતી  જળાશયોમાં પાણીની આવકો નોંધાવવી શરુ થઈ હતી. માઝૂુમમાં વહેલી પરોઢે ચારેક વાગ્યાના અરસા દરમિયાન 6868 ક્સુસેકની આવક નોંધાઈ હતી.જે વહેલી સવારે ઘટીને અઢીસો ક્યુસેક રહી હતી. મેશ્વો જળાશયમાં વહેલી સવારે સાડા પાંચસો ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી. વૈડી જળાશયમાં પણ નવી આવક નોંધાઈ હતી.

સાબરકાંઠામાં જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન નોંધાયેલ વરસાદ

સાબરકાંઠા જિલ્લો
તાલુકો વરસાદ (મીમી)
ખેડબ્રહ્મા 114
પોશીના 57
હિંમતનગર 48
ઈડર 44
વડાલી 41
પ્રાંતિજ 23
તલોદ 19
વિજયનગર 13

અરવલ્લી જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન નોંધાયેલ વરસાદ

અરવલ્લી જિલ્લો
તાલુકો વરસાદ (મીમી)
ધનસુરા 133
મેઘરજ 67
ભીલોડા 58
મોડાસા 16
બાયડ 14
માલપુર 03
Follow Us
વિદેશીઓની અમદાવાદ યાત્રા,મેટ્રો, ગુજરાતી મજેદાર થાળીનો માણ્યો આનંદ
વિદેશીઓની અમદાવાદ યાત્રા,મેટ્રો, ગુજરાતી મજેદાર થાળીનો માણ્યો આનંદ
તમારી રચનાત્મક શક્તિ આજે અપાવશે મોટું માન-સન્માન અને આર્થિક ફાયદો
તમારી રચનાત્મક શક્તિ આજે અપાવશે મોટું માન-સન્માન અને આર્થિક ફાયદો
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
g clip-path="url(#clip0_868_265)">