ખેડ.. ખેડ.. ઈડર.. વડાલી.. ભીલોડા.. હેંડો .. હેંડો.. PM Modi એ હિંમતનગરમાં પેસેન્જર વ્હીકલના ચાલકોનો લહેકો લગાવી યાદ તાજી કરી-Video

|

Jul 28, 2022 | 9:58 PM

વડાપ્રધાન મોદી (PM Modi) એ સાબરડેરી (Sabar Dairy) ની મુલાકાત વેળા સભાને સંબોધન વેળા સાબરકાંઠાની પોતાની જૂની યાદોને તાજી કરી હતી. પોતાના જૂના સાથીઓને પણ યાદ કર્યા હતા.

ખેડ.. ખેડ.. ઈડર.. વડાલી.. ભીલોડા.. હેંડો .. હેંડો.. PM Modi એ હિંમતનગરમાં પેસેન્જર વ્હીકલના ચાલકોનો લહેકો લગાવી યાદ તાજી કરી-Video
PM Modi એ પોતાની યાદોને તાજી કરી

Follow us on

સાબરકાંઠા જિલ્લાની મુલાકાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) ગુરુવારે આવ્યા હતા. આ દરમિયાન વડાપ્રધાને સાબરડેરી (Sabar Dairy) દ્વારા નવા સ્થાપવામાં આવેલા પાવડર પ્લાન્ટ અને ટેટ્રા પેક પ્લાન્ટનુ લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. જ્યારે ચીઝ પ્લાન્ટનુ ખાતમૂર્હત કરવામાં આવ્યુ હતુ. વડાપ્રધાને 60 હજાર જેટલી મહિલાઓને સંબોધન કરતા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની જૂની યાદોને તાજી કરી હતી. તેઓએ પોતાના જીવનકાળમાં મળેલા સાથને પણ યાદ કર્યો હતો. વડાપ્રધાન મોદી (PM Modi) એ પોતાના જૂના સાથીઓના અવસાનને લઈ તેમને યાદ કર્યા હતા. આ ઉપરાંત તેઓએ જીપ અને બસમાં હિંમતનગરનો પ્રવાસ દાયકાઓ પહેલા ખેડ્યો હતો અને એ યાદોને પણ તાજી કરી હતી.

વડાપ્રધાન મોદી હિંમતનગરની ગલીઓ ગલીઓમાં ફરી ચૂક્યા છે. અરવલ્લી જિલ્લો રચાયો એ પહેલાના સંપૂર્ણ સાબરકાંઠા જિલ્લામાં નરેન્દ્ર મોદી તમામ નગરો અને શહેરમાં ફરી ચુક્યા છે. સેવા ભાવી અને સંઘના લોકો સાથે ખૂબ સમય વિતાવી ચૂક્યા છે. આ સમયને તેઓએ મુખ્યપ્રધાન હતા ત્યારે અને વડાપ્રધાન બન્યા બાદ આ ત્રીજી વારની મુલાકાતમાં તેઓ યાદ કરી ચુક્યા છે. તેઓએ સાબરકાંઠા જિલ્લાના કેટલાક નામોને ગુરુવારે સાબરડેરીની મુલાકાત વેળા યાદ કર્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

પેસેન્જર વાહન ચાલકોના લહેકો યાદ કર્યો

મોદી એશીં અને નેવુંના દાયકામાં હિંમતનગરમાં આવતા અને અહીં રોકાણ કર્યુ હતુ, ત્યારે તેઓએ બસ અને સ્થાનિક પેસેન્જર વાહનમાં મુસાફરી કરતા હોવાનુ અગાઉ તેઓ કહી ચુક્યા છે. હાલ પણ આ વાતને યાદ કરતા કહ્યુ કે, સાબરકાંઠામાં કોઈક જ એવો ભાગ હશે કે જ્યાં મારુ જવાનુ ના થયુ હોય. હિંમતનગરના બસ સ્ટેશન આગળ ઉભા રહીએ, એટલે ખેડ.. ખેડ… ખેડ.. ખેડ… વડાલી … વડાલી … હેંડો .. હેંડો… ઇડર, ભીલોડા હેંડો.. હેંડો…આ અવાજ આજે પણ મારા કાનમાં ગૂંજે છે. આ વાતને તેઓએ યાદ કરી હતી અને લોકો સાથે પેસેન્જર વ્હીકલના ચાલકોના અવાજ પોતાના કાનમાં ગૂંજતા અવાજને એજ રીતે બોલી દર્શાવ્યો હતો.

જૂના સાથીઓને યાદ કર્યા

સાબરકાંઠા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને પ્રાંતિજના સીતવાડાના જયેન્દ્રસિંહ રાઠોડ, હિંમતનગર નગર પાલીકાના પૂર્વ પ્રમુખ શ્રીરામ સાંખલા, એસએમ ખાંટ, ગજાનંદભાઈ પ્રજાપતિ, વિનોદ, માલજીભાઈ, પ્રવિણસિંહ દેવડા, મોડાસાના રાજાભાઈ, ઇડરના રમણીકભાઈ અને અનેક સગર પરીવારો, ડાહ્યાભાઈ ભટ્ટ તેમજ મૂળજીભાઈ પરમારને યાદ કર્યા હતા. તેઓએ નામોને યાદ કરતા કહ્યુ હતુ કે સાબરકાંઠાને યાદ કરીએ એટલે આ નામ યાદ આવે જ. હવે નવી જવાબદારી સોંપી છે, એટલે જૂની યાદોને યાદ કરીને આનંદ લઈએ છીએ.

Published On - 9:20 pm, Thu, 28 July 22

Next Article